Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નોરતુ નવમું

આદ્યશકિત મા... દુષ્ટ રાક્ષસોનો જેમણે વિનાશ કર્યો

યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા

મા આદ્યશકિત જગદંબાએ, દૈવી સ્વરૂપો લઇને દુષ્ટ રાક્ષસોનો સંહાર કર્યો છે. નારી પણ દિવ્ય શકિત દ્વારા દુષ્ટ વિકૃત્તિનો દ્વંશ કરી શકે છે. એવો શકિત મંત્ર મા જગદંબાએ આપ્યો છે.

નવરાત્રી પર્વમાં માતાજીની આરાધના માટેનો નવદિવસનો યજ્ઞ ગણાય છે. ભૌતિક તથા આધ્યાત્મિક પ્રગતિ માટે મહાશકિત જગદંબા દિવ્યતા બક્ષે છે જેથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને ભકતજનની જીવન દ્રષ્ટિ શુદ્ધ થાય છે.

શુંભ-નિશુંભ અને ચંડમૂંડનો મહાશકિતએ દૈવીસ્વરૂપ ધારણ કરી નાશ કર્યો.

ભયંકર દૈત્ય મહિષાસુર અને તેના સાથીદારો-રાક્ષસો-મિસુર, દુર્ધર, દુઃમુખ, બાષ્કલ, તામ્રક, બિડાલાડ જેવા ઓનો મહાશકિતએ વિનાશે કર્યો.

ચામુંડા દેવીએ રકતબીજનો વધ કર્યો તો શતાક્ષી દેવીએ 'દુર્ગમ' નામના રાક્ષસનો વધ કર્યો. 

તા મ્ર અને ચિક્ષુટ રાક્ષસોનો દેવીએ નાશ કર્યો આમ અનેક રાક્ષસોનો મહાભગવતીએ નાશ કર્યોહતો.

હે...આદ્યશકિત જગદંબા મા....તમારો જય જયકાર..હો...!

આરતી અને સ્તુતિ, હૃદયના ખરા ભાવથી પવિત્રતા પૂર્વક 'શક્રાદય સ્તુતિ' ગાવાથી કે પછી ''જય આદ્યાશકિતમાં જય આદ્યાશકિત'' આરતી નિયમિત પણે ગાવાથી એક દિવ્ય અનુભુતિ થાય છે, માનવીનૂં હૃદય શુદ્ધ થાય છે.

કાલ કરવાના સારા કામ આજે કરી લો, અને આજના અત્યારે...! કારણ કે સમયનો કોઇ ભરોસો નથી. આથી જ આપણે શુભકર્મોને કાલ પર રાખવા જોઇએે નહી. આપણે નિશ્ચિત પણે સદા સજાગ રહેવાનું છે જાગતા રહેવાનું છે જો જીવનમાં ખરેખર કંઇક મેળવવા માગતા હોઇ એ તો આપણા માટે આ જ એક રસ્તો છે.

ઁ શક્રાદયઃ સુરગણા, નિહતેડ્તિવીર્યે તસ્મિનન્દુરાત્મનિ સુરારિબલે ચ દેવ્યા, તા. તુષ્ટુ વુઃ પ્રણતિ નમ્ર શિરોધરાસા, વાગ્ભિઃ પ્રર્ષપુલ કોદ્ ગચારૂ દેહાઃ

દેવ્યા યથા તતમિંદ જગદાત્મશકત્યા, નિઃશેષ દેવ ગણશકિત સમુહમૃર્ત્યા તાબમ્બિકામ ખિલ દેવ મહર્ષિ પુજયા ભકત્યા નતાઃ સ્મ વિદ્ધાશું શુભાનિ સાનઃ

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:33 am IST)