Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નોરતુ છઠું: યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા

આદ્યશકિતના ત્રણ સ્વરૂપો

માતા-કાલી, માતા-લક્ષ્મી, માતા-સરસ્વતી

આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વની પ્રાપ્તિ માટે મહાશકિતની ઉપાસના કરવાનો અનુરોધ વૈદિક, તાંત્રીક અને અન્ય શાસ્ત્ર પરંપરામાં કરવામાં આવે છે.

શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘષ્ટા, કુસ્માન્ડા સ્કંદ માતા, કાત્યાયીની, કાલરાત્રી, મહાગૌરી, અને સિદ્ધિદાત્રી, એ નવદુર્ગાની મુખીની આરાધના થાય છે.

શકિત ઉપાસનામાં કાલી, તારા, ત્રિપુરા, કે ષોડશી, ભૂવનેશ્વરી, ભૈરવી, છીન્નમસ્તા, ધૂમાવતી, માતંગી, કમલા, કે કમલાત્મિકા, અને બગલામુખી આ દસ મહાવિદ્યાઓનું ઘણુ મહત્વ છે.

પરમાત્માને શિવ અને માયાને પાર્વતી કહેવામાં આવે છ.ે આત્મતત્વ, વિદ્યાતત્વ, અને શિવ-તત્વની અનુભૂતિ માટે મહાશકિતની ઉપાસના આવશ્યક છ.ેશકિત આરાધના કરનારના ગુણ કાર્ય ભેદથી એના મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, પ્રકારે શિવ, વિષ્ણુ બ્રહ્માની આધારશકિત રૂપ સમાનધર્મી સ્વરૂપો બની જાય છે.

માતા પાર્વતી, લક્ષ્મી, સરસ્વતી, રાધાસાવિત્રી આ દેવીઓ સૃષ્ટિની પાંચ પ્રકૃતિઓ કહેવાય છે.

અને આજ દેવીઓ દુષ્ટોનો સંહાર અને સજજનોના સંરક્ષણ માટે અવતરિત થાય છ.ે એકજ આદિ શકિત રૂપ દેવી ભીન્ન ભીન્ન રૂપ ધારણ કરે છ.ે

તાત્વીક પંચ વર્ગ, પ્રાણ, ભૂતિ, ધ્વની તેજ અને પ્રમાજ, સમયાંતરે પૌરાણીક તાંત્રીક, રાધા, લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા અને સાવિત્રીના નામથી ખ્યાતિ પામી છે.

આજ રીતે પવિત્ર શકિત ગંગાનું અને રક્ષિકા શકિત તુલસીનું નામ રૂપ પામી છે.

પાવનકારી નવરાત્રીના પર્વમાં આદ્યશકિતની આરાધના ઉપાસના કરવાથી તેનું અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. દુર્ગા શપ્તશતિના પાવનકારી મંત્રથી ધ્યાન ધરવું આવશ્યક છે. આમંત્રથી આપના પર લક્ષ્મીની કૃપા થાય છે. આદ્યશકિતના ત્રણ સ્વરૂપો માતા કાલી, માતા લક્ષ્મી, અને માતા સરસ્વતીના સ્વરૂપની આરાધના કરવાથી ભકતજનને લાભ પ્રાપ્ત થાય છે.

ઁ નમો દેવ્યે મહાદેવો, શિવાયે સતત નમ્: નમ્: પ્રકૃતે ભદ્રાયે નિયતા પ્રણતાઃ સ્મનમઃ

અર્થ મંગલ માંગલ્યે શિવે સર્વાર્યસા સાધિકેઃ શરણ્યે ત્ર્યંબકે ગૌરીનારાયણ નમોસ્તુતે

સર્વ સ્વરૂપે સર્વશે, સર્પશકિત સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:58 am IST)
  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII ( AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http://aibe13.allindiabarexamination.com/result.aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST

  • કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક હવે ૧૭ માર્ચે મળશેઃ તારીખો ફરી access_time 11:26 am IST