Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

નોરતુ ચોથ

સર્વ વ્યાપક શકિત... માં જગદંબા..! માતા જીવનમાં સુંદરતા પ્રગટાવે છે

યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા

નવલી નવરાત્રી એ ખૂબ મહત્વનું પર્વ છે. આ નવરાત્રી પર્વમાં 'માં'ના ભકતજનો ઉપવાસ અનુષ્ઠાન કરે છે. માતાજીના મંદિરોમાં હવન સાથે અનુષ્ઠાન થાય છે. મા અંબાજી, મહાકાળી, મહાલક્ષ્મી, મા સસ્વતીની આરાધના થાય છે.

માં દુર્ગા પૂજાનું અનેરૂ મહત્વ છે. માં દુર્ગા એટલે આપણી બુદ્ધિનું સ્વરૂપ આપણી પ્રકૃતિ છે. આમાં ૨૪ પ્રકારના બુદ્ધિના ભાવ છે.

માનવની જિંદગીના દરેક કર્મ સારા કે ખરાબ, આ સર્વેનો મુક સાક્ષી છે. આત્મા કર્મની નોંધ આત્મા લઈને જાય છે. આથી કર્મની ગતિ ચૈતન્યશીલ છે. બીજા જન્મનું કારણ માનવની આંતરીક કર્મનો ગુણદોષ છે. આ દ્વારા કર્મના સાક્ષી બની ચૈતન્યશીલતા બક્ષે છે. આ માતૃપૂજનનો ભાવ છે.

વર્તમાન જગતનું સુખ હંમેશા ઈચ્છાને આધિન હોય છે. ઈચ્છાનું સ્વરૂપ બદલાય છે પરંતુ પૂર્ણ કરવા માટે મા-સ્વરૂપ આપણે પ્રાર્થના કરીને માં દુર્ગા આપણા કાર્યની દિવ્યતામાં તેજ પૂરે છે અને આ દ્વારા આપણી ઈચ્છા પૂર્ણ થાય છે.

ભકતજનો માં જગદંબાનું માં દુર્ગાનું સ્વરૂપ પૂજન કરે છે. માં દુર્ગા એટલે બુદ્ધિ. માનુ જે ભાવે પૂજન-ઉપાસના કરે તે ભાવે માં દુર્ગા મદદ કરે છે. આ સર્વવ્યાપક શકિત... માં જગદંબાની છે...!

જીવનમાં જ્યારે શુધ્ધ ભાવ સાથે માં જગદંબાનું પૂજન-પ્રાર્થના કરવામાં આવે છે, ત્યારે માતા આપણા જીવનમાં વિચારની સુંદરતા પ્રગટાવે છે. આ વિચારની સુંદરતા, અહંકારને બાળી નાખે છે અને અહંકાર બળતા જ મનમાં રહેલા સર્વે ઉદ્વેગ શાંત બને છે. બુદ્ધિ સતેજ બનતા માનવની પ્રકૃતિની મલિનતા બળે છે અને ત્યાર બાદ પરમ તત્વ માં જગદંબાનું શાશ્વત સ્વરૂપ સાથે એક બને છે.

આથી જ વેદ કહે છે, શકિત પૂજન સ્વરૂપમાં સરાચર બ્રહ્માન્ડ રચયિતા પરામ્બિક-શકિત અમોને એવી શુદ્ધ બુદ્ધિ આપો માં દુર્ગા...! જે દ્વારા સંસારની પાખંડી ચાલમાં હંમેશા સત્યનું ચિંતન કરી શકું...!

આ માટે હે ! માં સર્વવ્યાપક અમારા બળને તિવ્રતા આપી, વિચારનું સર્જન કરો..! જે દ્વારા અમે તમારા બાળ સમાન સર્વ કલ્યાણકારી ભાવ ઉત્પન્ન કરી શકીએ અને તે દ્વારા માતૃશકિતની દિવ્યતા પ્રાપ્ત કરીને જીવનની ચૈતન્યતા શુદ્ધ કર્મ સાથે આગળ વધારી શકીએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:27 am IST)
  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST

  • અરવલ્લીના ડુંગર ઉપર આગ લાગી : મોડાસાના વાંટડા ગામે ડુંગર પર જાળીઓમાં આગ લાગી : આગને કાબુમાં લેવા પ્રયાસો access_time 6:10 pm IST