Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

આ સુવર્ણસૂત્ર સ્મરણમાં રહે કે આચારથી સત્તા પરિવર્તિત નહિ થાય, સત્તાથી જ આચાર પરિવર્તિત થાય છે. સમ્યક્જ્ઞાન, સમ્યક્ આચારનો મૂળ આધાર છે. તેથી જ હરિભદ્રે કહ્યું છે કે આત્મા અહિંસા છે અને આત્મા જ હિંસા છે, કારણ કે આત્માની અપ્રમત્તતાથી અહિંસા ફલિત જાય છે અને આત્માની પ્રમત્તતાથી હિંસા ફલિત જાય છ.ે

જા હું આત્મજાગૃત, અપ્રમત્ત, અમૂર્છિત છું, તો મારો જે વ્યવહાર છે ત ેઅહિંસા છે.

જો હું સ્વસ્થિત છું, સ્થિતપ્રજ્ઞ છું બ્રહ્મનિમજ્જિત છું, તો જીવન પરિધિ પર મારૃં પરિણમન છે તે અહિંસા છે. અહિંસા પ્રબુધ્ધ ચેતનાની જગત તલ ઉપર અભિવ્યંજના છ.ે

અહિંસા આનંદમાં પ્રતિષ્ઠિત ચૈતન્યના આનંદનું પ્રકાશન છે. જેમ દીવામાંથી પ્રકાશ ઝરે છે તેમ આનંદ ઉપલબ્ધ ચેતનાથી અહિંસા પ્રગટે છે. આ પ્રકાશન કોઇના નિમિત્ત વડે નથી, કોઇ માટે નથી, સહજ છે, સ્વયં છે એવો આનંદનો સ્વભાવ છે.

એક સાધુના ચરિત્રમાં મેં વાંચ્યું છે. કોઇએ તેને કહ્યું કે શેતાન પ્રત્યે ધૃણા કરવી જોઇએ સાધુએ પ્રત્યુત્તર આપ્યો, 'એ તો ઘણું કઠીન છે કારણ કે ધૃણા તો મારી અંદર રહી જ નથી. કેવળ પ્રેમ રહ્યો છે, શેતાન હોય કે ઇશ્વર હોય, પ્રેમ સિવાય આપવા માટે હવે મારી પાસે બીજું કઇ જ નથી. હું તો શેતાન અને ઇશ્વરમાં કદાચ અંતર પણ નહિ જોઇ શકું, કારણ કે પ્રેમની આંખને કયારેય શું અંતર દેખાય છ.ે?'

હું જયારે સાંભળુંં છું કે બીજા ઉપર દયા કરવી એ અહિંસા છે, ત્યારે સાચે જ હું ઘણો જ હેરાન થાઉ છું. અહંકાર કેવા કેવા માર્ગથી પોતાની તૃપ્તિ કરી લે છે ! અહંકારની આવિષ્કાર ક્ષમતા અદ્દભુત છે. વસ્તુતઃ અહિંસાનો કોઇથી કંઇ સંબંધ નથી. અહિંસા તો આત્મઉદ્દભુત પ્રકાશ છે. જેના પર તે પડે છે તેને જરૂર પ્રેમ અને કરૂણાનો અનુભવ થઇ શકે છે.

હું વીતરાગ પ્રેમને જ અહિંસા કહું છું.

હું અનુભવ કરૃં છું કે આપણે કેવળ સ્વરૂપને જ ચાહી શકીએ છીએ, જો આપણે આપણી ચાહનાને સમજી લઇએ તો આ ચાહનામાં સ્વરૂપ પ્રત્યે જવાનો સંકેત રહ્યો છે.

હું પ્રેમને ચાહું અર્થાત્ મારૃં સ્વરૂપ પ્રેમ છે.

હું આનંદને ચાહું છું અર્થાત્ મારૃં સ્વરૂપ આનંદ છે.

હું અમરત્વને ચાહું છું અર્થાત્ મારૂ સ્વરૂપ અમૃત છે.

હું પ્રભત્વને ચાહું છું અર્થાત્ મારૃં સ્વરૂપ પ્રભુ છે.

અને સ્મરણમાં રહે કે જે હું ચાહું છું, તે જ પ્રત્યેક ચાહે છે. આપણી ચાહના કેટલી સમાન છે ! શું આ સમાન ચાહના આપણા સ્વરૂપની ઉદ્દઘોષણા નથી ?

અહિંસા જીવનની ઘોષણા છે. પ્રેમ એ જીવન છે

અહિંસા શબ્દમાં હિંસાની નિષેધાત્મકતાનો નિષેધ (Negation of Negation) છે. આપણે જાણીએ છીએ કે નિષેધના નિષેધથી વિધાયકતા (Positivity) ફલિત થાય છ.ે કદાચ અહિંસા શબ્દમાં એ વિધાયકતા પ્રત્યે સંકેત છે. શબ્દનું ખોળિયું તો નિઃસાર છે. શબ્દની રાખની પાછળની જે જીવંત આગ છુપાયેલી છે તેને જણાવાની છે આ આગ પ્રેમની છે, અને પ્રેમ સર્જન છે. અપ્રેમને મેં વિધ્વંસ કહ્યો છે, પ્રેમને હું સર્જન કહું છું જીવનમાં પ્રેમ જ સૃજનનો સ્ત્રોત છે.

વિધાયકતા અને સર્જનાત્મકતાના અંતિમ સ્ત્રોત અને અભિવ્યકિતના કારણે જ ક્રાઇસ્ટ પ્રેમને પરમાત્મા અથવા પરમાત્માને પ્રેમ કહી શકે છે. સાચે જ સર્જનાત્મકતા (Creativity) માટે પ્રેમથી અધિકશ્રેષ્ઠ અને વિશેષ અભિવ્યંજક અભિવ્યકિત શોધવી કઠિન છે.

અહિંસાને જગાડવી એ સરિતા બનવું છે કેવળ હિંસાત્યાગમાં અટવાઇ જવું એ સરોવર બનવું છે. નકારની સાધના શ્રી, સૌંદર્ય અને પૂર્ણતામાં નહિ, કુરૂપતા અને વિકૃતિમાં લઇ જાય છે આ માર્ગ છોડવાનો છે, પ્રાપ્ત કરવા અને પરિપૂર્ણ થવાની નથી. જેમ કોઇ સ્વાસ્થ્યનો સાધક માત્ર બીમારીઓથી બચવાપણાને સ્વાસ્થ્ય સાધના સમજી લે એવી જ આ ભૂલ છે સ્વાસ્થ્ય બીમારીનો અભાવ માત્ર નહિ, પ્રાણશકિત (Vital Force) નું જાગરણ છે.બીમારીથી બચાવ મડદાનો પણ થઇ શકે છે. પણ તેન ેસ્વાસ્થ્ય નહિ આપી શકાય. બીમારીઓથી બચીને કોઇ જીવે એ એક વાત છે, સ્વાસ્થ્ય અને જીવન પ્રાપ્ત કરવું એ બીજી વાત છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:31 am IST)