Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

નોરતુ ૫ મુઃ યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

જ્ઞાન, વિદ્યા, બુદ્ધિના દેવી માતા સરસ્વતીજી

નવલી નવરાત્રીનો પાંચમો દિન માતા સરસ્વતીની પુજાનો છે. આદિને પૂજન કરનારે પવિત્ર થઇ વિધિ પ્રમાણે કળશ સ્થાપન કરી માતા સરસ્વતીજીનું આહવાન કરવું સાથે ગણપતિ પૂજન કરી, માતા સરસ્વતીજીનું પૂજન કરવું પૂજન માટે શ્વેત ચંદન, શ્વેત પુષ્પ, શ્વેત વસ્ત્ર અને નૈૈવેદ્યમાં પણ શ્વેત રંગવાળુ એટલે કે દુધ, દહિં, માખણ કે ધોળાધાન્યના પદાર્થો વગેરે લેવું.

શ્વેત વર્ણાવાળા મંદહસ્મવાળા અતિ મનોહર હાથમાં વિણા અને પુસ્તક ધારણ કરનારા એવા માતા સરસ્તવીજીને વંદન કરૃં છું માતાજીની પૂજા પ્રાર્થના સાથે ''શ્રી હીં સરસ્વત્યેસ્વાહા'' નો જપ કરવો આ અનુષ્ઠાન ઉતમ છે.

હે માતા ા જ્ઞાન, સ્મૃતિ, વિદ્યા, બોધશકિત વિકાસ પામતી બુદ્ધિ અમને આપો, આપ તો વિદ્યાાની અધિષ્ઠાત્રી બ્રહ્મ સ્વરૂપ પરમ જયોતિ સ્વરૂપ અને સનાતની દેવી છો. આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ.

માતા સરસ્વતી આપ નિર્મળ જ્ઞાન રૂપ મંગલ સ્વરૂપ ભ્રમનાશક  છો સર્વદેવોના ઇશ્વરી અને જેમનું સર્વ દેવોએ ચિંતન કર્યું છે.

સરસ્વતીજીનું કવચઃ- સર્વ તત્વોના જ્ઞાનમાં સર્વ કાર્ય સિદ્ધ કરવામાંં તથા કાવ્ય રચના માટે આ કવચનો વિનિયોગ છે.

''શ્રી હીં સરસ્વત્યે સ્વાહ'' મસ્તકનું ચારેબાજુથી રક્ષણ કરો 'શ્રી વાગ્ય દેવતા સ્વાહા' લલાટનું રક્ષણ કરો 'ઁ સરસ્વત્યે સ્વાહા' એ મંત્ર મારા કાનનુ 'ઁ શ્રી હીં ભગવત્યે સરસ્વત્યે સ્વાહા' નેત્રોનું અં શ્રી વાગ્યા દિત્યૈ સ્વાહા-નાસીકાનું, ઁ હીં વિદ્યા ધિષ્ઠાત દૈત્યૈ સવહા મારા હોઠોનું ઁ શ્રી હીં બ્રાહ્મે સ્વાહા.દાંતોનું, ઐ મારા કંઠનું, ઁ શ્રી હીં મારી ડોકનું 'શ્રી' મારી ખાદ્યનું ઁ હીં વિદ્યા વિષ્ઠાત દૈત્યે સ્વાહા-મારી છાતીનું 'હી' વિદ્યાદ્દિસ્વરૂપાયૈ સ્વાહા' મારી નાભિનું, હીં કલીં વાણ્યેસ્વાહા'' મારા હાથનું 'સર્પવણાત્યિકાપ સ્વાહા' મારા પગનું-વાગાધિષ્ટાત્ દૈવ્યે સ્વાહ ા આ મંત્ર સર્વદા રક્ષણ કરો.

આ સરસ્વતી કવચને વિશ્વજય નામનું બ્રહ્મસ્વરૂપ કવચ કહે છે.  પૂર્વે ગંધ માદન પર્વત પર ધર્મના મુખથી નારાયણે સાંભળેલ હતું.

આ કવચના પાંચ લાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. એમ મનાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:22 am IST)