Gujarati News

Gujarati News

News of Thursday, 25th October 2018

પ્રેમ પ્રિયતમાથી પરમાત્મા સુધીની સફર

પ્રેમમાં જ પરમાત્મા તમારાથી રાજી થાય છે. પ્રેમ તેની એકમાત્ર પ્રાર્થના છે માણસે બનાવેલી મૂર્તિઓની પૂજાથી કાંઇ નહીં થાય બહુ પૂજા થઇ ચૂકી, પ્રાર્થનાઓ બહુ થઇ ચુકી, કયાંય પહોંચ્યા નથી. હવે તો પરમાત્માના હૃદયમાં જ તેને શોધો. સૃષ્ટા ને શોધવો હોય તો તેની સૃષ્ટિમાં શોધો.

પ્રેમ તો એક અગ્નિ છે. પ્રેમની અગ્નિમાંથી પસાર થઇને, તમારામાં જે વ્યર્થ, તે બળી જાય છે. જે સાર્થક છે, તે બચી જાય છે. તમારી ભીતર જે-જે પાપ છે, તે ખોવાઇ જાય છે; જે જે પુણ્ય છે, તે બચી જાય છે. પ્રેમ અને પાપ વિપરીત હોવાં જોઇએ, ત્યારે જ પ્રેમજી પાપ મટી શકશે. જયારે પણ તમે પાપ કરો છો, ત્યારે પ્રેમ નથી હોતો. જો પ્રેમ હોય તો પાપ અસંભવ છે. પ્રેમ પ્રકાશ છે. પાપ માત્ર નકારાત્મક છે. તે માત્ર અભાવ છે.

પ્રેમ તો મનની મૃત્ય પર જ ઊભો રહે છે. અહંકારે મરવાનું હોય છે. હું-ભાવને મરવાનું હોય છે. પ્રેમનો પાયો જ અહંકારના મૃત્યુ પર રાખવામાં આવે છે અહંકારની રાખ પર જ પર પ્રેમનું મંદિર ઊભું થાય છ. જો સાહસ થઇ શકે, તો થઇ જવા દેવો એ અપૂર્વ ઘટાના. મન પાસે ઘણા તર્ક છે. પ્રેમ તર્ક નથી, પ્રેમ અતકર્ય છે.

મનુષ્ય પણ એટલો જ વિરાટ છે, જેટલો પરમાત્મા. પ્રેમ વગર આ વિરાટશાની ખબર નથી પડતી. પ્રેમ વગર આપણે નાના થઇ જઇએ છીએ પ્રેમની સાથે આપણે ફેલાઇએ છીએ. જેટલો મોટો પ્રેમ હોય છે, એટલો મોટો તમારો આત્મા હોય છે. જે દિવસે આ પુરું જગત, તમારા પ્રેમ-પાત્ર થઇ જશે; એ દિવસે તમારો આત્મા એટલો મોટો હશે.જેટલું મોટું આકાશ.

પ્રેમ ન તો વધારે થઇ શકે છે, અને ન ઓછો થઇ શકે છે. પ્રેમ હોય છે અથવા નથી હોતો. પ્રેમ તો ગુણ છે. તેને માપી નથી શકાતો. પ્રેમના નામે જે કાંઇ જાણીએ છીએ, તે પ્રેમ ન હોઇ શકે. કારણ કે પ્રેમની કોઇ માત્રા નથી હોતી  પ્રેમ અથવા તો તમને ચારેય તરફથી ઘેરી લે છે, તમને પૂર્ણ રૂપે ભરી દે છે, અથવા પ્રેમ પૂર્ણરૂપે તિરોહિત થઇ જાય છે, હોતો જ નથી. પ્રેમ એક સંપૂર્ણતા છે. પ્રેમ અવિભાજય હોય છે.

પ્રેમમાં રાગ હોય, તો પ્રેમ નર્ક બની જશે. પ્રેમમાં આસકિત હોય, તો પ્રેમ કારગૃહ બની જશે. પ્રેમરાગ શૂન્ય હોય, તો સ્વર્ગ બની જશે. પ્રેમ આસકિત મુકત હોય, તો પ્રેમ જ પરમાત્મા છે. પ્રેમ જયારે નિર્મળ હોય છે, નિર્દોષ હોય છે, નિરાકાર હોય છે; ત્યારે તમે પ્રેમમાં ફકત આપો છો, માગતા નથી; ત્યારે પ્રેમ સમ્રાટ હોય છે, ત્યારે તમે આનંદિત હો છો, કારણ કે કોઇએ તમારો પ્રેમ સ્વીકાર કર્યો; ત્યારે તમે પ્રેમનો સોદો નથી કરતા, ત્યારે તમે બદલામાં કાંઇ નથી માગતા; ત્યારે તમે પ્રેમના પક્ષીને મુકત કરી દો છો. પ્રેમે પાડયા પણ છે, ઊભા પણ કર્યા છે. નિર્ભર છે ક ેતમે પ્રેમ સાથે કેવો વ્યવહાર કર્યો છે ! એટલે પ્રેમ સમજી ન શકાય તેવો શબ્દ છે.તેની આ તરફ દુઃખ છે, પેલી તરફ આનંદ છે, તેની આ તરફ સંસાર છે, પેલી તરફ મોક્ષ છે.

તને જેને પ્રેમ કર્યો, તેના પર માલિકીયત કરી છે, તો તમે પ્રેમની હત્યા કરી દીધી. તમે મહાપાપ કર્યું છે આનાથી મોટું કોઇ પાપ નથી. પ્રેમની હત્યાની મોટી કોઇ હત્યા નથી. પ્રેમની હત્યા અંતતઃ પરમાત્માની હત્યા છે. પ્રેમથી જ તો પરમાત્માના સૂત્ર મળે છે. પ્રેમ પાઠશાળા છે પરમાત્માની પ્રેમ અખંડનું દર્શન છે. અખંડના દર્શન માટે, તમારે મૌ હોવું જરૂરી છે. જો પરમાત્માને જાણવો છે, તો પરમાત્મા જેવા થવું પડશે. પ્રેમમાં વ્યકિત પરમાત્મા જ રહે છે- ચારે તરફ લહેરો ખોવાઇ જાય છે. સાગર જ શેષ રહે છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:36 am IST)