Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

પવિત્ર શ્રાવણ માસ

આત્મ સાક્ષાત્કાર કરો

ઓમ પરમસુખના દ્વાર ખોલી શકે

ઇર્ષા એક છાની આગછે. એને બુઝાવી નહી દો તો વ્યકિતના દાંપત્ય જીવનને ભીતરમાંથી ભસ્મીભૂત કરી દેછે.

માટેજ ગૃહ જીવનમાં માધુરી ઇચ્છનારે એનાથી છુટવુ જોઇએ.

ઇર્ષા હોય ત્યાં દ્વેષ આવે રોષ આવે, પણ પ્રેમ સંભવે નહી.

ઇર્ષા હોય ત્યાં અપ્રમાણિકતા, અને અવિશ્વાસ પણ આવે...! જે ગૃહ જીવનને છિન્ન ભિન્ન કરી દે. તેથી જ દાંપત્યજીવનમાંથી તો ખાસ ઇર્ષાની આગને ઓલવી દેવીજ જોઇએ.

બધાજ જીવોને ચાહો, આત્મભાવથી બધાની સેવા કરો. અહમ્નો નાશ કરો. ગમા-અણગમાને દૂર કરો આત્માનો સાક્ષાત્કાર કરો આ સાચા ધર્મનો સાર છે.

અહમ્ એ માનવની ખૂબ ભયજનક નબળાઇ છે. તે આધ્યાત્મિકતાનું પતન કરેછે અહમ્ને લીધે વ્યકિત એમ માને છે કે, દરેક વસ્તુ પોતે જ કરે છે. અને તે અભિમાની બની જાય છે જે ક્ષણે અહમ્ થાય છ.ે કે તુરત દિવ્યશકિત અટકી જાય છે. માટે અહમ્ને દુર કરો

એક વાત તો નકકી જ છે, જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. માટે જીવન પર કેટલો ભરોસો રાખવો....! માત્ર ઇશ્વર - સાક્ષાત્કાર જ અમર અને સુખી બનાવે છે. આ માટે પવિત્રતા ભકિત, અને ધ્યાન દ્વારા ઇશ્વર સાક્ષાત્કાર પામી શકાય. આત્મ સાક્ષાત્કાર બધા પ્રયત્નોનું અંતિમ લક્ષ છે. ધ્યાન, યોગ, સાધનામાં સાચા હોઇએ તો આત્મ સાક્ષાત્કારને આંખના પલકારામાં પામી શકાય છે.

એક તો કોઇથી ગભરાવું નહી, એક લક્ષ્ય નકકી કરીને તે પ્રાપ્ત કરવા માટે આગળ વધો પાછા વળીને જોશો નહી. આખરે તો જીવનનું લક્ષ આત્મ સાક્ષાત્કાર જ છે. જીવનના બધા ભોગો ખોટા છે. ફકત અનંત જ સાચું છ.ે આ અનંતનો સાક્ષાત્કાર કરો અને પરમસુખ પ્રાપ્ત કરો.

ઓમ, ઓમ, ના સતત રટણ સાથે બ્રહ્મ અને શાશ્વત સાથે સમરૂપ બંનો ઋષિ બનો.

મહેનતુ, સાવધાન અને દ્રઢ બનો, બહાદુર, આનંદી અને નમ્ર બનીને પોતાના ગુરૂની વફાદારી જાળવીએ જીવનમાં સરળ અને પરોપકારી બનીને ધ્યાન કરવામાં સતત નિયમિત રહીને આધ્યાત્મિક વિજય હાંસલ કરી શકાય છે.

જીવનમાં દુઃખ આવે તો ગભરાવું નહી. દુઃખ આપણું દુશ્મન નથી તે ઇશ્વરનો સંદેશ વાહક છે, આંખ ઉઘાડનાર છે. અને વ્યકિતનો મુક ગુરૂ પણ છે. દુઃખને લીધે હૃદયમાં દયા અને વૈરાગ્ય જાગે છે. અને હૃદયનો, સહનશીલતાનો વ્યાય વધારે છે. વળી વ્યકિતના મનને પ્રભુ પ્રત્યે વાળે છે.

માટે ઓમ એક અવિનાશી ચાવી છે. તેનાથી પરમસુખના દ્વાર ખુલી શકે છે.સત્ય એક કેન્દ્ર આદર્શ અને લક્ષ્ય છે.  આસત્યનો સાક્ષાત્કાર કરો. સત્ય એક અસ્તિત્વ છે, પરમસુખ અને કેવળ જ્ઞાન છે. આત્મા, બ્રહ્મ અમરાત્મા સત્ય છે. હૃદયમાં  સત્યનું સ્થાન છે.

સાચા અને નેકદિલ ઇન્સાન બનીને ઓમનો જપ કરો જય ઘોષ કરો ધ્યાન ધરો અને ઓમમાં સ્થિર થઇને પરમતત્વને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનીએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:08 am IST)