Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

નિયંત્રણ

''જીવન તમારા નિયંત્રણ બહાર છેતમે તેને માણી શકો પરંતુ નિયંત્રીત ના કરી શકો. તમે તેને જીવી શકો પરંતુ નિયંત્રીત ના કરી શકો. તમે તેને નચાવી શકો પરંતુ નિયંત્રીત ન કરી સકો''

સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે હુ શ્વાસ લઉ છુ પરંતુ તે સત્ય નથી. જીવન આપણી અંદર શ્વાસ લેછે. પરંતુ આપણે આપણી જાતને કર્તા સમજીએ છીએ અને તેનાથી જ મુશ્કેલી ઉભી થાય છે. એકવાર તમે નિયંત્રીત કરવાની કોશીષ કરો છો, ખૂબ જ નિયંત્રીત, તો તમે જીવનને તમારી અંદર ધબકવા દેતા નથી તમારી ઘણી બધી શરતો છે અને જીવન એકય શરતને પુરી ના કરી શકે.

જીવન તમારી અંદર ત્યારે જ શકય બને જ્યારે તમે કોઇપણ શરત વગર તેને સ્વીકારો જ્યારે તમે તેને કોઇપણ રૂપમા આવકારવા માટે તૈયાર રહો પરંતુ જે વ્યકિત ખૂબજ નિયંત્રણ સાથે જીવે છે તે જીવન પાસે અમુક સ્વરૂપમા, અમુક શરતો પુરી કરવાની અપેક્ષા રાખે છે.અને જીવનને તેની કોઇ જ પરવા નથી.

નિયંત્રણની કેદમાંથી તમે જેટલા જલ્દી મુકત થઇ જાવ તેટલું સારૂ કારણે કે બધા જ નિયંત્રણો મનના છે. અને તમે મન કરતા મોટા છો એક નાનો ભાગ તમારા ઉપર રાજ કરવાની કોશીષ કરે છે. જીવન આગળ વધતુ જ રહે છે અને તમે પાછળ રહી જાવ છો અને પછી તમે દુઃખી થાવ છો મનનો તર્ક એવુ કહે છે ''જોયુ, તે બરાબર નિયંત્રણના કર્યુ તેથી તુ ચુકી ગયો હવે વધારે નિયંત્રણ કર.''

સત્ય તેનાથી ઉલ્ટુ છે લોકો વધારે નિયંત્રણને લીધે ઘણી બધી વસ્તુઓ ચુકી જાય છે. જંગલી નદીની જેમ રહો, અને તમે કયારેય સ્વપ્ન પણના જોયુ હોય, વિચાર્યુ પણ ના હોય, આશા પણ ના રાખી હોય તેનાથી પણ વધારે તમારી નજીકમાં જ ઉપ્લબ્ધ છે. પરંતુ તમારા હાથ ખોલો, મુઠ્ઠીઓ વાળીને જીવન ના જીવો હાથ ખુલ્લા કરો. સંપૂર્ણ આકાશ ઉપલબ્ધ છેૃ, ઓછાથી ઠરીઠામ ના થાઓ.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:43 am IST)