Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

શ્રાવણ સત્સંગ

મહાદેવજી પાંડવોની કસોટી કરતા રહ્યાં

ભવઃ શર્વ : રુદ્ર : પશુપતિઃ ઈશાનઃ સહમહાન તથા ભીમ ઉગ્રઃ મળી બનતુ નામાષ્ટક મહાન વસે નામે નામે શ્રુતિ પણ મહાદેવઃ તુજ એ નમસ્કારો મારા શરણરૂપઃ પ્રેમાસ્પદ તને ,

મહાદેવજી કસોટી કરતા હોય તેમ દર્શન આપતા નથી પાંડવો ફરતાં ફરતાં ગુપ્તકાશી પાસે આવે છે.આ સ્થળે સહદેવ અને નકુલ ને એક વિચિત્ર પ્રકારનો બળદ નજરે પડે છે આથી તેને પકડવા તેની પાછળ દોડે છે પાંડવો બળદ રૂપે રહેલા ભોળાનાથને ઓળખી લે છે.આથી મહાદેવજી ભૂગર્ભમાં જતા રહે છે પરંતુ પાંડવોમાં ભીમ તેમની પીઠ નીખુંદ ને પકડી પાડે છે

બળદની પીઠનો ખૂંધ નો ભાગ જે સ્થળે દેખાયો તે કેદારનાથ હાથ દેખાયા તે તુંગનાથ ચહેરો દેખાયો તે રુદ્રનાથ પેટનો ભાગ દેખાયો તે  મહદ્ર મહેશ્વર અને વાળ દેખાયા તે સ્થળ એટલે કલ્પેશ્વર

બળદના સ્વરૂપે રહેલા મહાદેવજી અને ભીમ વચ્ચે જે ખેંચાખેંચ ચાલી તેમાં બળદનો નો ભાગ નેપાળમાં થી નીકળ્યો જેને આપણે પશુપતિ નાથ તરીકે જાણીએ છીએ

આપણા દેશના ૧૨ મુખ્ય જયોતિર્લિંગ સૌથી વધુ ઊંચાઈએ આવેલા જયોતિર્લિંગ કેદારનાથ છે કેદારનાથને કેદારેશ્વર પણ કહે છે

યમુનોત્રી, ગંગોત્રી ,બદ્રીનાથ અને કેદારનાથ ની પ્રખ્યાત ચારધામ ની યાત્રા ધામનું એક કેદારનાથ ભકતોની આસ્થાનું પ્રતિક છે કેદારનાથનું મંદિર વર્ષમાં છ માસ ખુલ્લું રહે છે અને બાકીના છ માસ બરફથી ઢંકાયેલો રહે છે કેદારનાથ મંદિરના કપાટ દર વર્ષે અખાત્રીજના દિવસે ખૂલે છે અને ભાઈબીજના દિને મંદિરના કપાટ બંધ થાય છે ને મે અને સપ્ટેમ્બર-ઓકટોબરમાં શ્રદ્ઘાળું ભકતજનોનો અહીં દ્યસારો રહે છે જુનના બીજા સપ્તાહથી ઓગસ્ટ સુધીમાં વરસાદને લીધે યાત્રિકોની સંખ્યા ઓછી રહે છે જયારે મંદિરના કપાટ બંધ થાય છે ત્યારે મહાદેવજીની મૂર્તિને ધામધૂમથી પાલખી ઉખીયઠમાં આવેલ ઓમકારેશ્વર મંદિરમાં લઈ જવામાં આવે છે શિયાળામાં કેદારનાથજી ની પૂજા ઉખી મઠમાં થાય છે

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:30 am IST)