Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

કેન્દ્રીત થવુ

''ભટકી જવુ અને કેન્દ્રીત રહેવું, તે બંને વચ્ચે વિવાદ ઉત્પન ના કરો. જો તમે ભટકી જવાથી ડરશો તો વધારે શકયતા છે કે તમે ભટકી જશો. જેને પણ તમે દબાવવાની કોશીષ કરો છો, તે મહત્વપૂર્ણ બની જાય છે.''

જેને પણ તમે અસ્વીકાર કરો છો તે વધારે આકર્ષક બની જાય છે. તેવી ભટકી જવાની નિંદા ના કરો હકિકતમાં તેની સાથે જાઓ. જો તે થાય છે તો તેને થવા દો, તેમાં કઇ જ ખોટુ નથી. તેમા જરૂરથી કઇક રહેલું છે અને તેથી જ તે થઇ રહ્યું છે. કયારેક ભટકી જવુ પણ સારૂ છે.

જેવ્યકિત ખરેખર કેન્દ્રિત બનીને રહેવા માગે છે તેને-કેન્દ્રીત રહેવા માટે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે તેની ચીંતા કરો છો તો ચિંતા કયારેય તમને કેન્દ્રીત રહેવા નહી દે., તમારે ચિંતા મુકત મનની જરૂર છે. ભટકી જવુ સારૂ છે તેમાં કઇ જ ખોટુ નથી.

અસ્તીત્વ સાથે લડવાનું બંધ કરો બધા જ વિવાદ અને લડાઇના વિચાર અટકાવી દો-- સમર્પણ કરો. અને જયારે તમે સમર્પણ કરો છો, તમે શુ કરી શકો છો ? જો મને ભટકે છે. તે તે થવા દો જો તે ભટકતું નથી તો તે પણ સ્વીકાર્ય છે. કોઇક વખત તમે કેન્દ્રીત હશો અને કોઇક વખત નહી હોવ. પરંતુ ખૂબજ ઉંડાણમાં તમે હમેશા કેન્દ્રીત જ રહેશો કારણ કે ત્યાં કોઇ ચિંતા નથી. નહીતર બધુ જ ચિંતા યુકત બની જશે. તો ભટકી જવુ એક પાપ બની જશે-- અને ફરીથી સમસ્યા ઉભી થશે.

તમારી અંદર કયારેય દ્વંંદ ઉત્પન્ન ના થવા દો જો તમે હંમેશા સાચા બનવાનું જ નકકી કરશો તો ખોટા બનવાનું આકર્ષણ ઉત્પન્ન થશે. જો તમે અહીંસક બનવાનું નકકી કરશો તો હિંસા પાપ બની જશે. જો તમે બ્રહ્મચારી બનવાનું નકકી કરશો તો સેકસ પાપ બની જશે તો તમે કેન્દ્રીત રહેવાની કોશીષ કરશો તો ભટકી જવુ પાપ બની જશે-- આવી રીતે જબધા ધર્મ જડ બની ગયા છે. ભટકી જવાને સ્વીકારો, તેમાં કઇ જ ખોટુ નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:25 am IST)