Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

સ્વસ્થ, નિરોગી રહેવું છે ?

આહાર સંયમ, પરિશ્રમ, અપનાવી પ્રસન્ન રહો...! સંતોષભર્યુ પ્રસન્ન જીવન પરમાત્માનું વરદાન

આત્મ કલ્યાણ માટે કરાયેલો થોડો પણ પુરૂષાર્થ સ્વસ્થ જીવન માટે એક સંજીવની જેવું કામ કરે છે આત્મ ચિંતન અને પ્રભુ ભજન માટે થોડો સમય પણ ફાળવવાથી જીવનમાં એક નવી આશા અને શકિતનો સંચાર થાય છે. એનાથી પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે વિશ્વાસ વધે છે.

આજે મોટે ભાગે વિકૃત જીવન શૈલીને લીધે જ વિકૃતિઓ અને શારિરીક રોગ પરેશાન કરે છે. ડાયાબીટીઝ, હાઇ બી.પી. હૃદય રોગ, મેદસ્વિતા, વગેરે રોગો વધી રહ્યા છે.

આજની ભાગદોડવાળી જિંદગીમાં વ્યકિત જો થોડી સાવધાની રાખે અને નિયમો તથા સંયમનું પાલન કરે તો આ બધા જ રોગો અને વિકારોથી બચી શકાય.

શારિરીક સ્વાસ્થનો આધાર છે. સંયમ, અસ્વસ્થતા અને રોગોનું મુખ્ય કારણ અસંયમ છે. મનની રોગ પ્રતિકારક શકિત ઘટે છે.

આહારનો સંયમ

સ્વસ્થ રહેવા માટે સૌ પ્રથમ આહારનો સંયમ રાખવો જોઇએ. તેના પર દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. આખો દિ કંઇને કંઇ ખાતા રહે પેટ ભરાઇ ગયું હોય છતાં ખાતા રહીએ છીએ. પરંતુ આપણાં શરિરને કેટલો અને કેવો ખોરાક આપવો જોઇએ શરિરની પ્રકૃતિ કેવી છે. ખોરાકની ગુણવતા કેવી છે. તે બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

આપણાં ખોરાકનો આધાર આપણાં શારિરીક શ્રમ પર રહેલો છે. વાડી-ખેતરમાં ે પછી બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા કામદારો, તેમજ આખો દિવસ ખુરશીમાં બેસીને કામ કરનાર વ્યકિતના ખોરાકમાં અંતર હોવું જોઇએ. અને સાધુ-સંતો, સાધકોને તો અડધુ ભોજન કરવાનું કહેવાય છે કે જેથી પેટ ભારે લાગે નહી, અને આળસ પણ આવે નહીં.

વિશેષમાં જયારે સખ્ત ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવુ જોઇએ.

ભૂખ લાગ્યા વગર ભોજન કરવાથી તે પચતુ નથી અને પેટમાં સડો કરે છે.

ભોજન ખુબ ચાવીને ખાવુ જેથી દાંતનું કામ આંતરડાએ કરવું પડે નહીં.

ઉતાવળે ભોજન કરવાથી પેટ ઉપર ખૂબ ભાર પડે છે. પેટને તે પચાવવા માટે ખુબ શ્રમ કરવો પડે છે.

ભોજન સુપાચ્ય, ઋતુને અનુકુળ, સાત્વિક અને શાકાહારી હોવું જોઇએ.

વ્યકિતની પ્રકૃતિને અનુરૂપ દેશ, કાળ, પરિસ્થિતિ અને કાર્ય શૈલીને અનુરૂપ તેમાં ફેરફાર કરવા જોઇએ.

અડધુ પેટ ભોજનથી પા ભાગનું પેટ પાણીથી ભરવુ અને પા ભાગનું પેટ ખાલી રાખવુ સાધના કામ દરમ્યાન વ્યકિતએ આ બાબત ધ્યાનમાં રાખવી.

જયારે મન શાંત અને પ્રસન્ન હોય ત્યારે જ ભોજન કરવુ જોઇએ. વ્યકિત કોઇ તણાવ, ક્રોધ, કે પછી ચિંતાગ્રસ્ત મનઃ સ્થિતિમાં હોય તો ભોજન કરવાથી શરિરમાં ઝેરી રસાયણ પેદા થાય છે. આને લીધે પાચન ક્રિયા પર અસર પડે છે. અને પાચન ક્રિયા બગડે છે સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થાય છે.

શાંત અને પ્રસન્ન અવસ્થામાં પાચનતંત્ર ખૂબ સક્રિય રહે છે.

ખુબ પરિશ્રમ કરો

સંયમની સાથે સાથે કામ કરવો અતિ જરૂરી છે. શ્રમ કરવામાં આવે નહી તો ભોજનમાં રહેલી કેલેરીનો સંગ્રહ થતો રહે, એને લીધે શરિરમાં મેદ વધે છે. અને શરિરમાં રોગને આમંત્રણ મળે છે. માટે દરરોજ વ્યાયામ અને યોગાસનો કરવાથી શ્રમની આવશ્યકતા પુરી કરી શકાય.

વહેલી સવારે ચાલવા નજેવું અત્યંત લાભદાયક છે. સવારથી શુધ્ધ હવામાં ઉંડા શ્વાસ લેવાથી શરિર તથા મગજમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. હળવો વ્યાયામ, આસન વગેરે અર્ધોથી પોણો કલાક કરવા જોઇએ.

ભોજન અને શ્રમની સાથે વિશ્રામ કરવો પણ જરૂરી છે. વિશ્રામ માટે ગાઢ નિંદ્રા જરૂરી છે. ઉંઘ થાકેલા તન-મન માટે એક ટોનીકનું કામ કરે છે. થોડીવાર માટે પણ ગાઢ ઉંઘ આવી જાય તો તેનાથી 'તાજગીનો અનુભવ' થાય છે. દરરોજ છ થી સાત કલાકની ઉંધ જરૂરી છે. જરૂર કરતાં વધુ ઉંધ હાનીકારક છે. બપોરે ભોજન પછી પંદર મીનીટ ડાબે પડખે વિશ્રામ કરવો જોઇએ.

પ્રસન્ન રહો

જીવનમાં સ્વસ્થ રહેવા માટે મનને શાંત તથા પ્રસન્ન રાખવું જરૂરી છે. ચિંતાગ્રસ્ત અને દુઃખી તથા હેરાન - પરેશાન વ્યકિત ગમે તેટલો સારો ખોરાક ખાય છતાં તે તંદુરસ્ત રહી શકશે નહીં.

જયારે પ્રસન્ન ચિત્ત વ્યકિત લુખુસુકુ ખાઇને પણ નિરોગી રહે છે બળવાન રહે છે.

આ માટે સાદુ જીવન, ઉચ્ચ વિચારનો સિધ્ધાંત ખૂબ ઉપયોગી છે. સંતોષભર્યુ પ્રસન્ન જીવન પરમકૃપાળુ પરમાત્માનું વરદાન છે.

મોટા ભાગની ચિંતા તથા તણાવ તો અસ્તવ્યસ્ત, દિનચર્યાને કારણે થાય. એ દિનચર્યા વ્યવસ્થિત હોય તો જીવન લયબધ્ધ બને છે. એના લીધે માનસીક તણાવ થતાં નથી. તણાવને લીધે ઘણાં રોગ થાય છે જયારે તણાવમુકત રહેવાથી વ્યકિત સ્વસ્થ રહે છે.

કુદરતના ખોળે જવાથી અત્યંત લાભ થાય છે. પ્રકૃતિનો સંગ લાભકારી છે. શાંત, શીતળ અને સ્વચ્છ કુદરતી વાતાવરણ સ્વાસ્થ્ય જાળવવામાં અત્યંત ઉપયોગ છે. શુધ્ધ પ્રાણદાયક વાયુ, અને શાંતિને કારણે જીવનમાં એક નાડી સ્ફુર્તિનો સંચાર થાય છે માટે જ જંગલ, ખેતર, પર્વત ખીલ નદી, સરોવર, વગેરેનો અવારનવાર પ્રવાસ કરતા રહેવું જેથી ઉત્તમ વાતાવરણ મળી જાય.

પુરૂષાર્થ દ્વારા સ્વસ્થ જીવન જીવવા માટે સંજીવનું કામ કરે છે. જીવનમાં એક નવી આશા અને શકિતનો સંચાર થાય છે.

સુખી, સંતુષ્ટ અને સફળ જીવનનો આધાર નિરોગ કાયા છે. જો શરિર સ્વસ્થ ન હોય તો સાંસારિક સુખ મળતું નથી, પ્રગતિ કરી શકાતી નથી. આત્મિક વિકાસ પણ થતો નથી.

જો સ્વસ્થ શરિર હોય તો જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરૂષાર્થને સાધી શકાય છે. એટલે કે બધા કર્તવ્યોને પુરા કરવાનું સાધન શરીર છે. આથી તેનું ધ્યાન રાખવું તે આપણું પહેલું કર્તવ્ય છે.

જો વ્યકિત જીભ અને આહાર પર નિયંત્રણ કે સંયમ રાખે તો તેના જીવનમાં ભાગ્યે જ કોઇ બિમારી આવશે જીભ અને મન પર અંકુશ રાખવો પડશે. સમસ્ત માનવ જાતી માટે આ ઉપયોગી છે.

માનવીએ પોતાની રોજીંદી જરૂરીયાતો પુરી કરવા માટે શકિત મેળવવી પડેે. અને તેનું સંરક્ષણ કરવું પડે.  આ માટે પોષણશ્રમ આહાર લેવો આવશ્યક. છે. પોષણ આહાર મળે નહી તો શરિરમાં નબળાઇ આવે. રોગોનો સામનો કરવાની શકિત ઘટી જાય. જો માનવી જીભ અને આહાર પર સંયમ રાખે તો તેના જીવનમાં ભાગ્યે જ બીમારી આવે... અઠવાડીયામાં એકાદ દિવસ જો શકય હોય તો ઉપવાસ કરવો. પણ જરૂરી બને છે.

-દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(11:50 am IST)
  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST

  • દિલ્હી સરકારની ઓટો ચાલકોને મોટી ભેટ ;જીપીએસ ફી અને ફિટનેસ ફી માફ :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત ;નવો ફેરફાર પહેલી સપ્ટેમ્બરથી થશે લાગુ access_time 1:11 am IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST