Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

પ્રયોગ

''હમેશા ખુલ્લા અને પ્રયોગાત્મક રહો. એ રસ્તા ઉપર ચાલવા માટેતૈયાર રહો,જેના ઉપર તમે પહેલા કયારેય ચાલ્યા નથી. કોને ખબર છે? તે કામનોપણ સાબીત થઇ શકે છે તે નકામાં સાબીત થાય તો પણ તે એક અનુભવ બની જશે.''

એડીશન એક પ્રયોગ ઉપર લગભગ ત્રણ વર્ષથી કામ કરી રહ્યા હતા અને તેઓ સાતસો વખત નિષ્ફળ થઇ ચુકયા હતા. તેના બધા જ સાથીદારો અને વિદ્યાર્થીઓ નાસીપાસ થઇ ચુકયા હતા. દરેક સવારે તેઓ ખૂશ થઇને અને ખૂબજ ઉત્સાહમા પ્રયોગશાળામાં આવતા અને ફરીથી કામ શરૂ કરતા હદ થઇ ગઇ, સાતસો પ્રયોગ અને ત્રણ વર્ષ ખરાબ થઇ ગયા ! લગભગ બધા લોકો ચોક્કસ હતા કે આ પ્રયોગમાંથી કઇ મળવાનું નથી. આખો પ્રયોગ નકામો લાગતો હતો. ફકત એક ધુન હતી.

તેઓ બધા એકઠા થયા અને એડીશનને કહ્યું ''આપણે સાતસો વખત નિષ્ફળ ગયા છીએ. આપણને કઇ જ મળ્યું નથી. હવે આપણે અટકી જવુ જોઇએ.''

એડીશન ખડખડાટ હસે છે.તેણે કહ્યું ''તમે શું કહો છો, નિષ્ફળતા ? આપણે એ જાણવામા સફળ થયા છીએ કેઆ સાતસો પધ્ધતિઓ કામ નહી કરે આપણે દરરોજ સત્યની વધારે અને વધારે નજીક આવી રહ્યા છેએ ! જો આપણે આ સાતસો દરવાજાને તપસ્યાના હોત તો આપણી પાસે જાણવાની કોઇ રસ્તો જ ના હોત પરંતુ આપણે ચોકકસ છીએ કે સાતસો દરવાજા ખોટા છે આ ખૂબજ મોટી ઉપ્લબ્ધી છે!''

આ એક વૈજ્ઞાનિક અભીગમ છે જો તમે એવુ નકકી કરી શકો કે તે ખોટુ છે તમે સત્યની વધારે નજીક આવો છો સત્ય બજારમાં ઉપ્લબ્ધ નથી કે તમે જઇને ખરીદી શકો તે તૈયાર ઉપ્લબ્ધ નથી. તમારે પ્રયોગો કરવા જ પડશે તેથી હમેશા પ્રયોગાત્મક બની રહો. એવુ કયારેય નહી વિચારો કે તમે જે કઇપણ કરો એ સંપૂર્ણ જ હોય. તે કયારેય સંપૂર્ણ નહી હોય. હમેશા તેમા સુધાર થવાની શકયતા રહેશે. તેને વધારે સંપૂર્ણ બનાવવાની શકયતા હમેશા રહેશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:33 am IST)