Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2017


ગામના ચોરાથી બજેટની વાતો આવનાર ચૂંટણીલક્ષી બજેટમાં રાહતો મળે તેવી અપેક્ષા રાખતા કરદાતા

આપણે સૌ જાણીએ છીએ કે બજેટ એટલે કે સરકારી આવક તથા ખર્ચના અંદાજીત આંકડાઓ જેમાં સરકાર દ્વારા ડાયરેકટ તથા ઈનડાયરેકટ ટેક્ષ દ્વારા થતી આવક તેમજ સરકારી મહેસુલી આવક થતી કુલ અપેક્ષિત આવકનો સરવાળો. જ્યારે ખર્ચમાં સંરક્ષણ ખર્ચ, ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ અનેક જાતની ગરીબોના હાથમાં મળે તેવી રાહતોનો ખર્ચનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે વેપારીઓના અંદાજપત્રમાં ખર્ચ કરતા આવક એટલે કે નફાની જોગવાઈઓ હોય છે. જ્યારે સરકારી અંદાજપત્રમાં આવક કરતા ખર્ચ ૩ ટકાથી ૩.૫ ટકા વધુ હોય છે. જેને મહેસુલી બાદ ગણવામાં આવે છે. જેમ બાદ વધુ તેમ બજેટ ખરાબ કારણ કે સરકારી આવક કરતા ખર્ચાઓ વધુ છે. તે બીજા વર્ષે ખેંચાતા આવે છે અને બાદ વધતી જાય.

ભાજપ સરકાર આવ્યા બાદ 'અચ્છે દિન આયેંગે'ના નારા લગાવી ચૂંટણીમાં બહુમતી મેળવી પણ ગરીબી સ્તરની નીચે જીવતા લોકોને અચ્છે દિન હજુ સુધી દેખાયા નથી. જો કે સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, જનધન યોજના, વ્યાજ રાહત તથા વ્યાજ માફી યોજના ખેડૂતો માટે કરી, નીચલા સ્તરના લોકોને રાહત આપવા અનેક પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ તે હજુ ઘણા અધુરા છે. તેમા હજુ વધુને વધુ પ્રયત્નો કરવાની અપેક્ષામાં ગરીબી દૂર કરવા પડશે.

૨૦૧૭-૧૮નુ બજેટ સરકાર માટે પરીક્ષારૂપ છે, કારણ કે પાંચ રાજ્યોના ઈલેકશન તેમજ નોટબંધી અને મોંઘવારીથી સામાન્ય તથા ગામડાના લોકો ખૂબ પરેશાન થયા છે. તેઓનો ફરીથી આત્મવિશ્વાસ જીતવા સરકારે બજેટમાં સામાન્ય તથા ગરીબ માણસોના રાહતની યોજનાઓ બહાર પાડી તેમના મન જીવતા પડશે.

અંદાજપત્રમાં સીધા કરવેરામાં ડાયરેકટ ટેક્ષ એટલે કે ઈન્કમટેક્ષ આવે છે, જ્યારે ઈનડાયરેકટ ટેક્ષ જેમાં સર્વિસ ટેક્ષ સેન્ટ્રલ એકસાઈઝ ડયુટી, કસ્ટમ ડયુટી, સેન્ટ્રલ સેલ્સટેક્ષ ડયુટી વેર, લકઝરી ટેક્ષ, એન્ટરટેઈનમેન્ટ ટેક્ષ વગેરે આવે છે. સીધા કરવેરાથી લોકોના ખીસ્સામાંથી સીધા પૈસા ભરવાનો વારો આવવાથી તેઓને ખ્યાલ આવે છે. જ્યારે પરોક્ષ એટલે કે ઈનડાયરેકટ ટેક્ષથી લોકોને ટેક્ષ અંગે ખાસ ખ્યાલ આવતો નથી. તેઓ ચાલતી પડતર માને છે. હવે ચાલુ વર્ષમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ જે ૧ લી એપ્રિલ ૨૦૧૭થી અમલમાં આવવાનો હતો અને તેથી બધા જ ઈનડાયરેકટ ટેક્ષો નીકળી જવાની અપેક્ષા હતી તે હવે કયારે અમલમાં આવશે તે નિશ્ચિત નથી. કદાચ ૧ લી જુલાઈ અથવા ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૭થી અમલમાં આવે તેવી ધારણા છે.

આ બજેટમાં ઈનડાયરેકટ ટેક્ષમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે તેવી અપેક્ષા છે. જેથી જીએસટીના કાયદામાં તેની અસર ઓછી દર્શાય તેમા ખાસ કરીને સર્વિસ ટેક્ષ, એન્ટરટેઈનમેન્ટ ટેક્ષ લકઝરી ટેક્ષ તથા તમાકુ તથા દારૂની ઉત્પાદન ઉપર ટેક્ષ વધુ નખાય. તેની સામે ડાયરેકટ ટેક્ષ જે જીએસટી આવ્યા બાદ તેમા કોઈ અક્ષર થવાની નથી તેમા થોડી ઘણી રાહતો આપી, લોકોને નોટબંધીથી થયેલી મુશ્કેલીના રાહતરૂપે ફાયદાઓ આપશે. જેમા ખાસ કરીને લોકોને અપેક્ષા નીચે મુજબ છે.

બજેટમાં અટપટી અપેક્ષા...

સીધા કરવેરામાં ફેરફારની અપેક્ષા

(૧) આવક વેરા કરમુકત આવક અત્યારે રૂ. ૨,૫૦,૦૦૦થી વધીને રૂ. ૩,૦૦,૦૦૦ કરવામાં આવે. આવી જ રીતે સીનીયર સીટીઝન તથા સુપર સીનીયર સીટીઝનમાં પણ રૂ. ૫૦,૦૦૦થી ૧ લાખ સુધીનો વધારો આપે.

(૨) મધ્યમ તથા ગરીબ લોકોના રહેણાકના મકાન-લોનના વ્યાજમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધી બાદ રાહત આપી છે. તેવી જ રીતે હાઉસીંગ લોન વ્યાજ આવક વેરામાંથી રૂ. ૩૦૦.૦૦૦ સુધી બાદ આપવુ જરૂરી છે કારણ કે મેટ્રોસીટીમાં મકાન, ફલેટોની કિંમતમા ઘણો વધારો થયેલ છે.

(૩) સરકારી કર્મચારીઓને પોતાના માલિક દ્વારા હાઉસ ટેન્ટ એલાઉન્સ કલબ ૮૦ જીજી હેઠળ માસિક રૂ. ૫૦૦૦ ને બદલે માસિક રૂ. ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ કરવી જોઈએ.

(૪) આવકવેરા કલમ ૮૦ સી હેઠળ કરદાતાઓને રૂ. ૧,પ૦,૦૦૦/- સુધીનું રોકાણ બાદ મળે છે. તે વધારી રૂ. ર૦૦,૦૦૦/- કદાચ થઇ શકે જેથી વ્યકિતગત રોકાણ વધી શકે.

(પ) કલમ ૮૦ સીસીડી નીચે વ્યકિતગત પેન્સન સ્કીમ યોજના જે ભારત સરકાર દ્વારા સંચાલન થાય છે અને તેમાં રૂ. પ૦,૦૦૦/- સુધીનું રોકાણ ૮૦સીનાં રોકાણ ઉપરાંત વધારાની રકમ ૧૦૦% બાદ મળે છે. તેમાં વધારો કરી રૂ. ૭પ,૦૦૦ કે રૂ. ૧,૦૦,૦૦૦/- કરવાથી સરકારને વધારાનું ફંડ મળશે જે ઇન્કવીટી માર્કેટ તથા સરકારી બોન્ડમાં રોકાણ થવાથી અર્થતંત્રને ફાયદો થશે.

(૬) બેન્કોનાં વ્યાજમાં ઘટાડો થયેલ છે તેની સામે રૂ. ૧૦,૦૦૦/-નાં બેન્ક વ્યાજમાંથી ટીડીએસ કપાય છે. તે લીમીટ રૂ. ૧પ૦૦૦/- કરવી જોઇએ. જેથી સામાન્ય માણસોની હાલાકી ઓછી થાય.

(૭) લોકલ ટ્રાન્સપોર્ટ તથા મેટ્રોસીટીમાં બસ-રેલ્વેનાં ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થવાથી પગારદાર કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ હાલ માસીક ૧૬૦૦/- બાદ મળે છે. તેમાં વધારો કરી રૂ. ર૦૦૦/- થી રપ૦૦/- માસીક કરવામાં આવે.

(૮) જનધન ખાતાનો ઉદેશ ભારતનાં તમામ નાગરીકોને પોતાનું બેન્ક ખાતું ખોલાવવાનો તથા મધ્યમ તથા ગરીબ લોકોને સરકાર તરફથી મળતી સબસીડી કે અન્ય રાહતો તેમાં સીધી જ જમા થાય તેવો ઉદેશ હતો અને છે. પરંતુ નોટબંધીથી ઘણા લોકોએ આવા ''જનધન'' ખાતાનો ગેરઉપયોગ કરી તેમાં રૂ. ૧ લાખથી ર.પ લાખ જમા કર્યા છે તેની જાણ સરકારને બરોબર ખ્યાલમાં છે. પરંતુ અનેક આવા ખાતાની તપાસ કરવાનું શકય નથી. પરંતુ નિર્દોષ જનધન ખાતા ધારકો જેમાં રૂ. પ૦૦૦/- થી વધુ શરૂઆતથી બેલેન્સનથી કે વધી નથી તેવા જનધન ખાતા ધારકોને સરકાર દ્વારા રૂ. પ૦૦૦/- થી ૭પ૦૦/-ની સબસીડી કે સહાય કરશે. તેવી અપેક્ષા જનધન ખાતા ધારકોની છે.

(૯) ખેત ઉત્પાદન તથા ખેડૂતોને સહાયરૂપ થવા ખેતીનાં સંશોધન માટે તથા વધુને વધુ ખેત ઉપજ થાય તે માટે સંશોધન કેન્દ્રો-વિજ્ઞાનીઓની સંસ્થાને સહાય અપાશે.

(૧૦) આવકવેરામાં એસ્ટેટ ડયુટી એટલે કે અવસાન બાદ તેની મિલ્કતોને તેમના વારસદારોને પ્રાપ્ત થાય તે વર્ષો પહેલાં હતી. પરંતુ આ કાયદો કાઢી નાખવાથી અનેક અમીનોે ફાયદો થયો છે. તેથી ૧૦ થી ૧પ લાખ ટેક્ષ ફી લીમીટ રાખી કદાચ એસ્ટેટ ડયુટીનો કાયદો ફરી નાખી સરકાર સીધા કરવેરો ઉપજન કરે.

(૧૧) સરકાર દ્વારા નોટબંધી બાદ ડીજીટલ-કેશલેસ વ્યવહારો વધારવા કટીબધ્ધ છે. તેથી રીર્ઝવ બેન્કે કુલ છાપેલ તથા વ્યવહારમાં આવેલ કરન્સી નોટો લગભગ ૩૦% જેવી ઓછી રકમ છાપીને વ્યવહારમાં લાવ્યા છે. રોકડ વ્યવહાર ઘટાડવા માટે જે કોઇ વ્યકિત, પેઢી કે બેન્કનાં કરન્ટ ખાતામાં રૂ. પ લાખ કે રૂ. ૧૦ લાખનો રોકડ વ્યવહાર હશે તો તે વધારાની રકમ અથવા કુલ રોકડ વ્યવહાર રકમનાં ૧% થી ર% જેવો ટીડીએસ કાપશે આ ટીડીએસ રકમ તેને આવકવેરા સામે બાદ પણ કાપશે પરંતુ કદરાતાઓએ બેન્ક દ્વારા રોકડ કેટલો વ્યવહાર કરેલ છે. તેની ખબર આવકવેરા રીર્ટનમાં આપોઆપ આવી જશે. ધીમે-ધીમે રોકડ વ્યવહાર બંધ અથવા ઓછો કરવા સરકાર રોકડ વ્યવહારો બેન્કો દ્વારા થતા હોઇ તેની ઉપર ટી.ડી.એસ. કાપશે તેનો નિર્દેશ આપશે. અત્યારે સેવીંગ ખાતામાં વર્ષ દરમીયાન રૂ. ૧૦ લાખના રોકડ વ્યવહાર કરનાર કદરાતા કે અન્ય સેવીંગ ખાતા ધારકોને નોટીસ આપી ખુલાઓ માંગે છે. પરંતુ તેમાં સરકારી ઓફીસ-ઇન્કમટેક્ષનો સમય બગડે છે. અને સરકારને આવક થતી નથી પણ ટી.ડી.એસ. રોકડ વ્યવહારમાંથી કપાતા અનેક ખોટા વ્યવહાોર કરનારાઓ ટીડીએસ પરત લેવા રીર્ટન પણ નહીં ફાઇલ કરે જે ઇન્કમટેક્ષની આવકમાં વધારો થશે.

(૧ર) શેરોનાં શોર્ટ ટર્મ કેપીટલ ગેઇનમાં છ માસ તથા લોગ ટર્મ કેપીટલ ગેઇન માટે ૧૮ માસનો સમયની દેશની અપેક્ષા છે.

આમ ઉપરોકત આવકારા બજેટની સામાન્ય લોકોની અપેક્ષાઓ તથા ધારણાઓ છે. હવે જોઇએ નાણામંત્રીશ્રી અરૂણ જેટલી તેનાં પટારામાંથી બજેટ બહાર પાડતી વખતે શું-શું નવીન લાવે છે?

-: આલેખન :-

નીતિનભાઇ કામદાર (સી.એ.)

મો. નં. ૯૮૨૫૨ ૧૭૮૪૮

(4:03 pm IST)