Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2016

વિકાસ થાય, ગરીબી ઘટે, મોંઘવારી ઘટે, જીવન ધોરણ સુધરે તેવી અપેક્ષાઓ

અરૂણ જેટલીના બજેટરૂપી પટારામાંથી શું-શું નીકળશે? કોણ શું અપેક્ષા રાખે છે ? રસપ્રદ છણાવટ

- કેન્‍દ્ર સરકારનું વાર્ષિક ર૦૧૬-૧૭નું બજેટ ર૯મી ફેબ્રુઆરી ર૦૧૬ના રોજ બહાર પડશે. નાણામંત્રી અરૂણ જેટલીનું આ ત્રીજું બજેટ હશે. આ કેન્‍દ્ર સરકારનું બજેટ છે તેમજ બજેટ એકેન્‍દ્ર સરકારનું આવક-ખર્ચ તેમજ સામાજિક, આર્થિક શૈક્ષણીક, સ્‍વાસ્‍થ્‍ય, સંરક્ષણ ક્ષેત્રે કેટલી કેટલી રકમ ખર્ચવી જેથી દેશનો નેશનલ ગ્રોથ વધે, ગરીબી રેખામાંથી લોકો બહાર આવે તથા દેશનો આર્થિક રીતે વિકાસ થાય તે માટેનો એક અંદાજ હોય છે. પરંતુ ભારતની લોકશાહીમાં બજેટ એટલે એક આકાંક્ષા, અપાો તથા આવતા વર્ષમાં શું-શું થશે તે તમામ લોકોની એક જાણકારીનો વિષય બની ગયો છે.

જુદા જુદા ક્ષેત્રો માટેની અપેક્ષાઓને સંતોષ આપવા માટે સંભવીત નીચે મુજબના પગલાઓની અપેક્ષા સરકાર પાસે રાખવામાં આવી છે.

(૧) નિકાસમાં સતત ૧૩ માસી ઘટાડો થાય છે, તેનું મુખ્‍ય કારણ વિદેશના અનેક દેશો આર્થિક મુશ્‍કેલીઓમાં છે તેમજ ભારતમાં ઉત્‍પાદન ખર્ચ વધુ છે. તેથી નિકાસલક્ષી ઉત્‍પાદનો આંતરરાષ્‍ટ્રીય બજારમાં ટકી શકતા નથી. આ માટે નિકાસ હાઉસ તથા નિકાસ કરતા તમામ ઉદ્યોગો નિકાસ ડયુટી ડ્રોબેક/ સબસીડીમાં વધારો થાય તેમજ આયાત ડયુટી વધે તેવી અપેક્ષા રાખેલ છ.ે

(ર) મોટાભાગની પબ્‍લીક સેકટર બેન્‍કોમાં માર્ચ ર૦૧૬ પહેલા એન.પી.એ. માંડવાળ કરવાને બદલે જંગી નુકશાન અથવા એકદમ ઓછા નફા સાથે આ બધી બેન્‍કોને મદદ આપવા માટે મોટી રકમની ફાળવણી કરવી પડશે. તેમજ એન.પી.એ.ની ઉઘરાણી કરવા માટે નવા કાયદાઓ ઘડી બેન્‍કોને એ.પી.એ. ઉઘરાવવા વધુ સત્તા કાયદાકીય રીતે આપવામાં આવે જેથી એન.પી. એ.અકાઉન્‍ટ સામે તાત્‍કાલીક પગલા લઇ તેઓની મિલ્‍કતો જપ્ત કરી શકે.

(૩) સંરક્ષ તથા શિક્ષણ ક્ષેત્રે આ બજેટમાં વધુ માત્રામાં રકમની ફાળવણી કરવામાં આવશે. તેની સામે મેઇ ઇન ઇન્‍ડિયા તથા મેક ફોર ઇન્‍ડિયા જેવા સંરક્ષણના સાધનો ઉત્‍પાદન કરતી કંપનીઓ માટે ખાસ રાહતો આવે તેવી અપેક્ષા છ.ે

(૪) આર્થિક ક્ષેત્રે સર્વેમાં જી.ડી.પી.નો દર ગયા વર્ષે ૧૧.પ% ના અંદાજથી ઘટાડી, ૮.ર% કરવામાં આવ્‍યો, પરંતુ મંદીના વાતાવરણમાં ર૦૧પ-૧૬નું જી.ડી.પી.અંદાજે ૭.ર% કરવામાં આવશે. જે અપેક્ષાથી ઓછો છે. જી.ડી.પી. વધારવા માટે મોટા ઉદ્યોગોની ખાસ રાહતો આપીને વધુને વધુ ઉત્‍પાદન કરે તેવું આયોજન કરવામાં આવે.

(પ) ભારતનો જી.ડી.પી.૭.પ% ની સામે કૃષિ વિકાસ ફકત ર % થયોછે. ભારતની ૬૦% વસ્‍તી તથા અર્થતંત્ર કૃષિ વિકાસને આધારીતે છે. તેથી કૃષિ વિકાસ માટે વધુ ઉંચા ઉત્‍પાદન લક્ષી બિયારણની આયાતો, નવી ટેકનોલોજી, સિંચાઇ તથા ખેડુતોને વધુ વીમાનું કવચ મળવુ જોઇએ. તેની સામે દુષ્‍કાળ તથા અતિવૃષ્‍ટિ વિસ્‍તારના વીમાની પાકતી રકમમાં ર૦% જેટલુ વધારે વળતર આપવાની અપેક્ષા છે.

(૬) મોદી સરકાર આવી ત્‍યારે ‘અચ્‍છે દિન આયેગે' તેવું સ્‍લોગન ભાજપ સરકારના ર વર્ષ પુરા થયા છતાં ફળીભુત થયેલ નથી. મોદી સરકારે છેલ્લા વર્ષમાં મેક ઇન ઇન્‍ડિયા, ડીજીટલ ઇન્‍ડીયા, બેટી બચાઓ-બેટી ભણાવો, સ્‍વચ્‍છ, ભારત, સ્‍માર્ટ સિટી, વગેરે અભિયાનો શરૂ કર્યા હોવાથી બજેટમાં આ અંગે મોટી ફાળવણી નાણા મંત્રીએ કરવી પડશે.

(૭) ખાનગી મુડી રોકાણમાં ર૦૧પ-૧૬ ના વર્ષ મોટો ઘડાડો થયેલ હોવાથી તેમજ અનેક સરકારી તથા ખાનગી ઔદ્યોગીક યોજનાઓ અધુરી પડી છે. તેમાં પ્રાણ પુરવા માટે તેમજ યોજનાઓને તાત્‍કાલીક પૂર્ણ કરી ઉત્‍પાદન લક્ષી બનાવવા માટે સ્‍પેશ્‍યલ રાહત ફંડ સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવશે.

(૮) આંતરરાષ્‍ટ્રીય વિદેશોમાં તેમજ યુરોપીયન તથા આફ્રિકાના દેશોમાં સતત મંદી ચાલે છે. નાના મોટા અનેક દેશોમાં ફુગાવો ફાટી નીકળ્‍યો છે. તથા દેવાનાં ડુંગરમાં આવી ગયેલ હોવાથી તેમજ તેમના ચલણનુ અવમુલ્‍યાંકન કરવાથી ભારતે નિકાસ માટે સ્‍પેશ્‍યલ ડ્‍યુટી ડ્રોબેકમાં વધારો કરી તેમજ આયાતો ઉપર વધારાની સ્‍પેશ્‍યલ શેઝ નાખી આયાતમાં ઘટાડો કરવામાં અને નિકાસ વધારવા માટે પ્રોત્‍સાહન આપવાનું રહેશે. નોન પ્રોડકટીવ મિલ્‍કત જેમ કે સોનું, ચાંદી, ડાયમંડ, વગેરે ઉપર આયત ડયુટીમાં નોટો વધારો કરી આવી નોન પ્રોડકટીવ મિલકતની આયાતો ઉપર અંકુશ રાખવા યોગ્‍ય પગલાઓ લેવામાં આવશે.

(૯) સ્‍પેશ્‍યલ ઇકોનોમિક ઝોન (SEZ) માં વધુ  ઉદ્યોગો સ્‍થપાય અને તેમાંથી આયાત લક્ષી (આયાત સબસ્‍ટીટયુટ) ‘મેક ઇન ઇન્‍ડિયા'નાં ઉદ્યોગો વધુને સ્‍થપાય તે માટે ખાસ રાહતો આપી, આયાતોમાં સારો એવો ઘટાડો કરવા સરકાર કટીબદ્ધ થશે. સંરક્ષણ  સાધનો, રીન્‍યુએબલ પાવર યુનિટો તથા ઔદ્યોગિક મશીનો બનાવતા ઉદ્યોગો સ્‍થાપવા કરવેરામાં ખાસ રાહતની અપેક્ષા રાખવામાં આવે છે.

મેક ઇન્‍ડિયા, સ્‍ટાર્ટ અપ તથા સ્‍માર્ટ ઇન્‍ડિયાના સ્‍લોગનમાં પ્રાણ પુરાવવા મોટી જોગવાઇ કરવામાં આવશે.

(૧૦) કરવેરામાં ફેરફારની અપેક્ષાઃ અત્‍યારે કરમુક્‍ત આવકની મર્યાદા ૨,૫૦,૦૦૦/- છે. તે વધારીને ૩,૦૦,૦૦૦/-ની અપેક્ષા રાખે છે, પરંતુ ફુગાવાનો દર ખાસ વધેલ ન હોવાથી કરમુક્‍ત મર્યાદા ૨૫ થી ૩૦ હજાર એટલે કે ૨,૭૫,૦૦૦/- થી ૨,૮૦,૦૦૦/-ની અપેક્ષા છે.જેની સામે અત્‍યારે ૪,૦૦,૦૦૦/- સુધી ૧૦ ટકા  આવક વેરો છે, જેમાં વધારો કરી કદાચ ૭,૫૦,૦૦૦/- સુધી ૧૦ ટકા આવક વેરો કરવામાં આવે.

- સીનીયર  સીટીઝન માટે રૂ.૩ લાખની કરમુક્‍તિની લીમીટમાં વધારો કરી ૩,૫૦,૦૦૦/-  ની છુટછાટ આપવામાં આવે, તેમજ કુલ ૭,૫૦,૦૦૦/- સુધીની આવક ઉપર એજ્‍યુકેશન શેષ કે સરચાર્જમાં છુટછાટની અપેક્ષા છે.

- બચત તથા રોકાણ માટે આવક વેરા કલમ ૮૦ સી.નીચે રોકાણની છુટમાં પણ ૨૫ થી ૩૦ હજાર વધારો કરી ૧,૭૫,૦૦૦/- કે ૧,૮૦,૦૦૦/- સુધી કરવામાં આવે તેવી અપેક્ષા છે કલમ ૮૦ સી.સી.બી. નીચે નશનલ પેન્‍શન સ્‍કીમમાં રૂ.૫૦,૦૦૦/- સુધીની ૨૦૧૫-૧૬ થી ૧૦૦ ટકા રોકાણ બાદ મળે છે. આ રોકાણની મર્યાદામાં વધારો કરી,જેથી નોકરીયાત તથા સેલ્‍ફ એમ્‍પ્‍લાઇડ લોકો આ રોકાણ વધારે જેથી સરકાર પાસે ફંડ વધુ આવશે તેમજ ૬૦ વર્ષ પછી પી.પી.એફ.માં જેમ રોકાણની રકમ ઉપાડી જે કરમુક્‍ત થાય તેમ નેશનલ પેન્‍શન સ્‍કીમની રકમ પણ ૬૦ વર્ષની ઉંમર બાદ કરમુક્‍ત હોવી જોઇએ.

- અત્‍યારે બેંકવ્‍યાજમાં રૂ.૧૦,૦૦૦/- થી વધારાનું તમજ અન્‍ય વ્‍યાજ આવકમાં રૂ.૫૦૦૦/-  કે તેથી વધારે રકમ ઉપર ટી.ડી.એસ. કાપવાની જોગવાઇ છે. આની મુક્‍તિ મર્યાદા વધારીને બેંકવ્‍યાજમાં રૂ.૨૦,૦૦૦/-  અને અન્‍યમાં રૂ.૧૦,૦૦૦/-  કરવાથી ટી.ડી.એસ.માં લોકોને રાહત થાય.

- રોકડ વ્‍યવાહરની મર્યાદા વેપારીઓ માટે જે રૂ.૨૦,૦૦૦/- છે, તે વધારીને રોકડ વ્‍યવહાર રૂ.૫૦,૦૦૦/- સુધી કરવી જોઇએ કારણ કે ભારત દેશમાં ૭૦ ટકા માણસો ગામડામાં રહે છે. અને જ્‍યાં બેંક વ્‍યવસ્‍થા ઓછી છે જેથી આ મર્યાદા વધારવી જોઇએ.

- કમલ ૮૦ ટી.ટી.એ નીચે કરમુક્‍ત બેંક  વ્‍યાજની મર્યાદા અત્‍યારે રૂ.૧૦,૦૦૦/- છે.  તેને વધારીને રૂ.૧૫,૦૦૦/- સુધી વધારવી જોઇએ કારણ કે સેવિંગ બેંકમાં પડેલ રકમ ફકત ૪ ટકા થી ૫ ટકા વ્‍યાજ ખાતુ ધરાવનારને મળે છે. જ્‍યારે બેંક માટે લો કોસ્‍ટ ડીપોઝીટ છે જે બેંકના પણ ફાયદામાં છે.

સર્વિસ ટેક્ષની આવક ર૦૧પ-૧૬ માં જંગી વધારો રપ ટકાથી ૩૦ ટકાના અંદાજે ૩,૦૦,૦૦૦ કરોડ થવાનો અંદાજ છે. સરકાર માટે આ ક્ષેત્રે વેરો લેવા, સીધુ સાદુ તથા આવક, ઝડપથી આવક ઉપજ કરનાર હોવાથી સર્વિસ ટેક્ષનો દર હાલ ૧૪ ટકા છે તેને ૧૬ ટકા કરવાની ધારણા છે તેમજ અનેક નવા ક્ષેત્રો સર્વિસ ટેક્ષને પાત્ર બનાવી સરકાર ર૦૧૬-૧૭ માં ૩૦ ટકા થી ૩પ  ટકા આવકનો વધારો કરવાની અપેક્ષા રાખશે, પરંતુ તેની સાથે સર્વિસ ટેક્ષમાં બેસીક એકઝમપ્‍સન લીમીટ ૧૦,૦૦,૦૦૦ છે તેને ૧પ,૦૦,૦૦૦ સુધી કરે તેવી ધારણા છે.

ઔદ્યોગીક ક્ષેત્રોના વિકાસ અર્થે મિડીયમ તથા નાના ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા માટે સેન્‍ટ્રલ એકસાઇઝની અત્‍યારની બેસીક એકઝમપ્‍સન લીમીટ રૂ. ૧.પ૦ કરોડથી ઓછામાં ઓછા પ૦ ટકાનો વધારો કરી રૂ. ર.પ૦ કરોડ સુધી લાવવા નાના ઉદ્યોગોની અપેક્ષા છે તે અપેક્ષાઓ આ બજેટમાં પરીપુર્ણ થાય, કારણ કે અત્‍યારે કાચા માલ સામાનની કિંમતમાં વધારો થવાથી માલ ઉત્‍પાદન કિંમતોમાં પણ જંગી વધારો-ફુગાવો છે તેથી કરમુકત લીમીટમાં વધારો યોગ્‍ય છે.

(૧૧) ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર દેશના જી. ડી. પી. માં વધારવા માટે તેમજ ઉદ્યોગોના વિકાસ માટે મુખ્‍ય છે. આ માટે ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા જળવાહન યોજના સમૃધ્‍ધ કરવા તેમજ ભારતની મોટી નદીઓમાં જળવાહન વ્‍યવહાર વધારવા માટે તેવા ઉદ્યોગોને ખાસ રાહત આપવામાં આવે તે ઉપરાંત રોડ, રસ્‍તા તથા ડેમો, પુલોના વિકાસ માટે પબ્‍લીક પ્રાઇવેટ પાર્ટનરશીપને વધુ વેગ આપશે. જેથી સરકારની ઓછી રકમના રોકાણથી ખાનગી મુડી રોકાણ પણ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરમાં વધશે. અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સુવિધાઓમાં ઝડપી વિકાસ સાધી શકાય.

(૧ર) ભારતના સામાજીક તથા અર્થતંત્રને લગતા અનેક નાના મોટા કાયદાઓની જંજાળ પથરાયેલ છે. પ્રધાન મંત્રીના કહેવા મુજબ કાયદાઓ સીધા સાદા હોવા જોઇએ જેથી આ બજેટમાં અનેક કાયદાઓ રદબાતલ કરવામાં આવશે, જેથી લાંચ રૂશ્‍વતમાં ઘટાડો થશે. ઇ-કોમર્શને પણ પ્રોત્‍સાહન આપી સામાન્‍ય લોકો માટે વધુમાં વધુ ઇ-કોમર્સ દ્વારા સરકારી અધિકારીઓની જો હુકમી ઘટાડી તથા લાંચ રૂશ્‍વતનો ઘટાડો કરવા યોગ્‍ય પગલા લેવામાં આવે.

(૧૩) પ્રધાન મંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીએ મેનેજમેન્‍ટ સેમિનારમાં જણાવ્‍યા મુજબ સરકારનું કામ દેશની અર્થ વ્‍યવસ્‍થા તથા સંચાલન કરવાનુ છે. ઉદ્યોગો સ્‍થાપવાનું કે ધંધો કરવાનું સરકારનું કામ નથી, આ બાબતને ધ્‍યાનમાં લઇ સરકાર દ્વારા સરકારી પબ્‍લીક સેકટર ઉદ્યોગો તથા બેંકોમાંથી પોતાનો હિસ્‍સો ડીસઇન્‍વેસ્‍ટમેન્‍ટ દ્વારા સરકારે અગાઉ રોકાણ કરેલ રકમ પાછી લઇ સામાજીક ઉત્‍થાન, લોકહીત સમાજ સુરક્ષા તથા ગરીબી રેખા નીચે જીવન ધોરણ ધરાવતાં કુટુંબોના લાભાર્થે વધુમાં વધુ રકમની ફાળવણી આ બજેટમાં હશે એવી ધારણા છે.

(૧૪) ર૦૧પ-૧૬ વર્ષ દરમ્‍યાન પેટ્રોલ, ડીઝલ તેમજ ક્રુડ ઓઇલની ઇમ્‍પોર્ટ ડયુટીની આવક અંદાજ કરતા પણ વધુ થશે. જેથી સરકારના બજેટમાં ખાદ એટલે કે આવક કરતાં ખર્ચની ઘટ ૩ ટકા જેટલી થઇ જશે. આવી જ આવક ર૦૧૬-૧૭ માં પણ રહેશે તેથી નાણામંત્રીએ વધુ કરવેરા ન નાખી, સરકાર દ્વારા ગરીબ કુટુંબીઓ, પછાતી સમાજનાં લોકોનાં સ્‍વાસ્‍થ્‍ય, શિક્ષણ તાલીમ રોજગાર તેમજ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર માં ઝડપી વિકાસ થાય તેવુ માનવામાં આવે છે.

નીતિનભાઇ કામદાર

ચાર્ટડ-એકાઉન્‍ટન્‍ટ રાજકોટ

(મો. ૯૮રપર ૧૭૮૪૮  )

(11:58 am IST)