Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

જાતને રોકી રાખવી

''આપણે શા માટે જાતને રોકીએ છીએ? કેટલાક ભય છે કે જો આપણે આપણી જાતને નહી રોકીએ, જો- આપણે સંપૂર્ણ આપી દેશું તો પછી આપણી પાસે આપવા માટે કઇ રહેશે નહી તેથી આપણે ભાગ કરીને આપીએ છીએ, આપણે રહસ્યમયી બની રહેવા માગીએ છીએ.''

જ્યારે તમે બીજાને તમારા સમગ્ર અસ્તિત્વમાં પ્રવેશ નથી કરવા દેતા અને સંપૂર્ણ જાણવા નથી દેતા, તેનું કારણ ભય  છે કે એકવાર એ તમને સંપૂર્ણ જાણી લેશે તો કદાચ તેનો રસ જતો રહેશે. તમે તમારા અમૂક પાસાઓ દુર રાખો છો તેથી બીજાનું રહસ્ય બની રહે. ''તે પાસાઓ કયા હશે ? તમારી-પાસે આપવા માટે બીજુ વધારે શું છે? અને સામેવાળા શોધવાનું  સમજાવવાનું એન લલચાવવાનું ચાલુ રાખે છે...અને એ જ'' રીતે સામેવાળા પણ છુપાવીને રાખે છે.

તેની પાછળ એક સમજ એવી છે કે એકવાર રહસ્ય છતુ થઇ જશે તો બધુ પુરૂ થઇ જશે આપણે રહસ્યને પ્રેમ કરીએ છીએ આપણે અજ્ઞાતને પ્રેમ કરીએ છીએ તે જ્યારે જ્ઞાન, નકશામા અંકિત થયેલું અને માપેલું હશે, બધુ જ રહસ્ય જતુ રહેશે તો હવે ત્યાં બીજુ શું છે ? સાહસીક મન બીજી સ્ત્રી, બીજા પુરૂષ વિશે વિચારવાની શરૂઆત કરશે આ લાખો પતિઓ અને પત્નિઓ સાથે બને છે તેઓએ સંપૂર્ણ પણે એકબીજાને જોઇ લીધા છે- ખલાશ ! હવે બીજા પાસે -આત્મા નથી કારણ કે હવે ત્યાં કાંઇ રહસ્ય નથી-અને આત્મા રહસ્યમાં જ રહે છે.

પરંતુ જ્યારે તમે સ્વતંત્ર છો અને તમે પ્રેમમાં પુરેપુરૂ સમર્પણ કરી દીધું છે તો તેને તમારી જાતને સંપૂર્ણ પણે ખોલી શકો છો જયારે બે લોકો ખુલ્લે છે, તેઓ બે નથી રહેતા જ્યારે દિવાલો અદ્રશ્ય થઇ જાય છે તો એક જ રૂમ રહે છે અને ત્યા જ પરિપૂર્ણતા રહેલી છે તે એજ છે જે દરેક પ્રેમી ઇચ્છે છે, શોધે છે, દોડે છે. સપના જોવે છે. પરંતુ સાચી રીતે સમજી નથી સકતા તમે ખોટી દિશામાં જ શોધો છો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:31 am IST)
  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST