Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પુરૂષોતમ -સ્તવન

હે ભગવાન પુરૂષોતમ પ્રભુ અમે તમારે શરણે છીએ..

સૌનું કલ્યાણ થાય, સુખ શાંતિ પ્રાપ્ત કરે

ભગવાન પુરૂષોતમ નારાયણની આરાધાનું વ્રત આજે પૂર્ણ જશે, આ વખતે ભાવિક ભકતજનોએ કરેલી આરાધના માત્ર આ પુરૂષોતમ માસ પુરતી મર્યાદીત નહી રહેતા પ્રભુ સ્મરણની આરાધના સતત વહેતી રહે તેવી શુભકામના પ્રાર્થીએ છીએ.

આરાધનાનું ફળ છે. સંસાર બંધનની મુકિત અથવા તો શ્રી પ્રભુની પ્રાપ્તિ, આરાધનાથી કોઇને કોઇને સંસારની સંપતિ મળી જાય તો તેમાં આરાધના સફળતા નથી ધર્મની આરાધના કરતી વખતે જો કોઇ એ સંસારના સુખની ભાવના રાખી હશે તો પ્રભુ પુરૂષોતમ તે અવશ્ય આપશે જ પરંતુ ભોગનું સુખ ઇચ્છનાર માટે તે આરાધના લાભદાયી નથી. કારણ કે જેટલી લાલસા વધે છે. તેટલી પ્રભુ પ્રાપ્તિ દુર ઠેલાય છે માટે ભગવાનને પ્રસન્ન કરવ, મનનો સંકલ્પ વધુ દ્રઢ બનાવજો.

મહર્ષિ નારદજીએ કહ્યું છે કે, જે પરત્પર અમૃત સ્વરૂપ, સનાતન, અપાર શકિત વાળા અને જગતના પરમ આશ્રય છે એવા પુરાણ ભગવાન વિષ્ણનું નિરંતર સ્મરણ કરીને તેને નમસ્કાર કરો.

જે પુરાતન અતૃલનીય ઉત્તમમાં ઉત્તમ પ્રયંક તેજસ્વી છે.જે ગહન બુધ્ધિમાનોમાં પ્રધાન છે. જે જગતનું શાસન ચલાવે છ.ે એવા શ્રી હરિની પાસે માગયં હોય તે માંગજો...

હે ! દયાળુ, તું અમને બળ,બુધ્ધિ, વિદ્યા અને તેજ આપ કે જ ેબળ વડે ગાય, બ્રાહ્મણ અને નબળા માનવીનું રક્ષણ કરી શકીએ હે ! કૃષ્ણ અમારે એવી બુધ્ધિ આપ કે જે બુધ્ધિ દ્વારા અમે સદંકૃત્ય કરી શકીએ એવી વિદ્ કે જે વિદ્યા દ્વારા જ્ઞાનનો પ્રકાશ ફેલાવી શકીએ અને એવું તેજ કે જે તેજથી અસત્યનો અંધકાર દુર થાય ને સત્યનો પ્રકાશ ફેલાય.

સંસારના સાગરમાંથી ઉધ્ધાર કરનારા પુરૂષોતમ અમે તારી શરણે છીએ તમે અમારા પર પ્રસન્ન થાઓ આપની દિવ્ય દ્રષ્ટિ ચારેય દિશામાં આમાર રક્ષા કરે, આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી બચાવે.

અમારા રાષ્ટ્રના અમારા સૈનિકોમાં એવુ બળ આપ કે તેઓ સદાય વિજયી રહે ગાયો, બ્રાહ્મણો, વૃધ્ધ્જનો અશકત દીનજનો, ઉપર આપન શુભ અનુગ્રહ દ્રષ્ટિ સદૈવ રહે.

આપ સૌ પર પ્રસન્ન રહો આપ એવી કૃપા કરો કે, સૌના અન્ન ભંડાર ભરપુર રહે સર્વત્ર અભય પ્રદાન કરો.

ક્ષીર સીંધુમાં નિવાસ કરનારા દેત્યોના સંહારક, પૃત્વીને સહાય કરનારા, સંસારના તાપને હરનારા ભગવાન પુરૂષોતમ અમારી આરાધના નિષ્કામ ભાવે આપને સમર્પિત કરીએ છીએ.

હે દેવાધિદેવ! અમને એવી બુધ્ધિ આપો, ઉત્તમ ભકિત પૂર્વક આપના ગુણગાન ગાઇએ કે જે જ્ઞાનના પ્રતાપે અમારૂ અંતઃકરણ શુધ્ધ બને, ભગવાન પુરૂષોતમની આરાધના શુધ્ધ અંતઃકરણથી કરવાથી કદી સફળ જતી નથી પ્રભુનો સાક્ષાત્કાર ધર્મ કાર્યોમાં થતોજ રહે છે.

જો આપણે તેને શ્રદ્ધાંથી નિહાળીએ તો ....!

દ્રષ્ટિ તેવી સૃષ્ટિ....!

'અકિલા' દ્વારા પુરૂષોતમ માસની પાવન પવિત્ર કથાઓ આજે પૂર્ણ થાય છ.ે તે વખતે પ્રાર્થીએ કે પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌની આરાધનાનું સફળ અર્પે સર્વનું કલ્યાણ થાઓ સૌને સુખ, શાંતિ અને સમુહિક પ્રદાન કરો....! શાંતિઓ શાંતિ..શાંતિ

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:14 am IST)