Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd May 2017


૨૦૧૭-૧૮માં ૧૮મી કેપીટલ ગેઇન ટેક્‍સમાં આવેલ ફેરફારો

નાણા પ્રધાને કેપીટલ ગેઇન અંગે ૨૦૧૭-૧૮ના બજેટમાં ઘણા ફેરફારો કરેલ છે. કેપીટલ ગેઇન એટલે કોઇપણ સ્‍થાવર તથા જંગમ મિલકત જો ત્રણ વર્ષથી ઉપર રોકાણ કર્યા વગર વેચાણ કરવામાં આવે તેને લાંબાગાળાનો નફો એટલે કે કેપીટલ ગેઇન તરીકે આવકવેરામાં ગણવામાં આવે છે. જેની ઉપર અત્‍યાર સુધી ફકત ૨૦% ટેકસ ઇન્‍ડેક્ષ કોસ્‍ટ તથા વેચાણ કિંમત વચ્‍ચેના નફા ઉપર આવતો હતો. આ ઇન્‍ટેક્ષ કોસ્‍ટ ૧૯૮૧થી ૧૦૦ ગણી ૨૦૧૬-૧૭ સુધી ૧૧૨૫ સુધી પહોંચેલ છે. તેને બદલે હવે નવો ઇન્‍ટેક્ષ કોસ્‍ટ ૨૦૦૧-૨૦૦૨થી ૧૦૦ ગણી ગણવામાં આવશે.

કલમ ૫૦ (CA) મુજબ અનલિસ્‍ટેડ શેરના ટ્રાન્‍સફરના કેઇસમાં આવતી કિંમત અને પડતર કિંમત વચ્‍ચેનો ગાળો મૂડી નફો ગણવામાં આવતો નહિ કારણ કે તેમાં સ્‍ટોક એક્ષચેન્‍જનો STT ભરાયેલ ન હોવાથી અન્‍ય આવક તરીકે ગણવામાં આવતી જ્‍યારે હવે ૧લી એપ્રીલ પછી જો આવા અનલીસ્‍ટેડ શેરોની ટ્રાન્‍સફર કરવામાં આવે તો તેવા સંજોગોમાં આવા શેરોની અવેજ કિંમત એટલે કે બજાર કિંમત બેમાંથી જે કિંમત માન્‍ય રાખીની ગણતરી મુડી નફા તરીકે નક્કિ કરવામાં આવશે.આવી જ રીતે કલબ ૫૪ (ઇસી) હેઠળ કોઇપણ કર્તા એટલે કે કોઇપણ વ્‍યક્‍તિ જે HUF અનડીવાઇડેડ ફેમીલી પેઢી કે અન્‍ય વ્‍યક્‍તિ પોતાને થયેલ મુડી નફાની રકમ ઉપર કર ભરવાનો ન હોય તો તેવા કરદાતાઓએ કલમ ઇસી હેઠળ કંપનીનાં બોન્‍ડમાં રોકાણ કરવામાં આવે. તો કેપીટલ ગેઇન ટેક્ષની બચત થશે.

આ ઉપરાંત કલમ ૪૫ હેઠળ જે વર્ષમાં કેપીટલ એસેટ ટ્રાન્‍સફર કરવામાં આવે તે વર્ષમાં મુડી નફો ગણાતો હતો. હવે નવી ૫(એ) ઉમેરવાથી કોઇપણ વ્‍યક્‍તિ કે હિંદુ અવિભક્‍ત કુટુંબ જોઇન્‍ટ ડેવલપમેન્‍ટ એગ્રીમેન્‍ટ કરવાથી મુડી નફાની ગણતરી કરવામાં આવશે.

આવી જ રીતે ડિબેંચર પ્રેફરન્‍સ શેરનું ઇકિવટી શેરમાં રૂપાંતર થશે તો પણ તેને તેની ઉપર કેપીટલ ગેઇન લાગશે નહિ. તેવું આ બજેટમાં જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત NRI માટે કેપીટલ એસેટનું ભારત બહાર રૂપિયામાં ડીમોનીટેડ બોન્‍ડમાં રૂપાંતર કરવામાં આવે તો તે બંને પાત્રોમાં બીનરહીસ હોવાથી કેપીટલ ગઇનને પાત્ર બનશે નહિ.

ટુંકમાં, આ બજેટમાં કેપીટલ ગેઇન અંગે નાના-મોટા અનેક ફેરફારો બજેટમાં જાહેર કરવામાં આવેલ છે. તેને ઉંડાણ પૂર્વક અભ્‍યાસ કરી કેપીટલ ગેઇનની ગણતરી કરવી જરૂરી છે.

 ઇન્‍ટેક્ષ કોસ્‍ટ હિસાબી વર્ષ ૨૦૧૭-૧૮થી આ મુજબ ગણવામાં આવશે

     વર્ષ

ઇન્‍ટેક્ષ કોસ્‍ટ

૨૦૦૧ - ૦૨

૧૦૦

૨૦૦૨ - ૦૩

૧૦૫

૨૦૦૩ - ૦૪

૧૦૯

૨૦૦૪ - ૦૫

૧૧૩

૨૦૦૫ - ૦૬

૧૧૭

૨૦૦૬ - ૦૭

૧૨૨

૨૦૦૭ - ૦૮

૧૨૯

૨૦૦૮ - ૦૯

૧૩૭

૨૦૦૯ - ૧૦

૧૪૮

૨૦૧૦ - ૧૧

૧૬૭

૨૦૧૧ - ૧૨

૧૮૪

૨૦૧૨ - ૧૩

૨૦૦

૨૦૧૩ - ૧૪

૨૨૦

૨૦૧૪ - ૧૫

૨૪૦

૨૦૧૫ - ૧૬

૨૫૪

૨૦૧૬ - ૧૭

૨૬૪

 નીતિન કામદાર

         ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજકોટ.

     ફોન-૯૮૨૫૨-૧૭૮૪૮

 

(1:02 pm IST)