Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

ડીજીટલ યુગમાં નાણા મંત્રાલયે સમય મર્યાદા કરેલ ઘટાડો : ઇન્કમટેક્ષ વિભાગે ઝડપી કાર્ય કરવાનું થશે : કરદાતાઓને પણ રાહત

આવકવેરા ખાતુ હવે ડીજીટલ યુગમાં ઝડપથી પ્રવેશી રહ્યું છે. હવે તમામ ઇન્કવાયરી, સ્ક્રુટીની તથા તમામ વસ્તુઓ ફીઝીકલ કાગળોની જગ્યાએ કોમ્યુટર દ્વારા ઇ-મેઇલથી મોકલવાનું શરૂ થયેલ છે. સ્કુટીની પણ હવે ફેઇસલેશ કરવામાં આવેલ છે. જેથી કરદાતા અથવા તેમના વકીલ - સી.એ. પણ ઇન્કમટેક્ષમાં રૂબરૂ જવાનું બંધ થયેલ છે. મોટા શહેરોમાં ઇન્કમટેક્ષ ઓફિસના સ્ટાફ સિવાય કોઇપણ ત્રાહીત વ્યકિતઓને દાખલ થવાની મનાઇ છે.

આ સંજોગોમાં આવકવેરા વિભાગે તમામ ઇન્કમટેક્ષ પ્રક્રિયાઓ ઝડપી બનાવેલ છે. જેમાં કરદાતાઓને તથા આવકવેરા ખાતાને પણ છુટમાં આપેલ સમયમાં ત્રણ-ત્રણ મહિનાઓ ઓછા કરેલ છે. જે ખાસ ઘટાડેલો સમય નીચે પ્રમાણે ૨૦૨૧ના બજેટમાં જાહેર કર્યો છે.

(૧) આવકવેરા રીર્ટન ભરવા અંગે ત્રણ માસનો ઘટાડો

દા.ત. હિસાબી વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષનું રીર્ટન જુલાઇ - સપ્ટેમ્બર ૨૦૨૧માં ભરવાનું હોય છે. તેમજ મોડામા મોડુ તા. ૩૧-૩-૨૦૨૨ હતી. તેમાં ઘટાડો કરી છેલ્લી તારીખ ૩૧-૧૨-૨૦૨૧ કરવામાં આવેલ છે. મોડા રીર્ટન ભરવાનો દંડ તથા વ્યાજનો ભરવાનો ચાલુ જ છે. પણ ૩૧-૧૨-૨૦૨૧ પછી પોર્ટલ બંધ થતા રીર્ટન સ્વીકારાશે જ નહીં. આવી જ રીતે રીવાઇઝડ રીર્ટન ભરવાની પણ છેલ્લી તારીખ ૩૧-૧૨-૨૦૨૧ રહેશે.

(ર) કલમ ૧૪૩ (૧) નીચે નોટીસ : (કરદાતાને પ્રાથમિક નોટીસ)

આવકવેરા દ્વારા આવી નોટીસમાં સમય મર્યાદા પણ ત્રણ મહિના ઘટાડો કરવામાં છે.

(૩) કલમ ૧૪૩ (ર) નીચે નોટીસ : (સ્ક્રુટીની અંગેની નોટીસ)

આવકવેરા ખાતાએ કરદાતાએ ભરેલ રીર્ટન અંગે કોઇપણ વધારાની માહિતી જોઇએ જે અગાઉ સ્ક્રુટીની નોટીસ ૬ માસ હતી. તેમાં ઘટાડો કરી આપેલ છે. આમ હિસાબી વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું ભરેલ રીર્ટન માટે સ્ક્રુટીની નોટીસ સમય તેનાં આંકરણી વર્ષ ૨૦૨૧-૨૦૨૨ એટલે કે ૩૧-૦૩-૨૦૨૨થી છ માસ ૩૦-૦૯-૨૦૨૨ સુધીમાં સ્ક્રુટીની નોટીસ ઇ-મેઇલથી મોકલી શકાતી. હવે આવી નોટીસ કરદાતાને તા. ૩૦-૦૬-૨૦૨૨ સુધીમાં ન મળે તો સમજી લેવાનું કે તેનું રીર્ટન સ્વીકારી લેવામાં આવેલ છે અને સ્ક્રુટીની નોટીસ નહિ આવે.

(૪) કલમ ૧૪૩ (૩) નીચે નોટીસ : સ્ક્રુટીની નોટીસનાં જવાબ અંગે

કરદાતાને સ્ક્રુટીની નોટીસ આવ્યા બાદ તેનો જવાબ કરદાતાએ આપી તેનો ફાઇનલ ઓર્ડર આવકવેરા ખાતાએ આપવાના સમયમાં પણ ત્રણ મહિનાનો ઘટાડો કરેલ છે. આમ તમામ સ્ક્રુટીની ઓર્ડરો પહેલા ૩૧મી માર્ચ પહેલા આપવાના હતા તે હવે ૩૧મી ડીસેમ્બર પહેલા આવકવેરા વિભાગે પૂર્ણ કરવાના છે.

(પ) કલમ ૧૩૯ (૯) નોટીસ : (કરદાતાએ ભરેલ રીર્ટનમાં ખામી અંગે)

આવકવેરા ખાતા તરફથી કરદાતાએ ભરેલ રીર્ટનમાં કોઇપણ ખામી (Defect) હોય, અથવા અમુક આવકો ન દર્શાવેલ હોય તેનો જવાબ ફકત ૧૫ દિવસમાં જ કરદાતાએ આપવાનો રહેતો હતો. અને જો જવાબ અપૂરતો અથવા અધુરાપુરાવા સાથે કરદાતાએ મોકલેલ હોય તો તે રીર્ટન invalied રીર્ટન ગણવામાં આવતુ હતું અને ઇન્કમટેક્ષ ઓફીસર પોતાની ઇચ્છા અથવા આધાર - પુરાવાથી એસેસમેન્ટ ઓર્ડર કરી આપતા હવે આ ૧૫ દિવસના ટુંકા સમયને બદલે કરદાતાને પુરાવાઓ આપવા યોગ્ય વધુ સમય આપવામાં આવશે. જેથી તે પુરતો બચાવ કરી શકે.

(૬) કલમ ૧૪૭ નીચે રી-ઓપરીંગ રીર્ટન માટે ત્રણ વર્ષનો ઘટાડો

આ કલમ પ્રમાણે જો આવકવેરા અધિકારીને લાગે કે કરદાતા એ રીર્ટનમાં સાચી આવક દર્શાવેલ નથી. તો ફેર આકરણી કરવા ઉપલા અધિકારીની મંજુરી લઇ કલમ ૧૪૮એ મુજબ નોટીસ પાઠવી, આંકરણી કરતા પહેલા કરદાતાનો જવાબ મંગાવે છે અને જરૂર પડયે ફેર-આંકરણી કરી ટેક્ષ, પેનલ્ટી ચાર્જ કરી શકે છે. - આ વિધિનો સમય આંકરણી વર્ષથી છ વર્ષ સુધીનો હતો તેમાં ઘટાડી ૩ વર્ષ સુધીનો કર્યો છે. આમ અત્યારે કરદાતાઓએ છ વર્ષ સુધી તમામ ચોપડાઓ રાખવા પડતા હતા તે હવે આંકરણી વર્ષ પુરા થયે ત્રણ જ વર્ષ સાચવવાના રહે.

આમ, ડીજીટલ યુગમાં પ્રવેશ થવાથી સમય મર્યાદામાં ઘટાડો થયેલ છે તેમજ કરદાતાઓએ જવાબદારીઓ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.

નિતીન કામદાર (CA)

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

info@nitinkamdar.com

(10:36 am IST)