Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

અચેતન મન

''અચેતન કરતા નવ ગણુ મોટુ છે તેવી અચેતનમાંથી જે કઇપણ આવે છ તે હાવી થઇ છે તેથી જ લોકો પોતાની લાગણી ઓછી કરતા હોય છે તેઓ તેને દબાવી રાખે છે. તેઓને બીક છેકે તે અરાજકતા પેદા કરશે. તે કરે છે પરંતુ અરાજકતા સુંદર છે.''

નિયમ પાલન કરવાની પણ જરૂર છે. અને અરાજકતાની પણ જરૂર છે. જયારે નિયમ પાલન કરવાની જરૂરીયાત છે. પાલન કરો ચેતન મનનો ઉપયોગ કરો જયારે અરાજકતાની જરૂર છે. અચેતન મનનો ઉપયોગ કરો અને અરાજકતા થવા દો. એ  વ્યકિત બંને તો ઉપયોગ કરવા માટે શકતીમાન છે જે ચેતન અને અચેતન વચ્ચે કોઇ અવરોધ ઉત્પન્ન ના કરેઅમુક કામ એવા છે જે તમે ચેતન મનથી જ કરી શકો ઉદાહરણ તરીકે જો તમે ગણીત અથવા વૈજ્ઞાનીક કામ કરો છો તો તમે તેને ચેતન મન દ્વારા જ કરી શકો પરંતુ પ્રેમ તેના જેવો નથી, કવિતા તેના જેવી નથી. તેઓ અચેતન માંથી આવે છે. તેથી તમારે ચેતન મનને બાજુ પર મુકવું પડશે.

ચેેતન મન વસ્તુઓને રોકવાની કોશીષ કરશે કારણ કે તે ગભરાયેલ છે તેને એવુ લાગે છે કે કંઇક મોટો બદલાવ આવી રહ્યો છે. તે બચી શકસે કે નહી ? તે તેને અવગણવાની કોશીષ કરેછે. તે બચવા માંગે છે, કયાક છુપાવા માંગે છે. પરંતુ તે બરાબર નથી તેથીજ લોકો નિસ્તેજ અને મૃત છે. જીવનના બધા જવસંતો અચેતના મનમાં છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:09 am IST)