Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

પુરૂષોતમ -સ્તવન

પરમાત્મા તો પોતેજ પરબ્રહ્મ

સનાતન અવ્યકત આત્મપદ જ એક માત્ર સત્ય છે. જે કોઇ કર્મ કરતુ નથી, સુષ્ટિ-સ્થિતિ અંહકાર થી જેનો કોઇ મતલબ નથી તો  આ જગત અને તમારો જીવાત્મા બંને એક ભ્રમ સમાન હોય છે, જેની સત્ય માટે કોઇ સ્થિતિ નથી.

અગર જો આ સ્વરૂપમાં તમારી નિષ્ઠા અને જ્ઞાન હોય તો જીવન અને કર્મના  સન્યાસ જ એક માત્ર ઉધ્ધારનો ઉપાય બને છે.

સુષ્ટિમાં જગન્નિયાસ - જગદીશ, અને જગતમાં ચમારૂ હોવુ એ બંને બનબતો સત્ય છે. સુષ્ટિ અને તમે પરમેશ્વરની કાર્યશકિત અને અભિવ્યકિત છો આથી જ એટલા માટે જીવનમાં કર્મ ગ્રહણ કરો તેનો ત્યાગ નહીં

અવ્યકત સ્વરૂપ અને સત્સતાથી પરમાત્મા સાથે એકરૂપ થઇ તેના જ અંશરૂપ આપણે છીએ, એવો ભાવ અનુભવી પ્રેમઅને ભકિતપૂર્વક પરમાત્મા તરફ વળો, કર્મ કરવાવાળા કરણ બનો ભગવત કર્મ પ્રવાહના વિશુધધ સાધન બનો, પરમ કૃપાળુ પરમાત્માની એકશકિત બનો.

જગતમાં વાસ્તવિક સ્વરૂપ એવું પણ છે કે નડતા અને અપૂર્ણતાથી, અનેપ્રકૃતિના પ્રભાવથી મનના અહંકાર ને લીધે મન વિકૃત બને છે. આવુ ન થાય તે માટે મનમાં ચૈતન્યભાવ જાગૃત કરીને પરમાત્માની શકિત સંકલ્પ અને કર્મના એક સાધક અંગ બનાવો

આ રીતે પોતાના આત્મસ્વરૂપની પૂર્ણસત્તામાં રહેશો અને ભગવત્સા વિશુધ્ધ સૅપૂર્ણ યોગ પ્રાપ્ત કરી શકાશે.

પરમતત્વ પુરુષોતમ જેઓ સમગ્ર સૃષ્ટિીથી પર છે કાલ કે કાર્યકારણ કે પોતાના અવ્યકત ગુણો અને રૂપોમાં કોઇપણ રૂપ કે ગુંણથી પર છે.પણ તેનો મતલબ એ નથી કે, પોતાના એ પરમ સનાતન પદ પર  રહ્યા છતા પરમાત્મા જગતમાં કંઇ થાય છે   તો તેમાં કોઇ ધ્યાન રાખતા નથી. અને જગત અને પ્રકૃતિ તેમજ તમામ પ્રાણીઓથીઅલગ રહે છે.

પરમાત્મા તો પોતેજ પરબ્રહ્મ છે તેઓ અવ્યકત પણ છે અને તેઓ જ સર્વભુતાનિ છે આત્મા છે પ્રાણ, શરિર, અંતરાત્મા અને પ્રકૃતિ અને પ્રકૃતિના સર્વ કાર્યો તેમની જ અનંત સનાતની વિભિન અંગ અને કર્મ છે.

તેઓ પરબ્રહ્મ છે અને બધુજ તેમના દ્વારા વ્યકત થાય છેપ તેમના રૂપ અને તેમની આત્મશકિત છે. તેઓ પરમાત્મા છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:20 am IST)