Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સત્તા

''જો સતા વધવાની સાથે સંવેદનશીલતા વધે તો સભાને દુરૂઉપયોગ થવાનો કોઇ ભય નથી''

લોકો કોઇ જોખમ ના રહે એટલા માટે ઓછામાં ઓછી સતા સાથે જીવવાનુ નકકી કરે છે.જયારે તમારી પાસે સતા છે ત્યારે તેને ઉપયોગ કરવાનું ઝોખમ છે. તમરી પાસે કલાકના બસ્સો કીલોમીટરની ઝડપે ચાલતી સ્પોર્ટસ કાર હોય તો તમે એક દિવસ તે ઝડપે જવાનું નકકી કરશો તે જોખમ છ. જે કઇપણ શકય હશે તે પડકાર બની જશે. તેથીજ લોકો ઓછી સતા સાથે જીવવાનું પસંદ કરે છે જો તેમને ખબર પડેકે તેઓ તેમની સતાનસો કેટલો ઉપયોગ કરી શકે છેઅને વધારી શકે છે તો તમે કરતા તેઓ પોતાની જાતને રોકી નહી ઇચ્છા ખૂબજ પ્રબળ બની જશે તેઓ અંત સુધી જવાની ઇચ્છા રાખશે.

યોગના શોધકર્તા પતંજલીએ યોગમા આગળ વધતા લોકો માટે કાળજીપુર્વક આ રસ્તા ઉપર આગળ વધી શકે તે માટે તેમના યોગ સુત્રમાં શકિત ઉપર આખુ પ્રકરણ લખેલુ છે કારણ કે ખૂબ જ શકિત ઉપલબ્ધ હશે અને ખૂબજ જોખમ પણ હશે.

પરંતુ મારો મત બીલકુલ અલગ છે જો સતાની સાથે-સાથે સંવેનશીલતા વધે તો કોઇ ભય નથી. જો ફકત સતા જ વધે સંવેનશીલતા વગર તો ભય છે. તો પછી કઇક ખોટુ થઇ શકે છે પતંજલીને તેનો જ ભય છે  કારણ કે તેની પધ્ધતિ સંવેનશીલતની વિરૂધ્ધમાં  છે તે તમને શકિત આપે છે પરંતુ સંવેનશીલતા નહી તે તમને વધારે અને વધારે  મજબુત બનાવે છે, સ્ટીલ જેવા પરંતુ ગુલાબ જેવા મજબુત નહી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:52 am IST)