Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

વંદે માતરમ ગીતના સર્જક બંકિમબાબુ

દેશની આઝાદીની લડત વખતે બંદુકને બેરોનેટની ધમાચકડી વચ્ચે વંદેમાતરમના ગગનભેદી અવાજો ગુંજી ઉઠતા.

વિરાટ જનસમુદાય ઉપર દ્યોડાનાં ડાબલા ફરી વળતાં, કંઇક નિર્દોષ કચડાઇ જતાં, રાષ્ટ્રધ્વજને અણનમ રાખવા કંઇક મરજીવા વંદેમાતરમનું ગીત લલકારતાં લલકારતાં પોતાના પ્રાણનું બલિદાન આપતા, એવું આ જાદુભર્યું ગીત આજે પણ આપણને દેશ સેવાની પ્રેરણા પાય છે.

આવા જાદુભર્યા ગીતના કવિ કોણ હતાં તે જાણવાની તો ઈચ્છા થાય જ, એ કવિ હતા શ્રી બંકિમચંદ્ર ચેટરજી.

બંગાળ પ્રાંતમાં ચોવીસ પરગણામાં આવેલ કંટાલપાડા ગામમાં યાદવચંદ્ર ચેટરજીને ત્યાં ઇ.સ. ૧૮૩૮માં ૨૭ મી જુને શ્રી બંકિમચંદ્રનો જન્મ થયો હતો. ફકત ૧૧ વર્ષની ઉંમરમાં જ એ હુગલીની કોલેજમાં દાખલ થયાં. તેમને એમ લાગ્યું કે ઇચ્છા થવાથી કોઇ વસ્તુ પ્રાપ્ત થતી નથી તે માટે મહેનત કરવી જોઈએ. આથી તેમણે કોલેજના અભ્યાસ ઉપરાંત બીજા પુસ્તકોનો અભ્યાસ પણ શરૂ કર્યો. બીજા વિદ્યાર્થીઓ ફુરસદના સમયમાં આનંદપ્રમોદ કરતાં ત્યારે બંકિમબાબુ તો પોતાના અભ્યાસમાં મશગુલ રહેતા.

તેઓ દરેક પરીક્ષામાં પ્રથમ આવતાં. બંકિમબાબુએ સંસ્કૃત ભાષા શીખવી શરૂ કરી અને ચાર વર્ષમાં તે સંસ્કૃતભાષાનાં પંડિત બની ગયા.

બંકિમચંદ્રે સંવાદ પ્રભાકર અને સાધુરંજન નામનાં પત્રોમાં પોતાના લેખો આપવા શરૂ કર્યા. સને ૧૮૫૫માં ભારતમાં બી.એ.નું શિક્ષણ આપવાની શરૂઆત થઇ. આથી બંકિમબાબુએવકિલાતનો અભ્યાસ છોડી દઇને બી.એ.નો અભ્યાસ શરૂ કર્યો. માત્ર બે જ મહિનામાં તેમણે બી.એ.ની પરીક્ષા પસાર કરી.

બંગાળના ગવર્નરે આ તેજસ્વ વિર્દ્યા્થીની પ્રતિભા અને જ્ઞાન જોઇને બંકિમબાબુને જસોર જિલ્લાનાં નાયબ ન્યાયમૂર્તિ તરીકે પદવી આપી. આ પદવીમાં બંકિમબાબુના વિવેકબુધ્ધિ, ન્યાયબુધ્ધિ ખુબ જ ઝળકી ઉઠયા.

બંગાળના સાહિત્ય ક્ષેત્રે બંકિમબાબુના પદાર્પણે નવી જ દિશા ઉદ્યાડી, તેઓ નવલકથાકાર તરીકે પ્રસંશા પામ્યા. તેમણે દુર્ગેશનંદિની, આનંદમઠ, કંપાલકુડલાં મૃણાલીની, દેવી ચૌધુરાણી કૃષ્ણચરિત્ર સીતારામ વગેરે પુસ્તકો લખ્યા છે. જે ન્યાય નિષ્ઠા અને સ્વદેશપ્રેમથી ભરપુર છે. તેમણે બંગદર્શન નામનું માસિક પણ કાઢેલ હતું.

આવા સાહિત્યકાર અને રાષ્ટ્રીયગીતનાં કવિ બંકિમચંદ્રનું પપ વર્ષની ઉમરમાં ૮ મી એપ્રીલ ૧૮૯૪માં મૃત્યુ થયું પરંતુ જયાં સુધી વંદેમાતરમનું ગીત ગુંજતુ રહેશે ત્યાં સુધી બંકિમબાબુ અમર રહેશે.

-દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(3:43 pm IST)
  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST