Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

પ્રેમ-Love

કાનૂન-કાયદો (Law) અચેન લોકો માટે છે;

પ્રેમ એટલે (Love) જાગૃત-ધ્યાનસ્થ લોકો માટે છે

પ્રેમ એ ઉપલી કક્ષાનો કાયદો-કાનૂન છે;

જયારે કાનૂન એ નીચલી કક્ષાનો પ્રેમ છે.

કાનૂન નીતિવિદો માટે છે જયારે

પ્રેમ આધ્યાત્મિક-પ્રેમાળ લોકો માટે છે.

અધ્યાત્મ એ કાનૂન નથી, અધ્યાત્મ એ પ્રેમ છ.ે

પ્રેમ એ પરમાત્મા તરફથી મળેલો મોટામાં મોટો ઉપહાર છે,

પ્રેમની કળા શીખી જાવ. તેનું ગીત શીખી જાવ.

તેની ઉજવણી શીખી જાવ તે મૂળ જરૂરી છે.

જેમ શરીર ખોરાક વગર જીવી શકે નહીં તેમ,

આત્મા પ્રેમ જીવી શકે નહિ.

પ્રેમ એ આત્માનું વગર પોષણ છે.

જે કાંઇ અતિ મહત્વનું છે, તેની તે શરૂઆત છે, તે દિવ્યાતાનું દ્વાર છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:18 am IST)