Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સર્વ પ્રત્યે પૂર્ણ પ્રેમની અનુભુતિનું નામ જ ઇશ્વર છે. જેનું કોઇ કેન્દ્ર નથી, છતાં સમસ્ત સત્તા-સર્વસત્તા જ તેનું કેન્દ્ર છે.

'હું'નું વિસર્જન થઇ જતાં શેષમાં જે રહી જાય છે તે પ્રેમ છે. 'હું'ની દીવાલો તુટી પડયા પછી જે બચી જાય છે તે પ્રેમ છે.

જન્મ્યા પછી આપણે પળે પળે મરીએ છીએ. આ મરણપ્રક્રિયા જે દિવસે પુરી થાય છે, તે દિવસને આપણે મૃત્યુ દિન કહીએ છીએ.

આપણે જીવનને નહિ પણ ક્રમિક મૃત્યુને જ જાણીએ છીએ; એથી જ આખો વખત એનાથી બચવાના પ્રયત્નમાં રચ્યાપચ્યા હોઇએ છીએ.

શિક્ષકની ફરજ શી ? તેની ફરજ છે વિદ્રોહ કરતા શીખવવું. જે દિવસે વર્ગમાં ક્રાંતિ થશે તે જ દિવસે સર્વથા નવીન માનવતા પ્રગટશે.

વાસ્તવિક ધાર્મિકતા તો જન્મ-મૃત્યુના ભયથી નહિ, જીવનના અનુભવથી આવે છે.

જે સત્ય છે તે શાશ્વત છે અને જે શાશ્વત છે તે સત્ય છે. છોડવા જેવી ચીજોનો જયારે નાશ થાય છે ત્યારે જ બીજી નવી ચીજોનું સર્જન થાય છે.

એક જ સ્થળે પહોંચવાના રસ્તા જુદા હોઇ શકે. તેથી તેઓ વિરોધી છે એમ ન કહેવાય બલ્કે તેમને સહયોગી કહેવાય. કારણ કે તેઓ એક જ સ્થળે પહોંચાડે છે.ે

સત્તાધિકારી કદીય એમ ન કહેવાય બલ્કે તેમને સહયોગી કહેવાય. કારણ કે તેઓ એક જ સ્થળે પહોંચાડે છે.

વિચાર આવવાનો નથી હોતો. વિચાર તો જાગૃત કરવાનો હોય છે. વ્યકિત જયારે બીજાના વિચારો તથા શબ્દોની જાળમાં ફસાય છેત્યારે સત્યના આકાશમાં પોતાની મેળે ઉડવાની તેની શકિતનો નાશ થાય છે.

શ્રદ્ધા અને વિશ્વાસ બાંધનાર છે, જયારે સંદેહ મુકત કરનાર છે.

અભય બનાવે, નિર્લોભી બનાવે તે શિક્ષણ, સાહસ અને વિદ્રોહની શકિત આપે તે શિક્ષણ અજ્ઞાનના પડકાર ઝીલે, ઇર્ષ્યા ન કરે, પ્રતિસ્પર્ધા ન કરે, પ્રેમથી મળે તે શિક્ષણ.

રામ જેવા થાઓ અને બુધ્ધ જેવા બનો. એથી વિશેષ ભુલ બીજી શી હોય ? શું કોઇ બીજા જેવા બની શકે ? આજ સુધી એવુ બન્યું છે ?

કોઇ પણ વ્યકિત કોઇ બીજા જેવો થવા ઉત્પન્ન નથી થયેલ દરેકે પોતા જેવું જ થવાનું છે. પોતામાં રહેલા બીજને જ દરેકે વૃક્ષમાં વિકાસવવાનું છે.

શિક્ષક પોતે સ્વતંત્ર હોય તો જ તે વિદ્યાર્થીઓ માટે સ્વાતંત્ર્યનો સંદેશવાહક બની શકે.

સાચું જીવન એ જ છે , જે જીવનનું કયારેય મૃત્યુ નથી. મૃત્યુ પ્રત્યે સજાગ થયા વગર પોતાના જીવિતપણાનું તથ્ય કદી નહીં જણાય.

જયાં સુધી આપણે જીવનને ધરમુળથી જ બદલી ન નાખીએ ત્યાં સુધી જીવનમાં વ્યાપ્ત દુઃખ આપણા કોઇ પણ પ્રયત્ને દુર થનાર નથી.

એક હાથથી આપીએ છીએ અને આપી રહેતા નથી ત્યાં તો બીજા હાથે ઝૂંટવી લઇએ છીએ. આ જ આપણી હાર છે, આ આપણો આત્મઘાત છે.

કષ્ટ અનેક છે, દુઃખ એક જ છે બધાં કષ્ટ દૂર કરવા છતાં દુઃખ દુર નહિ થાય. તેના નિવારણનો એક માત્ર ઉપાય ધર્મ છે.

માણસ તો બીજ જેવો છ, એક બી વૃક્ષ બને તો બીજા બી પણ જરૂર વૃક્ષ બને. એક હૃદય પ્રકાશમય થઇ શકે તો બધાં હૃદય પ્રકાશમય થઇ શકે; એક વ્યકિત પ્રભુને મેળવી શકે તો બધાંયે મેળવી શકે.

કોઇનું કોઇ નામ નથી. બધા અનામ જન્મે છે. અને અનામ જ વિલીન થઇ જાય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:52 am IST)