Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ભાગ લેવો

''અમુક વસ્તુઓ એવી છે કે જેમા તમેભાગ લો તો જ તેને જાણી શકો.''

બહારથી તમે ઉપર છલ્લી વસ્તુઓને ઓળખી શકો. વ્યકિતની અંદર શુ થઇ રહ્યું છે ? કોઇ રડે છે અને આંસુ વહે છે. તમે જુઓ છો પરંતુ તે ઉપર ઉપરથી જ જુઓ છો તેના મધ્યમાં શુ થઇ રહ્યું છે ?  શા માટે તે રહે છે ? તેનો અર્થ કરવો પણ મુશ્કેલ છે-કારણ કે તે કદાચ શોકના લીધે રડતો હોઇ શકે તે કદાચ દુઃખને કારણે રડતો હોઇ શકે. તે કદાચ ગુસ્સાને લીધે રડતો હોઇ શકે, તે કદાચ ખૂશીને લીધે રડતો હોઇ શકે તે કદાચ ધન્યવાદ આપવા માટે-રડતો હોઇ શકે.

આંસુ તો ફકત આંસુ છે આંસુ કયાથી આવ્યા છે તેનો રસાયણીક  અર્થઘટન કરવાનો કોઇ રસ્તો નથી-ધન્યવાદની સ્થીતીમાંથી આશીર્વાદની સ્થીતીમાંથી અથવા તો દુઃખમાંથી-કારણ કે બધા જ આંસુઓ સરખા છે રસાયણીક રીતે કોઇ ફરક નથી અને તેઓ ગાલ ઉપરથી વહેતા સરખા જ લાગે છે. તેથી અંદરની સ્થીતીને બહારથી પામવી લગભગ અશકય છે. વ્યકિતને કયારેય જાણી ના શકાય વસ્તુઓને જાણી શકાય તેનો અર્થ એ થયો કે તે આંસુઓને તમારે જાતે જ ઓળખવા પડશે નહીતર તમે ખરેખર તેને કયારેય-ઓળખી જ નહી શકો અવલોકનથી ઘણુ શીખી શકાય છે અને તે સારૂ છે કે તમે જુઓ છો. પરંતુ તમે ભાગ લેવાથી જે શીખી-શકો તેની સામે તે કોઇ જ નથી.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:06 am IST)