Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

''કવિને અમુક વસ્તુઓની ખબર પડે છે, તે હકીકત સાથે કાવ્યમય સબંધથી જ પ્રગટ થાય છે.''

દુનીયાની ચતુરાઇ સાથે સરખાવીએ તો કવિ મુર્ખ લાગશે પૈસા અને સતાની દુનીયામાં તેની પ્રગતી નહી થાય. પરંતુ તેની દરીદ્રતામાં પણ તે એક અલગ પ્રકારની સમૃદ્ધિનો અનુભવ કરે છે. જે બીજા કોઇ નહી અનુભવી શકે.

કવિ પ્રેમને પામી શકે તે કવિ ભગવાનને પામી શકે છે ફકત એવી વ્યકિત કે જે પોતાની નીર્દોષતાને લીધે જીવનની નાની-નાની-વસ્તુઓને પણ માણી શકે છે તે જ સમજી શકે છે કે ઇશ્વરનું અસ્તીત્વ છે કારણ કે ભગવાન જીવનની નાની-નાની વસ્તુઓમાં અસ્તીત્વ ધરાવે છે તમે જે ખોરાક ખાવ છો તેમા તે છે તમે સવારે ચાલવા માટે જાવ છો તે ક્રિયામાં તેનુ અસ્તીત્વ છે તમારા પ્રેમીને તમે જે  પ્રેમ કરો છો તેના તેનું અસ્તીત્વ છે કોઇની સાથે મીત્રતા કરો છો તેમાં તેનું અસ્તીત્વ છે ભગવાનનું અસ્તીત્વ ચર્ચમાં નથી ચર્ચ કવિતાનો ભાગ નથી તે રાજકારણનો ભાગ છે.

વધારે અને વધારે કાવ્યમય બનો કવિ બનવા માટે હીમતની જરૂર છે દુનીયા તેને મુર્ખ કહે તો પણ વ્યકિત પાસે તે સાંભળવાની હીમત હોવી જોઇએ તો જ તે કાવ્યમય બની શકે કાવ્યમય બનવાથી મારો અર્થ એ નથી કે તમારે કવીતા લખવી, કવિતા લખવી એ કાવ્યમય બનવાનો ખૂબ જ નાનો અને બીનજરૂરી ભાગ છે. વ્યકિત કદાચ કવિ હોઇ શકે અને તેણે કાવ્યની એકપણ લાઇન કયારેય ના લખી હોય અને કોઇ વ્યકિતએ હજારો કવિતાઓ લખી હોય છતાપણ તે કવિના હોય.

કવિ બનવુ તે જીવન જીવવાનો અભિગમ છે. તે જીવન માટેનો પ્રેમ છે. તે જીવન સાથેનો હૃદયથી હૃદયનો સબંધ છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:30 am IST)