Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

''જ્યારે પણ ભય લાગે તેનાથી બચવાની કોશીષ ના કરો હકીકતમાં ભય સંકેત આપે છે તમારે એ જ દિશામાં-ચાલવુ જોઇએ ભય એક પડકાર છે તે તમને કહે છે.આવ''

જયારે ખરેખર કઇક સારૂ હોય છે, તે ભયજનક પણ હોય છે. કારણ કે તે તમને અચુક બદલાવ કરવા માટે દબાણ કરશે તે એવી પરીસ્થિતી ઉપર તમને લાવશે કે જો તમે પાછા જશો તો તમે તમારી જાતને કદી માફ નહી કરી શકો, તમે તમારી જાતને હંમેશા ફાયર તરીકે યાદ રાખશો. જો તમે આગળ જશો તો તે- ખતરનાક છે, તેથી જ તે ભયજનક છે, જયારે પણ કોઇ ભય હોય ત્યારે હંમેશા યાદ રાખો કે પાછુ જવાનું નથી. કારણ કે તેનાથી કોઇ ઉકેલ નહી આવે.આગળ વધો જો તમને અંધારી રાતમાં ભય લાગતો હોય તો અંધારી રાતમાં જાઓ કારણ કે તેને દુર- કરવાનો તે એકમાત્ર રસ્તો છે તે જ ભયને દુર કરવાનો એકમાત્ર રસ્તો છે રાત્રીના અંધકારમાં જાઓ તેનાથી મહત્વનું બીજુ કઇ નથી. રાહ જુઓ, એકલા ત્યાં બેસો અને અંધકારને તેનુ કામ કરવા દો  જો તમને બીક લાગે ધ્રુજારી આવે ધ્રુજારી આવવાદો  પરંતુ અંધકારને કહો, ''તારે જે કઇપણ કરવું હોય તે કર'' થોડી મીનીટ પછી તમે જોશો કે બધુ બરાબર થઇ ગયું છે- અંધારૂ હવે અંધકારમય નથી તેમા પણ ચમક છે. તમે તેને સ્પર્શી સકસો-એક મખમલી શાંતી, એક વિશાળતા, એક સંગીત, તમે તેને માણી શકસો અને તમે કહેશો  ''હુ કેટલો મુર્ખ હતો કે આટલા સુંદર અનુભવથી હું ગભરાતો હતો.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:21 am IST)