Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

તાર

''ધ્યાનનું કામ તારે શોધવાનું છે.''

દુનીયા સતત વહેતી રહે છે. નદીની જેમ તે વહે છે પરંતુ દરેક વહેણ બદલાવ, પરિવર્તન સાથે એક તાર જોડાયેલ છે. જે આ બધાનેસાથે રાખે છે. બદલાવ તો જ ટકીશકે જો તેની સાથે કોઇ બદલાવ પામતુ તત્વ હોય નહીતર બધુ વિખેરાઇ જશે.

જીવન માળા જેવું છે તમને ફુલોની અંદરથી પસાર થતો તાર નથી દેખાતો પરંતુ તે ત્યા છે બધા ફુલોની જોડી રાખવા માટે જો તાર ત્યા ના હોત તો ફુલો વિખેરાઇ જાત, ત્યા ફુલોનો ઢગલો હોત માળા નહી અને અસ્તીત્વ એક ઢગલો નથી. તે ખૂબજ બારીકાઇથી ગુંથાયેલ-રચના છે. વસ્તુઓ બદલાય છે. પરંતુ કેટલાક બદલાવના પામતા તત્વો અસ્તીત્વના નિયમને જાળવી રાખે છે. આ અસ્તીત્વના નિયમને - સદાસીવ અથવા શાશ્વત ભગવાન કહેવાય છે. સમયાતીત ભગવાન, બદલાવના પામતા ભગવાન અને ધ્યાનનું કામ આ તારને શોધવાનું છે.

લોકો ફકત બે પ્રકારના હોય છે. એક ફુલોથી એટલા બધા મોહીત જાય છે કે તારને ભૂલી જાય છેતે મહત્વ અને મુલ્ય વગરનું જીવન જીવે છે કારણ કે તે જે કઇપણ કરશે તે નાશ પામશે આજે તે જે- બનાવશે તે આવતીકાલે નાશ પામશે તે રેતીના મહેલ અને કાગળની નાવ બનાવવા જેવું બીજા પ્રકારના લોકો તારની શોધમા છે અને તેઓ પોતાનું સંપૂર્ણ જીવન તેને સમર્પિત કરી દે છે. એના માટે કે જે હમેશાને છે તે કયારેય હારશે નહી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:05 am IST)