Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

હલનચલન અને સ્થીરતા

''પરિધિમા નૃત્ય છે અને કેન્દ્રમાં પૂર્ણ સ્થીરતા છે''

ધ્યાન ફકત આંખો બંધ કરવી અને શાંતીથી બેસવું એ નથી હકીકતમાં બુદ્ધ જયારે બોધી વૃક્ષ નીચે શાંતીથી બેસે છે, કઇપણ હલનચલન કર્યા વગર ત્યારે પણ ખૂબ જ ઉંડાણમાં તેમની અંદર એક નૃત્ય ચાલે છે- ચેતનાનું નૃત્ય. ખરેખર તે અદ્રશ્ય છે પરંતુ ત્યા નૃત્ય છે કારણ કે કોઇ વસ્તુ આરામમાં રહી ના શકે. આરામ અવાસ્તવીક દુનીયા છે. વાસ્તવિકતામાં આરામ કોઇ સાથે જોડાયેલ નથી.

તે આપણા ઉપર આધારીત છે આપણે આપણા જીવનને બેચેન બનાવી શકીએ અથવા નૃત્ય બનાવી શકીએ. આરામ એ વસ્તુઓનો સ્વભાવ નથી પરંતુ આપણા પાસે ખૂબજ અરાજક વસ્તતા છે- તેદુઃખ છે, તે મનોરોગ છે, તે પાગલપન છે અથવા તો આપણે આ ઉર્જાથી નવુ કઇ સર્જન કરી શકીએ તો બેચેની લાંબો સમય બેચેની નહી રહે. તે સરળ અને આકર્ષક બની જશે-તે નૃત્ય અને ગીતના સ્વરૂપમાં રૂપાંતરીત થવાની શરૂઆત થશે. અને વિરોધભાસ એ છે કે જયારે નૃત્યકાર સંપૂર્ણપણે નૃત્યમાં-ખોવાઇ જશે તો ત્યાં આરામ છે- અશકય ઘટીત થશે. ચક્રાવાતના કેન્દ્રમાં બીલકુલ શાંતી હશે. પણ આરામ બીજી કોઇ રીતે શકય નથી. જયારે નૃત્ય સંપૂર્ણપણે હશે ત્યારે તે આરામ ઉત્પન્ન થશ.ે

અને આ સંપૂર્ણ નૃત્યનું એક કેન્દ્ર છે તે કેન્દ્ર વગર થઇ જ ના શકે, પરીધી નાચે છે-કેન્દ્રને જાણવા માટે, સંપૂર્ણપણે નૃત્યમ બની જવુ તે એકમાત્ર જ રસ્તો છે. પછી જ નૃત્યુના વિરોધાભાસ વચ્ચે અચાનક જ વ્યકિતને ખૂબ જ શાંતી અને સ્થીરતાની પ્રતીતી થાય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:25 am IST)