Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

પ્રેમ વગરની સ્થિતીને દુર કરો

''આપણે પ્રેમ કરતા નથી. પરંતુ ફકત આ જ સમસ્યા નથી આપણે ધીકકારીએછીએ. તેથી તમને જે પણ પ્રેમ વગરની સ્થીતિ લાગતી હોય તેન ેછોડવાની શરૂઆત કરો. આદતને લીધે તમે જે પણ વલણ, જે પણ શબ્દનો ઉપયોગ કરતા હો પરંતુ અચાનક જ તમને જે કુર લાગે-તેને છોડી દો''

હંમેશા કહેવા માટે તૈયાર રહો. ''હુ દિલગીર છુ'' ઘણા ઓછા લોકો આવુ કહેવા માટે શકતીમાન છો જ્યારે તેઓ આવુ કહેતા જોવા મળે ત્યારે પણ તેઓ અંદરથી નથી કહેતા. તે કદાચ ફકત સામાજીક ઓપચારીકતા છે. ખરેખર ''હુ દિલગીર છુ'' તેમ કહેવા માટે મોટી સમઝણની જરૂર છે. તમે એવુ કહી રહ્યા છો કે તમે કઇક ખોટુ કર્યું છે--તમે ફકત નમ્ર બનાવાની કોશીષ નથી કરી રહ્યા તમે-કઇક દુર કરી રહ્યા છો. તમે જે બની ગયુ તે કાર્યને દુર કરી રહ્યા છો તમે જે શબ્દ કહી દીધા હતા તેને દુર કરી રહ્યા છો.

તેથી પ્રેમ વગરની સ્થીતીને દુર કરવો અને તમે તે કરવાથી જોશો કે ઘણી બધી વસ્તુઓ બનશે-- તે ફકત કેવી રીતે પ્રેમ કરવો તેનો સવાલ નથી. તે ફકત શા માટે પ્રેમના કરવો તેનો સવાલ છે.- તે સ્પ્રીંગ પત્થરથી ઢંકાયેલી હોય તેના જેવું છે તમે પત્થરો હટાવો અને સ્પ્રીંગ વહેવાની શરૂઆત કરશે. તે ત્યા જ છે.

દરેક હૃદયમાં પ્રેમછે કારણ કે હૃદય તેના વગર રહી જ ન શકે તે જીવનનો ધબકાર છે કોઇ વ્યકિત પ્રેમ વગર ના હોઇ શકે,

તે અશકય છે તેએક મુળભૂત સત્ય છે કે દરેક -વ્યકિત પાસે પ્રેમ છે, પ્રેમ કરવાની ક્ષમતા છે અને પ્રેમ પામવાની પણ પરંતુ કેટલાક પત્થરો- ખોટો ઉછેર ખોટુ વલણ ચાલાકી અને એક હજાર અને એક વસ્તુઓ--રસ્તો રોકી રાખ્યો છો.

પ્રેમ વગરના કૃત્યોને દુર કરો, પ્રેમ વગરના શબ્દો હાવભાવ અને અચાનક જ તમે પ્રેમમય સ્થીતીમાં પહોંચી જશો. ઘણી બધી-ક્ષણો આવશે જયારે અચાનક તમે જોશો કે કઇક થઇ રહ્યું છે.-અને તે પ્રેમ છે, ફકત એક ઝલક અને ધીમે ધીમે આ પળો લંબાતી જ જશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:08 am IST)
  • ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં : વર્લ્ડકપ ટી-૨૦ માટે ઈન્ડિયન વુમન્સ ટીમની થઈ જાહેરાત : ટીમમાં રીચા ઘોષ એકમાત્ર નવો ચહેરો : ૨૧ ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ખોલશે યુદ્ધનો મોરચો access_time 3:37 pm IST

  • JNU હિંસામાં સંડોવણીઃ ABVPના અક્ષત - રોહિતને પોલીસ સમન્સઃ એબીવીપીએ અક્ષત અને રોહિત તેના સભ્યો હોવાનો ઈન્કાર કર્યો, અક્ષત અવસ્થીએ જેએનયુની સાબરમતી હોસ્ટેલની શેરીમાં ટોળા દ્વારા વાહનો અને ફર્નીચરની કરાયેલી તોડફોડની વિસ્તૃત વિગતો આપી : અક્ષત અને રોહિતે જેએનયુમાં વિદ્યાર્થીઓ પર હુમલામાં પોતાની ભુમિકા સ્વીકારી લીધી હોવા છતાં પોલીસે હજુ સુધી તેમની કોઈ ધરપકડ કરી નથી : અક્ષત અવસ્થી પોલીસ સ્ટેશને જશે પરંતુ તપાસમાં જોડાશે નહિં : સૂત્રો, દિલ્હી પોલીસે કેસની તપાસ માટે કબૂલાતની ટેપ્સ માટે ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યુ access_time 12:42 am IST

  • કમ્મરતોડ ફુગાવો, જીવલેણ બેરોજગારી અને ઘટતા જતા જીડીપી દેશમાં 'નાણાકીય કટોકટી' સર્જી : રાહુલ ગાંધી access_time 10:12 pm IST