Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

બરાબર છે

''બરાબર છે તેમ કહેવુ પુરતુ નથી. બરાબર એક પ્રસન્નતા દાયક શબ્દ નથી, તે અધકચરો શબ્દ છે. તેવી ધન્યતા અનુભવો-અને તે અનુભવનો સવાલછે જે કઇપણ તમે અનુભવો તે તમે બની જશો. તે તમારી જવાબદારી છે.''

આપણે ભારતમાં કહીએ છીએ, ''તમે તમારૂ પોતાનું કર્મ છે.'' કર્મનો મતલબ તમારી પોતાની ક્રિયા તમે તમારી જાત સાથે જે કરો છો તે અને એકવાર તમે સમજી જાઓ કે આ તમે જ તમારી જાત સાથે કરેલુ છે તો તમે તેને છોડી શકસો તે તમારૂ જ - વલણ છે, કોઇએ તમને એવુ અનુભવવા માટે બળજબરી નથી કરી. તમે તેને પસંદ કર્યું છે-કદાચ અજાણતા કદાચ કોઇ સુંક્ષ્મ કારણસર જેના લીધે તે સમયે તમને સારૃં લાગ્યું પરંતુ પછી તેના લીધે કડવાશ ઉત્પન્ન થઇ પરંતુ પસંદગી તો તમે જ કરી છે.

એકવાર તમે સમજી જશો કે તમે જ પસંદ કરો છો તો શા માટે બરાબરથી સંતોષ રાખશો તે પુરતુ નથી અને તેનાથી તમારી જીવનમાં સંગીત, નૃત્ય અને ઉત્સવ નહી આવે ફકત બરાબર જ રહેવાથી ઉત્સવ કઇ રીતે મનાવશો? ફકત બરાબર જ રહીને પ્રેમ કેવી રીતે કરશો ? પરંતુ ઘણા બધા લોકો છે જે બરાબર ઉપર જ ચીટકી ગયા છે. આ વિચારને લીધે તેઓ તેની બધીજ ઉર્જા ગુમાવી રહ્યા છે બરાબર એના જેવું છે કે વ્યકિત બીમાર પણ નથી અને તંદુરસ્ત પણ નથી, કેવળ બરાબર છે. તે ઉત્સવના મનાવી શકે.

હું એવી સલાહ આપીશ કે ધન્ય અનુભવવું વધારે અઘરૂ હોય તો કમસે કમ દૂખી અનુભવો તેમા કમસે કમ ઉર્જાતો હશે. તમે રહી શકો છો. તેમ કદાચ હસી નહી શકો પરંતુ આંસુ સારવાનું તો શકય છે તે પણ એક જીવન છ.ે પરંતુ બરાબર રહેવુ નકામુ છે. અને જો પસંદગી કરવાનો જ સવાલ છ ેતો દુઃખને શા માટે પસંદ કરવુ જયારે તમે આનંદને પસંદ કરી શકો છો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:20 am IST)
  • ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં : વર્લ્ડકપ ટી-૨૦ માટે ઈન્ડિયન વુમન્સ ટીમની થઈ જાહેરાત : ટીમમાં રીચા ઘોષ એકમાત્ર નવો ચહેરો : ૨૧ ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ખોલશે યુદ્ધનો મોરચો access_time 3:37 pm IST

  • કોંગ્રેસ સાથેના સંબંધો સામાન્ય બનશે કે કેમ એ તો આગામી સમય જ કહેશે: ડીએમકે પાર્ટી વડા એમ. કે. સ્ટાલિન પર ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા આજની કોંગ્રેસના નેતૃત્વ, હેઠળ મળેલ CAA વિરોધી બેઠક માં ડીએમકે પક્ષ હાજર રહેલા નહિ access_time 8:25 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST