Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2019

હીસાબી વર્ષ ર૦૧૮-૧૯ માટે ટેક્ષ બચાવવા કે TDS માંથી વ્યાજ સાથે રીફંડ લેવા એ ફકત ત્રણ જ દિવસ

૩૧ મી માર્ચ ર૦૧૯ પુરૂ થવામાં એ ફકત ચાર જ દિવસ બાકી છે. વન ડે ક્રિકેટની જેમ આ ચાર દિવસમાં જેટલુ ટેક્ષ પ્લાનીંગ થઇ શકે તેટલું કરી, તમે ઇન્કમટેક્ષ બચાવી શકો છો. તેમજ જો તમારા પગારમાંથી કે અન્ય શ્રોત્રમાંથી પણ TDS કપાયેલ હોય તે રીફંડ વ્યાજ સાથે સમયસર રીર્ટન ભરી મેળવી શકાય છે. સામાન્ય રીતે નોકરીયાત કરદાતાઓ એવું સમજે છે કે તેમના પગારમાંથી TDS કપાયેલ હોય તે રીફંડ ન મળી શકે. પરંતુ હજુ આ ત્રણ - ચાર દિવસમાં પોતાના નામે - સારી રીતે રોકાણ કરવાથી તેઓ TDS માંથી પણ વ્યાજ સાથેરીફંડ મેળવી શકાય છે. તે માટે નીચે મુજબ રોકાણ તાત્કાલીક ૩૧મી માર્ચ પહેલા ચેકથી અથવા બેંક ONLINE  દ્વારા પણ કરી ટેક્ષ બચાવવો જોઇએ.

 

ટેક્ષફ્રી લીમીટ

આ વર્ષે સીટીઝનને ર,પ૦,૦૦૦, સીનીયર સીટીઝનને ૩,૦૦,૦૦૦ કરમુકત છે. પરંતુ આવતા વર્ષ એટલે કે ર૦૧૯ ર૦ર૦ થી કરમુકત મર્યાદા રૂ. પ,૦૦,૦૦૦ ની છે.તેથી જો કરને પાત્ર આવક રૂ.પ,૦૦,૦૦૦ સુધી કે તેનાંથી નીચે આવે તો કાંઇ જ ટેક્ષ ભરવાનો નહીં થાય. આ માટે પણ ચાલુ વર્ષથી ટેક્ષ પ્લાનીંગ કરવું જરૂરી છે.

(૧) કલમ ૮૦ સી નીચે રૂ.૧,પ૦,૦૦૦ રોકાણ

કોઇ પણ વ્યકિત અથવા HUF રૂ.૧,પ૦,૦૦૦ સુધીનું રોકાણ LIC પ્રીમીયમ, PPF, GPF કે હાઉસીંગ લોનનો હપ્તો ઉપરાંત કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડની ટેક્ષ સેવીંગ સ્કીમમાં રોકાણ કરી પુરેપુરો લાભ લેવો. જો રૂ.૧,પ૦,૦૦૦ રોકાણ ન થયેલ હોય તો આ ત્રણ દિવસમાં પણ રોકાણ કરી લેવુ. આ બધામાં મ્યુચ્યુલ ફંડની ટેક્ષ સેવીંગ સ્કીમમાં રોકાણ ફકત ત્રણ વર્ષ માટે Lockin Period માં - ડીવીડન્ડ મળે તે રીતે રોકાણ કરવાથી વાર્ષીક ૧૦ ટકાથી ૧૧ ટકા ડીવીડન્ડ સામાન્ય રીતે મળે છે. જયારે અન્ય બાદને પાત્ર રોકાણ લાંબા સમય માટે છે. અને તેનું વળતર પણ વાર્ષી ૧૦ થી ૧ર ટકા કરતાં ઓછું હોય છે. ચોથે વર્ષે  Lockin Period પુરો થયે રોકાણ રકમ પરત મળવાથી, ફરી-રોકાણ કરવાનો ચાન્સ પણ મળે છે. ટુંકી મુદતનું તેમજ ટેક્ષ બચત માટેનું આ રોકાણ શ્રેષ્ઠ છે. તેનું ડિવીડન્ડ કરમુકત છે. જેથી તેના ઉપર ટેક્ષ લાગતો નથી.

કલમઃ ૮૦ સીસીડી નેશનલ પેન્સન સ્કીમ (N.P.S.)

N.P.S.  સંપૂર્ણ ભારત સરકારની સ્કીમ છે. તેમાં વાર્ષીક ૧૦ ટકાથી ૧ર ટકા વળતર છે. કલમ ૮૦ સી માં રૂ.૧,પ૦,૦૦૦ રોકાણ આવકમાંથી બાદ મળે છે. તે ઉપરાંત એન.પી.એસ.માં જો કોઇ કરદાતા ઉંમર વર્ષ ૧૮ થી ૬૦ વર્ષ સુધીનાં એટલે કે સીટીઝન કરદાતા રૂ.૧૦૦૦થી રૂ.પ૦,૦૦૦ રોકાણ કરે તો તે સંપૂર્ણ રકમ આવકમાંથી બાદ મળશે. આમ રૂ.૧,પ૦,૦૦૦ ઉપરાંત રૂ.પ૦,૦૦૦ એમ કુલ રૂ.ર,૦૦,૦૦૦ સુધી બાદ મળવા પાત્ર છે. N.P.S. ભારત સરકારની સ્કીમ છે. તેમાં રોકાણ કરવા યુનીટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, G.S.T.  બિલ્ડીંગ પાસે રેઇસકોર્સ રીંગ રોડ રાજકોટ અથવા ONLINE SITE https://www.npscrq.nsdl.co.in /pop-sp.php  ઉપરથી ફોર્મ કોમ્પ્યુટરમાં ભરી બેંક દ્વારા સીધુ પણ રોકાણ થઇ શકે છે. આમ, ONLINE રોકાણ તા.૩૧-૩-ર૦૧૯ પહેલા કરવાથી ર૦૧૮-૧૯ની આવકમાંથી બાદ મળશે. વધુ પગારની આવકવાળા કર્મચારીઓએ ખાસ રોકાણ કરી ઇન્કમટેક્ષ બચાવી શકાય. અને રીફંડ પણ મેળવી શકાય. N.P.S.માં કરેલ રોકાણ રૂ.પ૦૦૦૦ સુધી સંપૂર્ણ બાદ મળે છે. https://www.npscrq.nsdl.co.in /pop-sp.php ઉપર લિંક પર કિલક કરો.

કલમ ૮૦ ડી મેડીકલ વિમો તથા હેલ્થ ચેક-અપ ખર્ચ :-

કોઇ પણ વ્યકિત અથવા HUF તેનાં મેમ્બરો માટે મેડીકલ વીમો પ્રીમીયમ રૂ.રપ૦૦૦ વ્યકિતગત તેમજ HUF બીજા રપ૦૦૦ સુધી પ્રીમીયમ ભરે તો તેને બાદ ને પાત્ર બને છે. તેવી જ રીતે દરેક કરદાતાને પોતાના કુટુંબના સભ્યો અથવા માતા-પિતા માટે હેલ્થ ચેક અપ ખર્ચ કરેલ હોય, તે રૂ.પ૦૦૦ સુધીની મર્યાદામાં લાભ મળી શકશે.

કલમ ૮૦ ડી.ડી.બી. ગંભીર રોગ કે બીમારી ખર્ચ :-

કોઇ પણ કરદાતા અથવા તેના આશ્રીત માતા-પિતા કે સંતાનોને જો કોઇ ગંભીર રોગ હોય તો તેની સારવાર તથા નીભાવ માટે રૂ.૪૦,૦૦૦ થી રૂ.૮૦,૦૦૦ વાર્ષીક બાદ મળી શકે છે. ગંભીર રોગોના નામ કલમ ૮૦ ડીડીબીમાં આવકવેરા ખાતાએ જણાવેલ છે. તે અંગે હોસ્પીટલ અથવા નિષ્ણાંત ડોકટરનું સર્ટીફીકેટ હોવુ જરૂરી છે.

કલમ ૮૦ ઇ એજયુકેશન  લોનનું વ્યાજઃ-

કરદાતાએ પોતાના, પોતાના લગ્ન સાથી કે સંતાનનાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન ઉપર ચૂકવેલ વ્યાજની સંપુર્ણ રકમ (૧૦૦ ટકા) કોઇ પણ મર્યાદા સિવાય).

આ કલમ નીચે બાદ મળશે. આ વ્યાજ રકમ પ્રથમ વર્ષથી સાત વર્ષ સુધી બાદને પાત્ર છે.

નીતિન કામદાર સી.એ.

રાજકોટ, મો. 98252-17848

(11:59 am IST)
  • ભાજપને વિદેશી ભંડોળ મેળવવા અને કાળાનાણાને સફેદ બનાવામાં મદદ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે : મમતા બૅનર્જીનો આક્ષેપ access_time 9:00 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST