Gujarati News

Gujarati News

News of Tuesday, 26th February 2019

અનસીકયોર્ડ ડીપોઝીટ લેવા કરદાતાઓ ઉપર પ્રતિબંધ

નરેન્દ્રભાઈ મોદી સાડા ચાર વર્ષ પહેલા વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કાળાનાણા તથા લાંચ-રૂશ્વત ઉપર આકરા પગલા લેવાની પ્રતિજ્ઞા લીધેલી તે નોટબંધીથી ન થયો પણ આ ૨૦૧૯ના કાયદાથી થશે, જેમાં ગરીબ સામાન્ય નોકરીયાત કે ખેડૂત વર્ગોને કોઈ જ હાલાકી નહીં પડે

તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯થી રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ દ્વારા કંપનીઓ અને કોઇપણ વ્યકિતગત માલિકી ભાગીદારી, ભાગીદારી પેઢી એસએલપી કોર્પોરેટ કંપનીઓ, પ્રાઇવેટ ચેરિટેબલ ટ્રસ્ટ વગેરેઓને તેમના ઓળખીતા સંબંધી મિત્રો કે કોઇપણ તાહીત વ્યકિતઓના નામે અથવા તેમની પાસેથી ચેકથી અથવા રોકડા ડિપોઝીટ લેવા પર પ્રતિબંધ એટલે કે મનાઇ ફરમાવવામાં આવે છે. આમ આ ડિપોઝીટ સ્કિમો ઓડિઅંશ ૨૦૧૯થી ચીટ ફંડોના કોૈભાંડ પૈસાના ધીરધાર કરનારાઓ મની લોન્ડર તેમજ સંખ્યાબંધ અનસિકયોર ડિપોઝીટરો પોતાના ચોપડે દેખાડી કાળાનાણાની મૂડી ઊપર તેમજ લાંચ રૂશ્વત ઉપર પ્રતિબંધ આવે તેવો સખ્ય કાયદો છે તેમજ તદ્દઉપરાંત આ કાયદાનું જોગવાઇનું પાલન નહિ કરનાર કાયદા ભંગ કરનારને ઓછામાં ઓછી રવર્ષની વધુમાં વધુ ૭ વર્ષ તેમજ રલાખથી વધુ ૧૦ લાખની રકમના દંડની જોગવાઇ કરે છે. તેથી નાના તેમજ મધ્યમ વેપારીઓ મની લેન્ડર વગેરેમાં ઓહાયો મચી ગયેલ છે. અને આ કાયદાની સામે અન્ય રસ્તાઓ વિચારવા માટે અનુભવી તથા નિષ્ણાંતોની સલાહ માટે બેઠકોનો દોર ચાલુ થયેલ છે.

અત્યારે કોઈપણ કરદાતાના ચોપડે જમા રહેલ અનસીકયોર્ડ ડીપોઝીટરોને કેટલા સમયમાં ચેકથી નાણા ચુકવવાની સમય મર્યાદા જણાવેલ નથી.

આ કાયદા અંગે આ કાયદો કોને લાગુ પડશે ?

(૧) આ કાયદાથી વ્યકિતગત તેમજ માલિકીના ધંધાથી ઉદ્યોગપતિઓ, ભાગીદારી પેઢી, એલએલપી, કંપનીઓ વગેરેને પોતાના ચોપડામાં અનસીકયોર્ડ ડિપોઝીટરોને તાત્કાલિક ચેકથી ચુકવણા કરવા પડશે.

(૨) બિલ્ડરો લોબીઓ અત્યાર સુધી પોતાના ફલેટ, મકાનો માટે સુથીના પૈસા લઈ, સોદો ન કરે ત્યાં સુધી તેવા ડિપોઝીટો રાખી પૈસા વાપરતા હતા અને છેવટે અન્ય કોઈ વ્યકિતના નામે દસ્તાવેજ થતા હતા તે ગેરકાયદેસર ગણાશે આ કાયદા હેઠળ તેઓ ગુનેગાર બનશે.

(૩) વેપારીઓ કે નાના ઉદ્યોગપતિ પણ પોતાના મિત્રો, કારીગરો કે માણસો ના નામે ઇન્કમ ટેક્ષ રીર્ટન ભરી બોગસ તેમની પાસે ચેકથી અન સિકયોર ડિપોઝીટ હતી તે પણ બંધ થશે.

(૪) અત્યારસુધીસ્પ્રસ્ટીનીના કેસમાં આવકવેરા અધિકારી અને સિકયોરડ ડિપોઝીટરોના નામ, પાનકાર્ડ નંબર તથા રીટર્ન ની કોપી એકાઉન્ટ ની કોપી મંગાવતા હતા, તે હવે ચલાવી લેવાશે નહીં તે બધુ હવે આ નવા કાયદા નીચે સજાને પાત્ર બનશે.

(પ) અત્યાર સુધી આવક કે ખર્ચ કે ડિપાોઝીટ આવકવેરા અધિકારી ના મંજુર એટલે કે ડિસ એલાઉ કરી તે આવકમાં ઉમેેરી દેતા હતા, તેની ઉપર ટેક્ષ લેતા હતા, તેને બદલે હવે સિધી જેલની સજા તથા દંડ ફટકારવામાં ઁ આવશે.

(૬) મની લેન્ડર્સ એટલે કે નાણા ધિરાણનાર વાળી વ્યકિત કે પેઢી કોઇપણ ત્રાહિત વ્યકિત ચેક થી લઇ ધીરતા હતા તેના પર પ્રતિબંધ આવે છે.

લોભામણી ડીપોઝીટ સ્કીમો ચીટ ફંડો મની લેન્ડરનો ધંધો રાતોરાત બંધ થશે

(૧) હવેથી અનસિકયોર્ડ ડિપોઝીટ તરીકે પોતાના નીકટ સ્વંજન એટલે કે પતિ-પત્નિ, પુત્ર તેમજ પુત્રવધુ, પુત્રીકે જમાઇને નિકટના સંબંધ ગણવામાં આવે છે. આમ સાળા-સાળી સાસુ-સસરા, કાકા-કાકી, નાના-નાનીને પણ નજીકના સંબંધ કે બ્લડ રિલેશન વાળા તરીકે ગણવામાં આવતા નથી(જેને ગીનટેક્ષમાં માન્ય માન્ય ગણવામાં આવે છે. પરંતુ આ કાયદામાં તેને માન્યતા આવક આપેલ નથી.

(૨) એડવાન્સ તરીકે માલ કે ફલેટ વેચવાથી એડવાન્સ કે ડિપોઝીટ તરીકે રકમ કોઇ પણ સંજોગોમાં પરત આવેલ હોય તેને ત્રાહીત ડિપોઝીટ ગણવામાં આવશે તેને દંડને પાત્ર ગણવામાં આવશે.

(૩) ફકત નિકટના સંબંધો એટલે કે પતિ-પત્નિના, માતા-પિતા પુત્ર-પુત્રવધુ, દિકરી કે જમાઇના આવકવેરા રિર્ટન જો મોટી રકમ ભરતા ન હોય તો ભરવા મંડશે. તેમજ તેમાં દર્શાવેલી આવક ચેકથી કરદાતા પોતાના ખાતામાં જમા કરી તેમા વ્યાજ પણ ચુકવી શકશે.

(૪) ડિપોઝીટ હવે ફકત રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કો.ઓ.બેંક. નોન બેકીંગ ફાઇનાસ કંપની વગેરે પાસેથી લોનરૂપે લઇ શકશે પરંતુ આમ ક્રેેડિટ કો.ઓ. સોસાયટી જે સામાન્ય રીતે ખાનગી ધોરણે ચાલે છે. તેની છટકબારી હજુ બાકી રહેલ છે. પરંતુ તેની નિયંત્રણ પર આવી શકવાની સંભાવના છે.

જમીન સોદાગરો ખોટા સોદા દેખાડી તેમજ બિલ્ડર લોબીઓ મકાન-ફલેટના સ્ટેમ્પ પેપર ઊપર ડીપોઝીટ તથા સુધીના ખોટી રકમ જમા કરવાનું બંધ થશે. સીધો ડિપોઝીટરોના નામે ફાઇનલ દસ્તાવેજ કરવો ફરજીયાત બનશે

આમ, ઉપરોકત કાયદાથી નરેન્દ્રભાઇ મોદીની ઇચ્છા કાળા નાણા તેમજ લાંચ રૂશ્વત નિયંત્રણ લાવવાની તેમજ વચન પૂરવાર કરવાનો પ્રયત્ન છે. ખરેખર આ કાયદો નરેન્દ્રભાઇ મોદીની સરકાર સતા પર આવી ત્યારે જ કાયદો લીધો હોય તો એના અનેક સારા પ્રતિભાવ પડે અને કાળા નાણાને બદલે બજારમાં મહંદ અંશે સફેદ નાણું ફરતુ થાત અને બજારમાં ફરતા થવાથી આપણી ઇકોનોમીને ખૂબ ફાયદો થયો હોત, જે હવે થશે.

નાણા ધીરનાર ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઓના સમાવેશ ભૂલથી રહી ગયેલ છે. જે કરોડો રૂપિયાનો વહીવટ કાળા નાણામાં કરેલ છે. તેને ભવિષ્યમાં આવરી લેવાની શકયતા

ટૂંકમાં આ કાયદાથી કાળા નાણાનો વહીવટ મહદ અંશે અંકુશમાં આવશે. અર્થતંત્રમાં શરૂઆતમાં મુશ્કેલ પડશે પરંતુ લાંબા ગાળે ખૂબ ફાયદો થશે. તેવી ધારણા થઇ શકે તેની સામે અનસીકયોર્ડ ખોટી ડીપોઝીટો દર્શાવનારાઓ અત્યારે ચિંતામાં આવી ગયા છે. કોઇપણ નવો રસ્તો શોધવા તેમનાં નિષ્ણાંત સી.એની સલાહ લેવા ફોનથી અથવા રૂરૂ સંપર્કમાં કરવા લાગેલ છે. આ કાયદો ખૂબ જ આકરો છે. જેમાં નાણાંકીય દંડ કરતા જેલની સજા હોવાથી વેપારી-ઉદ્યોગપતિઓ તથા બિલ્ડરો ચિંતામાં આવી ગયા છે.(૨-૧)

લેખકઃ નીતિનભાઈ કામદાર

એન્ડ કંપની.-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, ૭/૯ પંચનાથ પ્લોટ રાજકોટ (મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮)

(10:43 am IST)
  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયા : કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ હમણાં જ જાહેર કર્યું છે કે કેરળમાં થી 2 શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવવા રહી છે access_time 8:00 pm IST

  • કમ્મરતોડ ફુગાવો, જીવલેણ બેરોજગારી અને ઘટતા જતા જીડીપી દેશમાં 'નાણાકીય કટોકટી' સર્જી : રાહુલ ગાંધી access_time 10:12 pm IST

  • ભાજપને વિદેશી ભંડોળ મેળવવા અને કાળાનાણાને સફેદ બનાવામાં મદદ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે : મમતા બૅનર્જીનો આક્ષેપ access_time 9:00 pm IST