Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

વચગાળાનું બજેટ

* ૨૦૨૨ સુધીમાં બધાને મકાન

 *દુનિયામાં ભારતનો અર્થવ્યવસ્થામાં છઠ્ઠો નંબર

* મોંઘવારીને કંટ્રોલ કરી.

* વિદેશી રોકાણ વધ્યા

* ક્રિસ્ટલ ડેસીફીટ ૪% થઈ આમ દેશના વિકાસ સાથે છતાં ડ્રીસ્કસ ડેટ્રીસીટ ઘટીને છે.

* એનપીએમાંથી ૩૦૦૦ કરોડ ઉઘરાવ્યા

* બેન્ક ઓફ ઈન્ડિયા ઓરીયન્ટલ બેંક તથા બેંક દ્વારા પ્રગતિ ધ્યાનમાં લેવામાં આવી.

* સ્વચ્છતા અંગે ભારતને વિશ્વમાં પ્રથમ દેશ ગણવામાં આવ્યો છે.

* ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ૧૦% માફી જાહેર કરી છે.

* ગ્રામોમાં રોડ બનાવવા માટે

* ૧ કરોડ ૫૧ લાખ મકાનો સામાન્ય માણસોએ ઘરનું મકાન બનાવ્યું.

* દરેક ઘરને વિજળી કનેકશન મળેલ છે.

* ૧૪૩ કરોડ એલ.ઈ.ડી. બલ્બ વેચાણ થયું. જેથી ઈલેકટ્રી ખર્ચમાં બચત થઈ

* ૧૦ લાખ ગરીબ લોકોને મેડીકલ રાહત મળે છે.

* ૨૨ જેટલા ખેતી ઉત્પાદનોને ૫૦% વધુ ભાવ આપી ખેડૂતોને સીધી સહાય કરેલ છે.

 *બે હેકટર કરતા ઓછી જમીન ધરાવનાર ખેડૂતોને વર્ષે રૂ.૬૦૦૦/- તેના ખાતામાં સીધા જમા થશે. તે રૂ.૨૦૦૦ ત્રણ હપ્તે મળશે. લગભગ ૧૨ કરોડ ખેડૂતોને મળશે. જે ૧લી ડિસેમ્બર ૨૦૧૮ થી લાગુ પાડેલ છે અને પહેલા હપ્તો રૂ.૨૦૦૦/- જલ્દી તેમના ખાતામાં જમા થશે. કેન્દ્ર સરકાર તેનો બધો ખર્ચો ઉપાડશે.

 * ૧૧ લાખ ૬૮ કરોડ ખર્ચ ખેડૂતોના લાભાર્થે છેલ્લા ચાર વર્ષમાં ખર્ચ કર્યો છે.

* કીક્ષાનો જેઓ કામધેનુ યોજના દૂધ ઉત્પાદન તથા ઢોર ઢાકર રાખે છે તેમની લોનમાં ૨% લેખે લોનમાં રાહત મળશે.

* ખેડૂતોને કુલ ૨% શરૂઆતથી રાહત અપાશે. જે કુલ લોનના ૫% જેટલી વ્યાજમાં રાહત મળશે.

* મજૂરોને ૩૦૦૦/- પેન્શન યોજના મળે તે શરૂ કરવામાં આવે છે.

* સરકારી કર્મચારીઓને ૧૦ લાખ ગ્રેચ્યુઈટીમાં વધારો કરી ૨૦ લાખ કરી છે.

* શ્રમિકોને રૂ.૭૦૦૦/-  બોનસ મળશે.

* પશુપાલન તથા  મત્સ્ય ઉદ્યોગ કરવા માટે પણ વ્યાજમાં ૨% સબસીડી મળશે.

* ૨૧ હજાર પગાર લેનારને બોનસ મળશે.

* શ્રમિકોને નોકરી દરમિયાન અવસાન થાયતો તેમને છ લાખ તેના કુટુંબોને આપવામાં આવશે.

* ૨૦ કરોડ મજૂરોને લાભ મળશે.

* પીએમ શ્રમયોગી માનવધન યોજના બહાર પાડી

* ૮ કરોડ કુટુંબોને મફત ગેસ કનેકશન આપવામાં આવે છે.

* સ્વયં રોજગાર માટે મુદ્રાલોન દ્વારા સાત લાખ ૧ કરોડની લોન આપી રોજગાર આપેલ છે.

* એમએસએમઈ સેકટરને વધુને વધુ ફાયદો થાય તેવી નવી યોજના.

* ભારતમાં ૧૦૦ એરપોર્ટ હવે કાર્યરત થયા છે.

* ડીફેન્સ બજેટ ૩ લાખ કરોડનું બનાવી જવાનોનું સન્માન કરેલ છે.

* ૬૪૫૮૭ કરોડ રેલ્વેને મોર્ડન બનાવવામાં ખર્ચ કરવામાં આવેલ છે.

* ભારત દુનિયામાં સૌર ઉર્જામાં વિશ્વ દેશોમાં મેમ્બર બનેલ છે.

* ૧ લાખ ડીજીટલ ગામડાઓ બનશે.

* જનધન યોજના ખાતામાં વધારો થયો છે.

* ૩.૭૯ થી ૬.૮૯% કરોડ વધારો કરદાતાનો વધારો થયો છે. ટેક્ષ કલેકશન ૧૨ લાખ કરોડનો વધારો થયો. આમ ૧૧% કરદાતાઓએ રીટર્ન ભરનારાઓમાં વધારો થયો.

* જીએસટી ૧.૩૦ લાખ કરોડ મળ્યો.

* જીએસટીમાં ૮૦,૦૦૦ કરોડની રાહત આપી નવુ ઘર ખરીદનારા ઉપર જીએસટીમાં ઘટાડો કરવામાં આવેલ છે.

* પાંચ લાખનું ટર્ન ઓવર ધરાવનાર ધંધાર્થીઓને ત્રિમાસિક રિટર્ન ભરવાનું રહેશે.

* પેટ્રોલ ડિઝલના વપરાશમાં ઘટાડો કરવા માટે હવેના પાંચ વર્ષમાં મોટાભાગના વાહનો ઈલેકટ્રીક મોટર કાર તથા બસોને વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.

* બજેટે સર્જીકલ સ્ટ્રાઈક કરી દરેક લોકોને આશ્ચર્યમાં મૂકયા છે. ભારતના અત્યાર સુધીમાં ટેક્ષ ફ્રી લીમીટ ૨૫૦૦૦૦થી ૫૦૦૦૦૦ ડબલ કરનાર પ્રથમ બજેટ.

* શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધી તથા જીએસટીનો કાયદો લાવવાથી તેમની વિરૂદ્ધ વિરોધપક્ષો તથા મોદી સરકાર વિરૂદ્ધ બોલવાનો એક પોઈન્ટ મળેલો અને ભાજપ સરકાર વિરૂદ્ધ બોલવાનો ચાન્સ - આજના બજેટથી હવે આ બધાના મોઢા બંધ થઈ જશે. વિરોધ પક્ષોને આ બજેટથી કોઈપણ વિરૂદ્ધ બોલવાનું બંધ થઈ જશે.

* સીધા કરવેરામાં મોટો ફાયદો થવાથી વિકાસમાં તથા સામાન્ય માણસોને રાહત થયેલ છે. રૂ.૫ લાખની કરમુકિત મર્યાદા ઉપરાંત બધી જ બચતો તથા રોકાણની સ્કીમ ચાલુ રાખતા તમામ કરદાતાઓ અત્યંત ખુશ થયેલ છે. તેની સાથે ગ્રામ્ય ક્ષેત્રે કિશાનોને દર વર્ષે રૂ.૬૦૦૦ મદદ તથા સીનીયર સીટીઝન કિશાન તથા મજૂરોને દર મહિને રૂ.૩૦૦૦/- પેન્શન મળવાથી ગ્રામીણ પ્રજાને ખૂબ મોટી રાહત મળશે.

* આ બજેટથી અંદાજે ત્રણ કરોડ કરદાતાઓને ફાયદો થશે. બાર કરોડ ખેડૂતોને ફાયદારૂપ બનશે. તેમજ દશ કરોડ મજદૂરોને ફાયદો સીધો મળશે. ગયા વર્ષે ઈન્કમટેક્ષ રીટર્ન ભરનારાઓની સંખ્યામાં લગભગ ૯૦% વધારો થયેલ. તે હવે કદાચ તેથી પણ વધશે.

* સૌથી વધુ ફાયદો સામાન્ય કરદાતા અત્યારે રૂ.૨,૫૦,૦૦૦થી નીચેનું રીટર્ન ઈન્કમટેક્ષ ન ભરવાની ગણત્રીથી કરતા હતા તે હવે રૂ.૫/૬ લાખની આવક દર્શાવતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરશે. જેથી ચોપડે ન દર્શાવેલ આવક હવે તેઓ મોટી આવક દર્શાવી ભરવાથી દેશની અર્થવ્યવસ્થામાં મોટી અસર થશે.

 *સામાન્ય માણસ પણ ઉંચી આવકનું રીટર્ન ભરી બ્લેકની આવક વાઈટ કરી શકશે. જે રકમ તેના ધંધામાં તથા બેંકમાં જમા કરબવાથી બેંકોના કરન્ટ ખાતામાં રકમ આવશે.

* આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડકશનની મર્યાદા રૂ.૪૦૦૦૦ થી ધારી રૂ.૫૦૦૦૦ કરવાથી નોકરીયાત વર્ગને ફાયદો થશે. હા

* હાઉસીંગ લોનનું વ્યાજ અત્યાર સુધી એક રહેણાંક માટે બાદ મળતુ હતું તે હવે કોઈપણ કરદાતા બે રહેણાંકના મકાન ઉપર લીધેલ લોન વ્યાજ કુલ બાદને પાત્ર વ્યાજ લીમીટમાં બાદ માંગી શકશે.

* કરદાતાઓને હવે રૂ.૧૩૦૦૦ થી રૂ.૭૦૦૦૦ સુધીનો ઈન્કમટેક્ષ ઓછો ભરવાથી બધો જ વર્ગ ખુશ થશે. તેમજ ગ્રામીણ વર્ગને પણ ધ્યાનમાં રાખી આ બજેટમાં જોગવાઈઓ કરેલ છે. પશુપાલન ઉદ્યોગને લાભ રાખવા સરકાર ખાસ ફંડની જોગવાઈ કરેલ છે.

 *તેમજ ખેડૂતોને વાર્ષિક રૂ.૬૦૦૦ તેમજ સામાન્ય કારીગર વર્ગ તથા સીનીયર સીટીઝન ખેડૂતોને પણ માસિક પેન્શન મળવાથી તમામ ગરીબ વર્ગને ખૂબ ફાયદો થશે.

* ૩ કરોડથી વધુ કરદાતાઓના રીટર્ન હવે તાત્કાલીક ૨૪ કલાકમાં એસમેન્ટ કરી તેમને તુરતના રીફંડ પણ એકથી દોઢ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ ભરેલ રીર્ટનના ફકત ૧% રીટર્ન સ્કુટીનીમાં કાયદાને અનુસંધાને આવી શકશે. જયારે ૯૯% કરદાતાના રિટર્ન મંજૂર થશે. આમ કરવાથી સરકારને કરદાતાઓની સંખ્યામાં વધારો થશે.

* રહેણાંકના મકાનોની પ્રવૃતિને વેગ આપવા એફોર્ડેબલ મકાનની યોજનાની મુદત વધારો કરી ૩૧-૩-૨૦૧ સુધી કરી. આમ કરવાથી સામાન્ય માણસોને અપના મકાનનું સ્વપ્ન પૂરૂ કરી શકે તેથી સબસીડી તેમજ બિલ્ડરોને પણ ટેક્ષ રાહત ચાલુ રાખેલ છે. બિલ્ડરો - ડેવલપરોના ઓફીસ તથા રહેણાંક મકાનો એક વર્ષ સુધી ન વેચાયેલ હોય ત્યારબાદ નેશનલ રેન્ટ આવક ગણી તેમની આવક ગણવામાં આવતી હતી. તે હવે બે વર્ષ માટે નેશનલ ટેન્ટમાં રાહત આપતા તેઓને ફાયદો થશે.

*આમ આ બજેટ ભારતના અત્યારના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નાણામંત્રી શ્રી પિયુષ ગોયલે આવતી ચૂંટણી તથા અર્થ વિકાસમાં મોટો જમ્પ મારે તેવા ઉદ્દેશથી અનેક રાહતો કરી આપેલ છે. આ બજેટનો લાભ આવતા પાંચ - છ વર્ષમાં ભારત વિશ્વમાં છઠ્ઠો નંબર આવી જશે. ગરીબ દેશ હવે વિકસીત દેશ તરીકે આવશે. આમ આ બજેટ સામાન્ય તથા મધ્યમ વર્ગ માટે મધથી મીઠુ ગ્રામીણ લોકો માટે ગોળથી પણ ગળ્યુ થશે.

નીતિન કામદાર

(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) પંચનાથ પ્લોટ, રાજકોટ. મો.૯૮૨૫૨ ૧૭૮૪૮

 

(3:59 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં : વર્લ્ડકપ ટી-૨૦ માટે ઈન્ડિયન વુમન્સ ટીમની થઈ જાહેરાત : ટીમમાં રીચા ઘોષ એકમાત્ર નવો ચહેરો : ૨૧ ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ખોલશે યુદ્ધનો મોરચો access_time 3:37 pm IST

  • કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના તમામ 70 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા access_time 9:01 pm IST