Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

આત્મ સુધારણા

''આત્મા સુધારણા નર્ક તરફ જવાનો રસ્તો છે તમારી જાતને કંઈક બચાવવાના પ્રયત્નો અથવા કોઈ આદર્શ જેવા બનવાના પ્રયત્નો વધારે અને વધારે પાગલપન પેદા કરે છે - આદર્શ બધા જ પાગલપણનો પાયો છે અને આખી માનવજાત દ્યણા બધા આદર્શોને લીધે માનસિક રોગી થઈ ગઈ છે''

પ્રાણીઓને માનસિક રોગ નથી કારણ કે તેમના કોઈ આદર્શો નથી વૃક્ષો અને માનસિક રોગ નથી કારણ કે તેમને કોઈ આદર્શ નથી તેઓ કોઈ બીજા જેવા બનવાનો પ્રયત્ન નથી કરતા તેઓ પોતે જેવા પણ છે તેને માણે છે તમે તમે જ છો પરંતુ કયાંક ઊંડાણમાં તમે બધ્ૂધ અથવા જીજસ જેવા બનવા માંગો છો અને પછી તમે એવા વમળમાં ફસાઇ જાવ છો જેનો કોઇ અંત નથી કહેવાનો અર્થ સમજો - તમે જે છો અને આખું અસ્તિત્વ એવું ઈચ્છે છે કે તમે તમે જ બનીને રહો તેથી જ અસ્તિત્વ તમને બનાવ્યા છે નહીંતર તેણે બીજો કોઈ નમૂનો બનાવ્યો હોત  તે ઈચ્છે કે આ પળે તમે જ અહીં રહો તેની ઈચ્છા નથી કે આ પળે તમારી જગ્યાએ જીજસ અહીં રહે અને અસ્તિત્વ વધારે સારી રીતે જાણે છે સંપૂર્ણ હંમેશા તેના એક ભાગ કરતાં વધારે જ જાણતું હોય છે

તેથી તમારી જાતને સ્વીકારો જો તમે તમારી જાતને સ્વીકારી શકશો તો તમે જીવનના મહાન રહસ્યોને શીખી શકશો અને પછી બધું જાતે થવા લાગે છે ફકત તમારી સાથે રહો તમારી જાતને ખેંચીને બીજા લઈ જવાની જરૂર નથી તમે જયાં છો ત્યાં બીજી ઊંચાઈ પર જવાની કોઈ જરૂર નથી બીજો કોઈ ચહેરો લગાવવાની જરૂર નથી તમે જે છો તે જ બની રહો અને તેને ઊંડાણથી સ્વીકારીને બની રહો એક વિસ્તરણ થશે અને તમે વધારે અને વધારે આત્મમય બનતા જશો

 એકવાર તમે બીજા જેવા બનવાનો પ્રયત્ન છોડી દેશો તો કંઈ જ તણાવ નહીં રહે અચાનક બધા જ તણાવ અદ્રશ્ય થઈ જશે તમે આ ક્ષણે અહીં જ છો અને ઉત્સવ અને આનંદ મનાવવા સિવાય બીજું કંઈ જ કરવાનું નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:39 am IST)