Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

કામના સમયે

દરેક વ્યકિતએ તે યાદ રાખવુ જોઇએ કે જે લોકો કામ માટે તેમની સાથે જોડાય છે. તેમને તેમના આંતરીક જીવન સાથે કોઇ મતલબ નથી. તમારુ આંતરીક જીવન  તમારે સંભાળવાનુ છે. તેઓને પણ સાંભળવા માટે તેમનું આંતરીક જીવન છે.

તમારા સહકાર્યકરોને તેમને પોતાની નકારાત્મક મનોદશાઓ છે. તેમની પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ છે.

જેમ તમારા સહિત બીજા બધાને છે તે જ રીતે. પરંતુ જ્યારે તમે કોઇક સાથે કામથી જોડાવ છો ત્યારે આ બધી સમસ્યાઓને તમારે વચ્ચે લાવવાની જરૂર નથી કારણકે જો તેઓ તેની બધી જ નકારાત્મકતા લાવશે અને તમે પણ તમારી બધી જ નકારાત્મકતા લાવશો તો તેનો કયારેય અંત જ નહી આવે .

જો તમે નકારાત્મકતા અનુભવો છો તો તેના માટે કંઇક કરો . ઉદાહરણ તરીકે નકારાત્મક સમસ્યાઓ લખી નાખો અને તેને બાળી દો ઉપચાર રૂમમાં જાવ, ઓશીકાને મારો અને તેનો ફેંકો ભયંકર નૃત્ય કરો. તમારે તેના ઉપર કામ કરવુુ જ પડશે. તે તમારી સમસ્યા છે.

અને થોડા થોડા સમયે જે કોઇપણ તમારી સાથે કામ કરતા હોય તેઓની લાગણી દુભાય તો તેમને પુછવુ જોઇએ કે હુ ખરાબ વર્તન તો નથી કરી રહ્યો ને. કારણ કે કયારેક તમને પણ ખબર નથી હોતી કે તમે પણ નકારાત્મક છો. નાના નાના હાવભાવો ફકત કાંઇ શબ્દ અથવા તો ચુપકીદી પણ દુઃખ કારક બની શકે છે. જે રીતે તમે બીજા સામે જુઓ છો તે પણ આઘાતજનક બની શકે છે.તેથી થોડા થોડા સમયે તેઓની ક્ષમા માંગો , તેઓને કહો  દરેક વખતે હુ તમને પુછુ ત્યારે તમારે ઈમાનદારીથી કહેવાનુ છે મને કહો કારણકે હુ માણસ છુ અને કયારેક મારા તરફથી પણ ભુલ થઇ શકે અને માટે તેને સુધારવી જ જોઇએ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:11 am IST)