Gujarati News

Gujarati News

News of Thursday, 25th July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

વીજળી જેવુ મન

મન હકારાત્મકથી નકારાત્મક તરફ અને નકારાત્મકથી હકારાત્મક તરફ ફર્યા કરે છે. આ બંને ધ્રુવો મનનો આધાર છે. જેમ ધન અને ઋણ ધ્રુવ વીજળીમાં હોય છે. એક ધ્રુવથી વીજળીનુ અસ્તીત્વ શકય નથી. - અને મનનુ અસ્તીત્વ પણ શકય નથી.

ઉંડાણમાં મન વીજળી જેવુ છે. વીજળીના મદદથી જ કોમ્પ્યુટર કામ કરી શકે છે. અને કયારેક માનવ મન કરતા પણ વધારે સારી રીતે કરી શકે છે. મન કેવળ જીવીત કોમ્પ્યુટર છે. તેને પણ આ બે ધ્રુવો છે. અને સતત બદલ્યા કરે છે.

તો સમસ્યા એ નથી કે કયારેક તમે જાદુઇ ક્ષણો  અનુભવો છો અને કયારેક તમે નિરાશાજનક ક્ષણો અનુભવો છો . નીરાશાજનક ક્ષણની નીરાશા , જાદુઇ ક્ષણની રોમાંચકતાના પ્રમાણમાં જ હોય છે. જો તમે હકારાત્મકતાની ટોચ સુધી પહોચ્યા છો તો તમે નકારાત્મકતાની ખીણ સુધી પણ જાશો . હકારાત્મકતાની ઉંચાઇ જેટલી વધારે હશે તેટલી જ નકારાત્મકતાની ઉડાણ પણ આવશે. તેથી જેટલા ઉંચા તમે જશો તેટલા જ ઉંડાણ સુધી તમારે જવુ પડશે.

આ સમજવુ પડશે. જો તમે ઉંડાણમાં જવાનો પ્રયત્ન નહી કરો તો ઉંચી ટોચ અદ્રશ્ય થઇ જશે. હવે તમે સપાટ મેદાનમાં ફરો છો. મોટાભાગના લોકો આ જ રીતે કામ કરે છે. ઉંડાણમાં જવાની બીક લાગે છે. તેઓ શીખર પણ ગુમાવે છે. દરેક વ્યકિતએ જોખમ લેવુ જ પડશે. તમારે શીખર પર પહોચવાની કિંમત ચુકવવી પડશે. નકારાત્મક ક્ષણોથી તમારે કિંમત ચુકવવી પડશે. પરંતુ તે મુલ્યવાન છે. શીખર પરની એક ક્ષણ , એક જાદુઇ ક્ષણ , આખા જીવનની નકારાત્મક ક્ષણો કરતા પણ વધારે કિમતી છે. જો તમે સ્વર્ગની એક ક્ષણ પણ અનુભવશો તો તમે તમારુ આખુ જીવન નર્કમા વિતાવવા માટે તૈયાર થઇ જશો અને તે હંમેશા સરખા જ પ્રમાણમાં હોય છે, અડધુ - અડધુ.

સંકલન - સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર - રાજેશ કુંભાણી મો. ૭૮૭૪૦ ૬૦૩૩૧

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:09 am IST)