Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

જરૂરીઆતો અને ઇચ્છાઓ

''ઇચ્છાઓ ઘણી બધી છે, જરૂરીયાતો ઓછી છે-- જરૂરીઆતો પુરી કરી શકાય છે., ઇચ્છાઓ કયારેય નહી જરૂરીયાત ગાંડાપણ ધારણ કરીને ઇચ્છા બની જાય છે. તેને પૂર્ણ કરવી અશકય છે. તમે જેટલી વધારે તેને પૂર્ણ કરવાની કોશીષ કરો છો તેટલી જતે વધતી જાય છે.''

એક સુફી વાર્તા છે કે જયારે એલેકઝાંડર મૃત્યુ પામ્યો અને સ્વર્ગમાં પહોંચ્યો, તેણે બધુ જ પોતાની સાથે લીધું હતું-- તેનુ઼ આખૂ રાજ્ય, સોનુ, હીરા--અદબત હકિકતમાં નહી પરંતુ સ્વપ્નમાં દ્વારપાળ હસવા લાગ્યો અને પુછયું, ''તુ આટલો બધો ભાર ઉપાડીને શા માટે ફરે છ.ે?'' એલેકઝાંડરે કહ્યું, ''કયોભાર ?'' તેવી દ્વારપાળે તેને એક વજનકાંટો આપ્યો અને કાંટામાં એકબાજુ, તેણે માણસની આંખ મુકી. તેણે એલેકઝાંડરને તેનો બધો જ ભાર, તેની મહાનતા, ખજાનો અને રાજય બીજીબાજુ મુકવા કહ્યું પરંતુ તે એક આંખ હજુપણ તેના આખા રાજ્ય કરતા વધારે વજનદાર હતી.

દ્વારપાળે કહ્યું, ''આ માણસની આંખ છે તે માણસની ઇચ્છાઓને રજુ કરે છે. તે કયારેય પૂર્ણ ના થઇ શકે, ગમે તેટલા મહાન પ્રયત્નો હોય'' પછી દ્વારપાળે થોડી ધુળ આંખમાં નાખી આંખ તરત જ ઝબકી અને તેનું બધુ જ વજન ગુમાવી દીધું.

સમજણની થોડી ધુળ ઇચ્છારૂપી આંખમાં નાખવી જરૂરી છે. ઇચ્છાઓ અદ્રશ્ય થઇ જાય છે. અને જરૂરીયાતો રહે છે જે વજનદાર નથી જરૂરીઆતો ખૂબજ ઓછી છે અને તેઓ સુંદર છે. ઇચ્છઓ કુરૂપ છે અને તેમાણસને શેતાન બનાવી દે  છે .તે પાગલ લોકોને ઉત્પન્ન કરે છે. એકવાર તમે શીખવાની શરૂઆત કરશો કે એક શાંત અને નાનો રૂમ પણ પુરતો છે, ઓછી માત્રામાં ખોરાક પણ પુરતો છે, થોડા પોષાક પણ પુરતા છે, એક પ્રેમી પણ પુરતો છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:03 am IST)