Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

શ્રાવણ શ્રધ્ધા બિંદુ

ભગવાન શ્રી કૃષ્ણએ ગાયોનું રક્ષણ કર્યુ....! બોળ ચોથ

મહાભારતના અનુશાસન પર્વમાં મહર્ષિ ચ્યવન ઋષિએ તો ત્યાં સુધી કહયું છે કે, ગાયોના નામો સાંભળતા ગાયોનું દાન દેવું, દર્શન કરવાથી પાપનો નાશ થાય છે અને પરમ કલ્યાણની પ્રાપ્તી થાય છે.

 

ગાય માનવ જીવનમાં કેટલી ઉપયોગી છે ગાય અન્ન તેમજ દેવોને હવિષ્ય આપે છે. સ્વાહા અને પષ્ટાકાર ગાયોમાં રહેલા છે. યજ્ઞનું સંચાલન તથા તેનું મુખ્ય અંગ ગાય છે. તેને દોહવાથી દૂધ રૂષી અમૃત નીકળે છે. જે પવિત્ર છે. સમસ્ત પ્રાણીઓને સુખ આપનારી પૃથ્વીની સાક્ષાત દેવી ગાય માતા સૌનું કલ્યાણ કરનારી છે.

ગાયને સ્વર્ગની સીડી કહે છે. ઋષિઓના તપને પુષ્ટિ આપનારી છે.

આજે બોળ ચોથ આ બોળ ચોથમાં ગાય પૂજનનો મહિમા છે. તેની એક દંતકથા, સાસુ, વહુ, અબુધ વહુ, ગાયને તેનો વાછરડો પ્રચલિત છે. એ દંતકથા મુજબ શિક્ષીત કે અશિક્ષિત નારીઓ પ્રચલિત પ્રથા મુજબ, ગાયનું પૂજન કરશે. તેમજ એ કથાનું શ્રધ્ધાથી શ્રાવણ કરશે.

પ્રાચિન જીવનમાં ગાય એ ધન હતું. ગૌધન એ ધન દ્વારા સમાજનો વ્યવહાર ચાલતો, ગાયનું દાન-ગૌદાનનું મહત્વ અંકાતું.

ગાયના અનેક નામો છે જેમાં કપીલા, કામધેનું હેરધેનુ વગેરે છે. ગાયના શરીરમાં દેવોનો વાસ છે.

ગાયની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોવાનું મનાય છે. ગૌ મુત્રથી સ્નાન કરવાથી ગંગા સ્નાન મનાય છે.

ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો, ત્યારે મથુરામાં દૂધ, માખણ મીસરી વેંચાવા લાગી હતી. ગાયોના આ પવિત્ર અમૃતને જાળવી રાખવા માટે વ્રજ અને ગોકુળની મહિયારીઓને મથુરામાં વેંચવા જતી બાળ કનૈયાએ અટકાવી હતી. ભગવાનની આજ્ઞાનું પાલન નહી કરનારના ઘરના હાંડલાનો ભુકકો થઇ જતો હતો.

વાછરડાઓ અને ગાયોના રક્ષણનું કાર્ય ભગવાન શ્રી કૃષ્ણે કર્યુ છે. જમુનાજીમાં કાળીનાગે પાણી ઝેરીલું કર્યુ હતું. તેથી તેને નાથીને ગાયો માટે પવિત્ર જળ કર્યું.

ઇન્દ્રે વરસાદ વરસાવ્યો તો વ્રજ અને ગોકુળની ગાયો તથા ગોપાલકોને ગોવર્ધન પર્વત નીચે લાવીને તેનું રક્ષણ કર્યુ હતું.

આજે બોળ ચોથ નિમિતે ગાયનું પૂજન કરવામાં આવે છે. વ્રતોમાં બોળ ચોથ ઉતમ છે. દાનમાં તે ઉતમ દાનનો દિવસ છે. નિધિઓમાં તે અક્ષયનિધિ છે. તે સિધ્ધિ-બુધ્ધિ આપનારી છે.

ગૌ હત્યાથી માતાની હત્યા સમાનનું પાપ લાગે છે.

પરમાત્મા અજ્ઞાનતાથી થયેલી ભૂલને ક્ષમા આપે છે. જાણી જોઇને કરેલી ભૂલને ભગવાન પણ માફ કરતાં નથી.

આજના પવિત્ર દિને ગૌ-રક્ષાની પવિત્ર કલ્યાણકારી પ્રતિજ્ઞા લઇએ...!           

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:15 am IST)
  • રાહુલે ૫ હજાર કરોડનું કર્યુ કૌભાંડ : બીજેપીના કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો : રાહુલ ગાંધી ગમે ત્યારે ટ્વીટ કરે છે, તેણે કાળા નાણાનો ઉપયોગ કર્યો છે : ૫ હજાર કરોડનું કૌભાંડ પણ તેણે કર્યુ છે : શેલ કંપની પાસેથી રાહુલે લીધી છે લોન : માલ્યાની મદદ ગાંધી પરિવારે કરી છે : રાહુલનું હવાલાથી કનેકશન છે : બીજેપીના જબરા પ્રહારો access_time 4:05 pm IST

  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST

  • ધંધુકા રાણપુર રોડ ઉપર જીઆઈડીસી નજીક રોડ સાઈડના ઝાડ સાથે ઈનોવા કાર અથડાઈ: કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા શખ્સને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા access_time 12:41 am IST