Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

પવિત્ર શ્રાવણ માસ

મહાદેવના રૂદ્ર રૂપની આરાધના

રૂદ્રના અલગ અલગ અગીયાર રૂપ

રૂદ્ર એકજછે. બીજા કોઇ રૂદ્ર નથી. આ રૂદ્ર પોતાની શકિતઓથી સૃષ્ટિ પર શાસન કરે છે. કેમ કે સારીયે પ્રકૃતિને શિવ સ્વરૂપ માનવામાં આવે છે.

આ રૂપોમાં એક છે રૂદ્ર રૂદ્રનો શાબ્દીક અર્થ થાય છે. - દૂઃખોનો અંત કરવાવાળા આજ કારણે ભોળાનાથ મહાદેવને દુઃખોનો નાશ કરનાર દેવતાના રૂપમાં પુજવામાં આવે છે.

વાસ્તવિક-વ્યવહારિક જીવનમાં કોઇને દુઃખ પડે છે. જયારે તેનું તન મન અને કર્મ કોઇને કોઇ રૂપે અપવિત્ર થાય છે.

મહાદેવના રૂદ્ર રૂપની આરાધાનાનું મહત્વ એ જ છે કે તેમનાથી વ્યકિતનું ચિત્ત પવિત્ર રહે છે. અને વ્યકિતના મનમાં ખોટા ખરાબ વિચારો દુર થાય છે. અને સદ્દભાવ અને સદકર્મ  ભણી આગળ વધી શકે છે.

શાસ્ત્રો અનુસાર રૂદ્રના અલગ અલગ અગીયાર રૂપ છે એટલે તેમને એકાદશ રૂદ્રના નામથી પણ જાણે છે.

(૧) શંભુ-શાસ્ત્રો અનુસાર રૂદ્રનું આ રૂપ સાક્ષાત બ્રહ્મ છે, આ રૂપથીજ તેઓ જગતની રચના પાલન અને સંહાર કરે છે.

(ર) ગિરીશ-કૈલાસવાસી હોવાથી રૂદ્રનું આ રૂપ ગિરીશ કહેવાય છે. આ રૂપમાં રૂદ્ર સુખ અને આનંદ દેવાવાળા મનાય છે.

(૩) પિનાકી-જ્ઞાનશકિતરૂપી ચારેય વેદના સ્વરૂપ મનાતા પિનાકી, રૂદ્ર દૂઃખોનો અંત કરે છે.

(૪) ભર્ગ-ભગવાન રૂદ્રનું આ રૂપ બહુ તેજોમય છે. આ રૂપમાં રૂદ્ર દરેક ભય અને પીડાને નાશ કશે છે.

(પ) સ્થાણુ, સમાધિ તપ અને આત્મલીન હોવાથી રૂદ્રનો આ અવતાર -સ્થાણું કહેવાય છે. આ રૂપમાં પાર્વતી રૂપ -શકિત ડાબી બાજુના ભાગે બીરાજમાન હોય છે.

(૬) ભવઃ- રૂદ્રનું ભવરૂપ-જ્ઞાન, બલ, યોગ બલ અને ભગવત્ પ્રેમના રૂપમાં સુખ દેવાવાળા મનાય છે.

(૭) શિવ-આ રૂપ અંતહીન સુખ દેવાવાળુ એટલે કે કલ્યાણ કરનારૂ છે. મોક્ષ પ્રાપ્તિ માટે શિવ આરાધના મહત્વપૂર્ણ મનાય છે.

(૮) શદાશિવ-રૂદ્રનું આ સ્વરૂપ નિરાકાર બ્રહ્મનું સાકાર રૂપ મનાય છે. જે બધાજ વૈભવ સુખ અને આનંદ આપવાવાળા મનાય છે.

(૯) હર-આ રૂપમાં નાગ ધારણ કરવા વાળા રૂદ્ર, શારિરીક માનસિક, અને સાંસારિક દુઃખોનો હરી લે છ.ે નાગરૂપી કાલનું તેના પર નિયંત્રણ હોય છે.

(૧૦) શર્પ-કાલને પણ કાબુમાં કરવાવાળા રૂદ્ર રૂપ શર્પ કહેવાય છે.

(૧૧) કપાલી-કપાલ રાખવાને લીધે રૂદ્રનું આ રૂપ કપાલી કહેવાય છ.ે

આ રૂપમાં જ તેમણે દંક્ષના દંભને નષ્ટ કર્યો હતો. પરંતુ પ્રાણી માત્ર માટે રૂદ્રનું આ રૂપ સમગ્ર સુખ આપનારૃં મનાય છે.

ઓમ નમો ભવાય રૂદ્રાય વરદાય ય !

પશુના પતમે નિત્યં ઉગ્રાય ય કપિર્દિને

મહાદેવ ભીમાય ત્રંબાકાય શિવાય II!

ઇશાનાય મખદનાય નમસ્તે મખધાતિને

ઓમ હર હર મહાદેવ હર..!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:34 am IST)
  • રાહુલે ૫ હજાર કરોડનું કર્યુ કૌભાંડ : બીજેપીના કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો : રાહુલ ગાંધી ગમે ત્યારે ટ્વીટ કરે છે, તેણે કાળા નાણાનો ઉપયોગ કર્યો છે : ૫ હજાર કરોડનું કૌભાંડ પણ તેણે કર્યુ છે : શેલ કંપની પાસેથી રાહુલે લીધી છે લોન : માલ્યાની મદદ ગાંધી પરિવારે કરી છે : રાહુલનું હવાલાથી કનેકશન છે : બીજેપીના જબરા પ્રહારો access_time 4:05 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST