Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

શ્રાવણ સત્સંગ

માનવતા એજ માનવનું જીવનનું સાચુ લક્ષ્ય

માનવ જીવનનું  લક્ષ્ય એક જ હોવું જોઇએ માનવતા...! માનવી માણસાઇ પ્રાપ્ત કરે અને માનવતાને જ માનવ જીવનનો ઉદેશ્ય બનાવે એજ તો સાચો ધર્મ છે.

 

બીજાને દુઃખી જોઇને કે તેની પીડા જોઇને જેને પોતાને પણ દુઃખ થાય પીડાનો અનુભવ થાય એના માંજ માનવતા જીવંત છે એમ કહી શકાય.

 

પરમ કુપાળુ પરમાત્માએ માનવીને દ્રષ્ટિકોણ ચિંતન, ભાવનાઓની શકિત આપીને મોકલ્યો છે આ બધી વિશેષતાઓ આપવા પાછળ પરમાત્માનો ઉદ્ેશ્ય માનવી જીવન લક્ષ્ય પ્રાપ્ત કરે એવો છે માટે આપણે  આપણા જીવનનું લક્ષ્ય સમજીએ.

પરોપકાર રહિત માનવ જીવન ધિકકાર પાત્ર બને છ.ે માનવતા વગરનું માનવ જીવન કોઇ કામનું રહેતું નથી.

પરમાત્માએ આ અનંત સૃષ્ટિનું નિર્માણ કર્યુંછે. તેનું સમતુલન જાળવવાની જવાબદારી પ્રભુએ માનવીને સોંપી છ.ે ભલે આ સ્થાની દૃષ્ટિએ જોઇએ કે વિજ્ઞાનની પરમાત્માએ માનવીને વધુ આપીને મોકલ્યો છે.

માનવ શરિરની અદ્દભૂત રચનાની સાથે ધર્મ, સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેકનોલોજી કે પછી અધ્યાત્મ જેવી વાતોમાં પ્રગતિ કરવાનું સામર્થ્ય અને આ બધા પ્રકારની વિશિષ્ટ શકિતઓ તેને મળી છે. અને તેના દ્વારા માનવીએ સૃષ્ટિનું સમતોલન જાળવી રાખવામાં પરમાત્માને મદદ કરવાની છે.

માટે જ પરમ કૃપાળુ પરમાત્માએ માનવીને એક વિશેષ ગુણ આપ્યો છે અને તેનું નામ છે. સંવેદના...!

અને આ ભાવ સંવેદના જ માનવીની આત્મિક પ્રગતિની સાચી કસોટી છ.ે જો માનવીમાં પરોપકારની ભાવના દયા કરૂણા વગેરે ન હોય તો તેનું જીવન પશુ તુલ્ય બને છ.ે

દરેક પ્રત્યે દયા, કરૂણાનો ભાવ હોય એવા માનવી માનવતા બતાવે છે માનવીય કર્તવ્ય અને ઇશ્વરે સોંપેલી જવાબદારીનું સરળતાપૂર્વક સંચાલન કરી શકે અને સૌ કોઇ પણ દયા, કૃપા કરૂણાનો ભાવ પ્રદર્શિત કરી દુઃખી જનોને મદદરૂપ બને એજ તો સાચી માનવતા છે. પ્રભુએ સોંપેલ કાર્ય માનવીએ સંપન્ન કરવુ જોઇએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(8:50 am IST)