Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

ભૂમિકા ભજવવી

''ભૂમિકા ભજવો પણ હોશમાં ભજવો. તમારી જે કઇપણ ભૂમિકા હોય તે ભજવો તેને દબાવો નહી તેને બને ત્યા સુધી સંપૂર્ણ રીતે ભજવો પરંતુ સંપૂર્ણ સચેત રહીને તેને એટલે બીજા લોકો પણ તેને માણશે.''

જયારે વ્યકિત કોઇ ભૂમિકા ભજવે છે તો તેની પાછળ કોઇ કારણ હોય છે. તે ભૂમિકાનું તે વ્યકિત માટે કઇક મહત્વ છે. જો તમે ભૂમિકા સંપૂર્ણ રીતે ભજવો છો તો કઇક તમારા અચેતનમાથી અદ્રશ્ય થઇ જાય છે, ઉઠી જાયછે. અને તમારો બોજ હલકો થઇ જાય છ.ે

ઉદાહરણ તરીકે જો તમે બાળકની જેમ રમવા માંગો છો તેનો મતલબ એ છે કે તમારી બાળ અવસ્થામાં કઇક અપૂર્ણ રહી ગયું છે તમે જે બનવા માગતા હતા તેવું બાળક તમે ના બની શકયા. કોઇકે તમને અટકાવ્યા હતા.

તમે છો તેના કરતા વધારે પુખ્ત અને પરિપકવ દેખાવ તે માટે તમારા ઉપર બળપ્રયોગ કરવામાં આવ્યો. તેથી કઇક અપૂર્ણ રહી ગયું. તે અપૂર્ણ પૂર્ણ થવાની માંગણી કરશે અને તે સતત તમને પરેશાન કરશે. તેથી પુરૂ કરો તેમા કઇ ખોટુ નથી તમે ભૂતકાળમાં એ સમયે બાળક બની શકયા ન હતા હવે તમે બની શકો છો એકવાર તમે સંપૂર્ણપણે બાળક બની જાવ અને તમે જોઇ શકશો કે તે ધીમે - ધીમે અદ્શ્ય થતુ થાય છે અને તે ફરીથી કયારેય નહી આવે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:08 am IST)
  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • સૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST