Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

આવશ્યકતાઓ

''ધ્યાનનો અર્થ પોતાની જાત સાથે એકાકાર થવુ અને પ્રેમનો અર્થ પોતાની જાતને બીજાનો હિસ્સો બનાવવો ધ્યાન તમને ખજાનો આપશે અને પ્રેમ તેને વહેંચવામાં મદદ કરશે. આ બે મૂખ્ય મુળભુત વસ્તુઓ છે અને બાકી બધુજ અનાવશ્યક છે.''

રોમમા જતા ત્રણ યાત્રીઓ વિશે એક જુની વાર્તા છે તેઓ પોપને મળવા જાય છે. પોપ પહેલા યાત્રીને પુછે છે ''તમે અહી કેટલો સમય રહેશો ?'' વ્યકિત જવાબ આપે છે. ''ત્રણ મહીના માટે'' પોપે કહ્યું ''તો તમે રોમમા ઘણુ બધુ જોઇ શકસો'' તમે કેટલુ રહેશો તેનો બીજા યાત્રીએ જવાબ આપ્યો ફકત છ અઠવાડિયા પોપે કહ્યું ''તો પછી તમે પહેલા યાત્રી કરતા રોમ વધારે જોઇ શકસો'' ત્રીજા યાત્રીએ કહ્યું તે રોમમા ફકત બે અઠવાડિયા માટે છે તેના જવાબમાં પોપેકહ્યું ''તુ નસીબદાર છો કારણ કે તમે જે પણ જોવા જેવું છે તે બધુ જ જોઇ શકશો.''

યાત્રીઓ ગુંચવણમાં મૂકાઇ ગયા કારણ કે તેઓ મનની કામ કરવાની પદ્ધતિ જાણતા ન હતા. ફકત વિચારો, જો તમારી પાસે હજારો વર્ષની જીંદગી હોય તો તમે ઘણીબધી વસ્તુઓ ચુકી જશો કારણ કે તમે કામને મુલતવી રાખતા જશો. પરંતુ જીવન ટુંકુ હોવાને કારણે કોઇ વ્યકિતને કામ મુલતવી રાખવાનું નહી પરવડે લોકો છતા પણ મુલતવી રાખે છે-અને પોતાની કિંમતના ભોગે.

કલ્પના કરો કે કોઇ તમને કહે કે હવે તમારી પાસે જીવન માટે એકજ દિવસ છે તમે શું કરશો ? તમે બીનજરૂરી વસ્તુઓ ઉપર વિચાર કર્યા કરશો ? ના, તમે તે બધુ ભૂલી જશો. તમે પ્રેમ, પ્રાર્થના અને ધ્યાન કરશો કારણ કે ફકત ચોવીસ કલાક જ બાકી છે. વાસ્તવીક અને આવશ્યક વસ્તુઓ તમે મુલતવી નહી રાખો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:00 am IST)
  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST