Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

અમદાવાદમાં શનીવારે શહિદ દિન નિમિતે વાલ્મીકી સમાજ દ્વારા શહિદ વંદના કાર્યક્રમ

રાજકોટ, તા.૧૯: આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ, તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીએ  હૃદયસ્પર્શી કાવ્ય 'ફૂલમાળ' રચેલું :'વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ'. ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈની હાથની બનેલી શ્નરોટીલૃખાવાની ઈચ્છા ભગતસિંહે વ્યકત કરેલી. શહીદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકિ સમાજની આ 'રોટી'નું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહિ.આથી પ્રેરાઈને ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેદ્યાણી સ્થાપિત ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન તથા સાબરમતી વાલ્મીકિ સમાજ દ્વારા — સતત સાતમા વર્ષે — શહીદ દિન — ૨૩ માર્ચ ૨૦૧૯ ને શનિવારે – રાત્રે ૮ કલાકે, અમદાવાદ-સાબરમતી (રામદેવપુરા, રામદેવપીર મંદિર, જવાહર ચોક) ખાતે સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા 'શહીદ વંદના'સ્વરાંજલિ કાર્યક્ર્મનું પ્રેરક આયોજન કરાયું છે.  ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. વાલ્મીકિ સમાજમાંથી આવતા લોકગાયક ગંગારામ વાદ્યેલા અને તેમની ૧૦ વર્ષની પૌત્રી ધ્વનિ દિલીપભાઈ વાદ્યેલા તથા તેજલબેન રાણા પણ સમસ્ત વંચિત સમાજ વતી સ્વરાંજલિ અર્પણ કરશે. લોકસાહિત્યકાર-હાસ્યકાર હરિસિંહ સોલંકી પોતાની આગવી શૈલીમાં રસપ્રદ વાતો કહેશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે. વાલ્મીકિ સમાજના ચંદ્રકાંત સોલંકીનું વાદ્ય-વૃંદ કલાકારોને સાથ આપશે. મેદ્યાણી-સાહિત્યમાં આલેખિત વાલ્મીકિ સમાજનાં શૌર્ય, શીલ, સ્વાર્પણની ગૌરવગાથાઓ પિનાકી મેદ્યાણી રજૂ કરશે. માતૃભૂમિની રક્ષા કાજે ફના થનાર વીર શહીદ જવાનોને પણ શ્નસ્વરાંજલિલૃઅર્પણ થશે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, ફૂલમાળ, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેદ્યાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો પણ તેમના સંગ્રહ શ્નરઢિયાળી રાત શ્નમાંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેદ્યાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ શ્નસોરઠી સંતવાણીલૃમાંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.સહુ રસિકજનોને આ કાર્યક્ર્મમાં પધારવા સમસ્ત સાબરમતી વાલ્મીકિ સમાજ તથા પિનાકી મેદ્યાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નું ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે. મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'નાં ગૌરવભર્યા બિરૂદથી નવાજેલાં એવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેદ્યાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. ઝવેરચંદ મેદ્યાણી કૃત શ્નસૌરાષ્ટ્રની રસધારલૃમાં પણ વંચિત સમાજનાં શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાથાઓ આલેખાયેલી છે. માણસ માત્રને ઝવેરચંદ મેદ્યાણી એક સમાન ગણતા. ધર્મ, જ્ઞાતિ કે અન્ય કોઈપણ ભેદભાવ રાખ્યા વગર સહુ તરફ પ્રેમ અને સમભાવ રાખતા. ૧૯૧૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ દરમિયાન વંચિત સમાજની છાત્રાલયની મુલાકાતે ગયા ત્યારે ત્યાંનાં બાળકને હાથે પાન પ્રેમથી સ્વીકારીને ખાધુ. કોલેજ અને હોસ્ટેલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. તેમનો સામાજિક બહિષ્કાર પણ થયેલો જે તેમને હસતે મોઢે સ્વીકારેલો.

ફાંસીનાં સમયે સંત્રી ભગતસિંહને લેવા આવ્યો ત્યારે તેઓ કોટડીમાં લેનિનની જીવન કથા વાંચી રહ્યા હતા. ભગતસિંહે તેને થોડી વાર થોભી જવા કહ્યુઃ 'એક કાંતિકારીનું બીજા કાંતિકારી સાથે મિલન થઈ રહ્યુ છે.' છેલ્લા કેટલાંક ફકરા વાંચીને ભગતસિંહ સંત્રી સાથે નીકળી પડ્યા.સુખદેવ અને રાજગુરુ પણ કોટડીમાંથી બહાર આવી ગયા હતા. તેઓને બેડીઓ પહેરાવવામાં ન આવે અને મોઢે કાળું કપડું ઢાકવામાં ન આવે તેવી ઈચ્છા ભગતસિંહ વ્યકત કરી જે માન્ય રાખવામાં આવી. ત્રણેય એકબીજાને ગળે મળ્યા અને એકબીજાના ખભા પર હાથ નાખીને ફાંસીનાં માંચડા તરફ ચાલવા લાગ્યા. ભગતસિંહે ગીત લલકાર્યુઃ 'મરકર ભી દિલસે ન નીકલેગી કભી વતન કી ઉલફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ-એ-વતન આયેગી'ત્રણેય ફાંસીનાં ફંદાની નીચે ઉભા રહ્યા. અંતિમવાર 'ઈન્કિલાબ જિંદાબાદ'ના ગગનભેદી નારા લગાવ્યા.  ફાંસાને પકડીને ચૂમ્યા અને જાતે જ ગળામાં નાખીને, ૨૩ માર્ચ ૧૯૩૧ની સાંજે ૭ અને ૩૩ મિનીટે, હસતે મુખે વતન માટે ફ્ના થઈ ગયા.  અમર વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની અનન્ય શહાદત આઝાદીની લડતની તવારીખમાં હમેશાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.

આલેખન  પિનાકી નાનકભાઈ મેદ્યાણી

ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:25 am IST)
  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST