Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

બાપુ તારા આ પગલાનો પરતાપ ચપટી મીઠુ દાંડીથી ઉપાડી બ્રીટીશ સલ્તનતને હંફાવી...! ''પગમાં પૂણ્યનું જોમ, ઉરે માનવતા વસી ધૈર્ય દંડો તનુધારી, જો,. કેવો જાય છે ધસી!''

ભારતની આઝાદીની આ સો ટકા સત્યકથા સુવર્ણાકારે લખાયેલી છે.

એમાં સાહસ, પરાક્રમ, પૌરૂષ, ખમીર, વટ, ખુમારી, અડગતા, નિષ્ઠા બધું જ છ.ે

સૌરાષ્ટ્રની શોર્યભૂમિમાં પોરબંદરમાંં મહાત્મા ગાંધીજી જન્મ્યા, કુમારવયથીજ 'સત' ના પાયા પર પોતાના જીવનનું ચણતર કર્યુ અને છેક ૭૮ વર્ષના જીવનકાળની એક એક પળને તેમણે આ દેશના જડ અને કૃત્રિમ મુલ્યોનું આમુલ પરિવર્તન કરી નાખવામાંં ખર્ચી એમણે અપાર કરૂણાવત્સલતા અને સતત ક્રિયાશીલતાથી દેશના પ્રશ્નોને ઉકેલવાનો પ્રયાસ કરીને એક દરીદ્ર  પરવશ પ્રજાની ચેતનાને ઢંઢોળીને એક મહાન સંસ્કૃતિક વારસાનું આત્મમાન તેમનામાં પગટાવ્યા અને એમણે જ એક વિશાળ સામ્રાજયને હચમચાવી આ દેશને સ્વરાજયને કાંઠે લાવી નાંગર્યો.

એ સુકલકડી શરીરે અને મુઠ્ઠીભર હાડકાના એ મહા માનવની અજબ આત્મશકિતએ વર્ષોથી ગુલામીની જંજીરોમાંં જકડાયેલો પરાધીન રાષ્ટ્રમાં ચેતનાની ચીનગારી પેટાવી સફળ સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ લીધું એમની આત્મશકિતનો પ્રકાશ માત્ર દેશમાં જ નહી પરંતુ વિશ્વભરમાં પ્રગટયો.

એક શકિતશાળી અને સશસ્ત્ર બ્રીટીશ સામ્રાજય સામે અહિંસાના અમોધ શસ્ત્રોનો સફળ ઉપયોગ કરી સાબરમતીના સંતે જીવનભર સત્યને વિશેષ મહત્વ આપ્યું તેઓ સત્ય અને ન્યાયના આગ્રહ માટે જ આંદોલન કરતા તેઓ સાચા સત્યાગ્રહી હતા. એ કર્મયોગીએ ઉપદેશ આપતા પહેલા આચરણનેજ મહત્વ આપ્યું.

મહાત્માં ગાંધીજીએ જીવનમાં સત્યને ન્યાય માટે મોટા છ સત્યાગ્રહો કર્યા તેમાંનો એક સત્યાગ્રહ તે ૧૯૩૦ ની સાલમાંં બ્રીટીશ સલ્તતનત સામે કરેલો મીઠાનો સત્યાગ્રહ.

તા.ર૬ જાન્યુઆરી-૧૯૩૦ નો દિન પૂર્ણ સ્વરાજય માટેની રાષ્ટ્રની જનતાની પ્રતિજ્ઞાનો દિન જાહેર થયો હિન્દના દરેક નાગરીકે સંપૂર્ણ સ્થાધીનતાની પ્રતિજ્ઞા લીધી એ દિવસે અમદાવાદમાં સાબરમતીની રેતમાં  એક વિશાલ સભા યોજાઇ એ ઐતિહાસીક વિસાળ સભામાં જુદા જુદા છ મંચ ઉભા કરવામાં આવ્યા હતા તેનું કારણ એ હતું કે તે સમમે લાઉડ સ્પીકરની સગવડ ન હતી આ છએય મંચ ઉપરથી ગાંધી રંગે રંગાયેલા નેતાઓએ ઉભા થઇ પૂર્ણ સ્વરાજય માટેની પ્રતિજ્ઞાનું વાંચન કયું અને આ મહા સંકલ્પની સિધ્ધિનું સુકાન 'બાપુ'ના હાથમાં સોંપાયું.

બ્રીટીશ સરકારે અતંકરા કરવેરા પ્રજા પર લાદીને લોકોને રાંક બનાવી દીધેલો તેમાંય મીઠા પરનો કર તો ખરેખર જુલમ જેવો હતો વિશાળ હિન્દ સાગર કાંઠામાં ઢગલાબંધ મીઠુ થાય તેના પર અસહ્ય વેરો નાખીને હિન્દનુ મીઠુ મોંઘુ કરીને વિલાયતી મીઠાના વેપાર ઉત્તેજન આપેલું ખરેખર મીઠુ એ જળ અને વાયુની જેમ માનવ જાત માટે કુદરતી બક્ષીસ છે એના પરનો કરવેરો એ માનવીના કુદરતી હક્ક પરનું આક્રમણ જ કહેવાય ! જનતાએ કુદરતી સંપતિ સમા મીઠા સામે પડકાર કરવો જ જોઇએ એ પડકારની તાકાત દેશના વિશાળ સાગર કાંઠે મીઠુ પકવીને પ્રાપ્ત કરવી જોઇએ દેરક પાસાની બારીક ચકાસણી કરવામાં આવી અને અંતે બાપુએ મીઠાનો કાયદો તોડવાનો દેશને આદેશ કર્યો.મીઠાના સત્યાગ્રહની જાહેરાત થતા દેશમાં ઉત્સાહના પુર ઉછળ્યા ગાંધીજીએ કુચની તૈયારી શરૂ કરી નવસારીથી ૧૮ કી.મી. દુર દરીયાકાંઠે આવેલું માત્ર હજારેકની વસતિ ધરાવતી નાનકડુ દાંડીગામ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે અને રાતોરાત દાંડી વિખ્યાત બની ગયું. કાંઠાના વિસ્તારના ગામોના લોકોના આનંદનો પાર ન રહ્યો દેશ માટે કંઇક કરી છુટવાની તેમનામાં તમન્ના જાગી સરકાર વલ્લભભાઇ પટેલે પહેલા દાંડી કુચને આખો માર્ગ નકકી કરી તેનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામના પાયારૂમ સાબરમતીથી દાંડી સુધીની ર૪૧ માઇલ લાંબી દાંડી કુચ પદયાત્રાની જાહેરાત કરી મીઠાના સવિનય ભંગની ઘોષણા થઇ મહાત્મા ગાંધીની હાકલ થતા આ ઐતિહાસીક યાત્રામાં જોડાવ યુવાનો ઉમટી પડયા ગાંધીજીએ સૌને આકરી તાપણીમાં તાપ્યા અને જે સત્યાગ્રહી ચુનંદા દેખાયા તેમને આ દાંડી યાત્રાના યાત્રી તરીકે પસંદ કર્યા ૮૦ સત્યાગ્રહીઓની પસંદગી થઇ દાંડી કુચ યાત્રાની તારીખ ૧ર માર્ચ ૧૯૩૦ નકકી થઇ બાપુનો આ અનોખો આઝાદી જંગ વિશ્વ માટે કુતુહલ ઉપજાવે તવેો થઇ ગયો.

તા.૧૧ માર્ચે ૭પ હજારની જનમેદની વચ્ચે સાબરમતીના તટે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી કે ''હું કાગડાના મોતે મરીશ કુતરાના મોતે મરીશ પણ મીઠાના કાયદાના ભંગ કરી સ્વરાજય મેળવીશ નહી ત્યાંસુધી આશ્રમમાં પાછો ફરીશ નહીં''

ગાંધીજીની આ મહા પ્રતિજ્ઞાએ દેશને હચમચાવી મુકયો. તા.૧ર માર્ચની પહેલી સવારે ગાંધીજી તેમના ચુનંદા ૭૯ સૈનિકો સાથે સાબરમતી આશ્રમથી દાંડી કુચનો પ્રારંભ કરવાના હતા સૌને કલ્પના હતી સરકાર ગાંધીજીને પકડી લેશે પરંતુ એવુ થયું નહી ગાંધીજીને બદલે બ્રીટીશ સરકારે સરદાર પટેલની ખેડા જિલ્લાના રાસ ગામમાંથી ધરપકડ કરી સરદારશ્રીને સાબરમતી જેલ લઇ જવામાં આવ્યા ત્યારે સાબરમતી આશ્રમ નજીક ગાંધીજીએ તેમને વિદાય આપતા કહ્યું 'તમે મારી સાથે ઉપડયા' જવાબમાં સરદારે ખડખડાટ હાસ્ય સાથે કહ્યું 'જોશીઓતો મને કહેતા કે તમારા હાથમાં કારાવાસની કોઇ રેખા જ નથી! કેવો હળવો અને ભવ્ય વિનોદ હતો એ બે મહામાનવોનો ?!'

૧૯૩૦ ની બારમી માર્ચે વહેલી સવારના પહોરમાં સાબરમતી આશ્રમથી કોયરબા પાલડી સુધી માનવ મહેરામણ ઉમટી પડયો હતો.

આશ્રમમાં સવારની પ્રાર્થના થઇ વૈષ્ણવજન ગવાયુ સત્યાગ્રહીઓને કુકુમ તિલક કરવામાં આવ્યા સુતરની આંટીના હાર પહેરાવવામાં આવ્યા એક સત્યાગ્રહી શ્રીખરેે સાહેબે એમના મધુર કંઠે ભજન  ગાયું ''અબકી ટેક હમારી લાજ રાખને ગીરધારી...!'' અબકી ટેક અમારી...! એક અદભુત અજોડ અણમોલ દ્રશ્ય, વાતાવરણ સ્તબ્ધ બની ગયું મહાત્મા ગાંધીજીએ આ મુકિત સંગ્રામમાં પોતાને હોડમાં મુકી દીધા હતા. ે શ્રી ખરે સાહેબના ભજનના શબ્દો ખરેખર સત્ય હતા.

અને સાબરમતીના સંતે દાંડીકુચ આરંભે હાથમાં લાકડી અને પડખે સામાન ઝોળી એ મહાત્માની પાછળ કુચ આરામપદમાં લાગી ચપતાથી અને ઉતાવળથી  મહાત્માજી ડગ માંડી રહ્યા હતા.

આવવુ ન આશ્રમે મળે નહી સ્વતંત્રતા !

જંપવુ નથી લગીર જો નહી સ્વતંત્રતા ! જીવવું મર્યા સમાન-ના યદી સ્વતંત્રતા આ અહીંસક યોધ્ધાઓ એ વખતે વધુ મહાન અને વધુ બહાદુર લાગતા હતા.

છેક ચંડોળા તળાવ સુધી નગરજનો બાપુ સાથે કુચમંા રહ્યા દાંડી કુચના નિયત માર્ગ પર ઠેર ઠેર પાણી છાંટી વાવટા અને તોરણોથી માર્ગની આજુબાજુના ગામોમાંંથી પણ બાપુની આ અહીંસક કુચ નીહાળવા માનવ મહેરામણ ઉમટી પડયો હતો.

દાંડી યાત્રા સાબરમીતીથી અસલાણી વારેજા, નવાગામ, વાસણા, માતર, ડભાણ, નડીયાદ, બોસખલી, આણંદ, બોરસદ, રાસ, કંુકાપુરા, કારોલી, ગજેરા અણાખી, જંબુસર, આમોદ દેરોલુંભરૂચ, અંકલેશ્વર, ઉમરાણી, ઓરથાણ, ભરગામ, દેલાડ, સુરત અને નવસારી તા. ૪ થી એપ્રિલે કરાડી પહોંચી હતી.

અહી એક મોટી સભા ભરાઇ કરાડીએ જલાલપોર તાલુકાનું રાષ્ટ્રીય જાગૃતિનું મુખ્ય કેન્દ્ર હતું ત્યાંથી પમી એપ્રિલે ઉગતા પ્રભાતે કુચે દાંડી તરફ પ્રયાસ કર્યું સામાપોરથી નાની ખાંડીયો ઉપર બાંધ્યા લાકડાના નાના પુલ પર પાતળી પગદંડી પરથી કુચ પસાર થઇ અને બપોર પહેલા કુચ દાંડી પહોંચી ગઇ.

સારૂ થયું કે બ્રીટીશ સરકારે ગાંધીનીને દાંડી સુધી પહોંચવા દીધા રસ્તામાં એકય જગ્યાએ પોલીસની રૂકાવટ નડી નહી અને દાંડી તે દિવસ ેજગતના ઇતિહાસમાં અમર પગલીઓ પાડી રહ્યું હતું.

તા. ૬ ઠ્રી એપ્રિલ ૧૯૩૦ નો એ દિન રાષ્ટ્રના ઇતિહાસમાં તે દિવસ લખાયેલો છે દરિયા કિનારે બાપુ પોતાના સૈનિકો સાથે સ્નાન કયુંર્ અને પરદેશી શાસનની જોહુકમી ભર્યા આદેશો સામે ઝજુમીને સવિનય ભંગનો આરંભ કર્યો સ્વરાજયનું ચપટી મીઠુ ઉપાડતા બાપુ બોલ્યા.

''ગરીબ વર્ગના દૃષ્ટિબીંદુથી આ કાયદો મને સૌથી વધુ અન્યાયી લાગ્યો છે. સરકારનો નિમકનો કાયદો આ હું તોડું છું સરકારે મને પકડવો હોય તો પકડે...!''

આ તો પશુ બળ સામે માનવ વળતો મુકાબલો હતો મોટામાં મોટી સત્તા સામે આ સત્યની ચડાઇ હતી.

દાંડીથી બાપુએ વિશ્વને સંદેશો આપ્યો  ''રાક્ષસી તાકાત સામેના હકની આ લડતમાં શું વિશ્વની સહાનુભૂતી ઇચ્છુ છું...!'' દાંડીકુચ દરમ્યાન ગાંધીજી દાંડીમાં સાત દિવસ રહ્યા જયારે કરાઠીમાં ર૧ દિવસ રહ્યા હતા દાંડીકુચ પહેલા કસ્ડીમાં ભારત વિદ્યાલયની સ્થાપના, થઇ ચુકી હતી અને આ વિસ્તારનું રાષ્ટ્રીય કેળવણીનૂં મુખ્ય કેન્દ્ર હતું. લોકો ગાંધીજીને તન મન અને ધનથી  બધી રીતે મદદ કરવા તૈયાર આ ભારત વિદ્યાલયની બાજુમાંજ તળાવ કિનારે આમ્રકુંજની વચ્ચે છટીયાની નાની ઝૂંપડી બનાવી થોડે દુર તાડ ખજુરીના છરીયાની છાવણી યાત્રીઓ  માટે બનાવાઇ હતી ખરેખર બાપુની આ પર્ણકુટિર તેમની સાદગીનું ઉત્તમ પ્રતિક હતી.

કરાડીની ઝૂંપડીના નિવાસ દરમ્યાન ગાંધીજી આજુબાજુના ગામોમાં જઇને  સવિનય ભંગનો આદેશ આપતા અને સ્વતંત્રતા માટે લોકોને જાગૃત કરતા રોજબરોજ દેશના ખુણે

 ખુણેથી અનેક મુલાકાતીઓ ગાંધીજીને મળવા આવતા સરકારી દમન વધુ તીવ્ર બન્યુ સર્વત્ર  સવિનય ભંગને દાબી દેવા ગોળીબાર અને લાઠી મારના ભયંકર દમનના કોરડા વિંઝાવા લાગ્યા.

વિરમગામ જેવા નાના ગામની બહેનો ઉપર ઘોડા દોડાવી સીતમ ગુજાર્યો બાપુ અકળાયા તેમણે ઝૂંપડીમાંં બેસી વસલાડ પાસે આવેલા ધારાસણાના અગરો પર કુચ લઇ જવા કાર્યક્રમ ઘડયો. અને અંતે બાપુએ વાઇસરોમને પત્ર લખ્યો વાઇસ રોય સાહેબ માત્ર ત્રણ રસ્તા છે નિમકનો કાયદો બંધ કરો એમ નહી ધારતા કે હું ધારાસણા પોલીસના ઘાટ પર ચડાઇ લઇ જવા માંગું છું બીજો માર્ગ એ છે કે હું તો આગળ વધવાનો છું ભલે મને પકડો અને ત્રીજો માર્ગ તમારો દમનનો માર્ગ બંધ કરો. વાઇસ રોયને પત્ર મળ્યો કે તુરત તેમણે હુકમ છોડયો જાઓ આ ડોસો ન માને અને ધારાસણા જાય તે પહેલા એને પકડો.

તા.પમી મે ૧૯૩૦ ની કાળરાત્રી કરાડી છાવણી માટે ગોઝારી બની ગાંધીજી અને તેમના બેત્રણ મદદનીશો ઝુંપડીમાં સુતા હતા ત્યાં અચાનક પોલીસ આવી, કોઇ અઠંગ નાસતા ફરતા બહારવટીયાને પકડવાના હોય એમ તેને ઉંઘતો ઝડપી લેવાનો હોય એ રીતે સુરત જિલ્લા મેજીસ્ટ્રેટ બે  પોલીસ અમલદાર અને ત્રીસેક શસ્ત્રધારી પોલીસોએ છાવણીને ધેરી લીધી બાપુની છાવણીમાં જઇ તેમની  પર ટોર્ચ લાઇનનો પ્રકાશ ફેંકયો, બાપુ જાગી ગયા અમલદારે પુછયું મોહનદાસ કરમચંદ ગાંધી તમે જ ? બાપુએ ધીરેથી પુછયું તમને મારી જરૂર છે ? બને કયા આરોપ હેઠળ પકડવામાં આવે છ ે.? એ હું જાણી શકું ખરો ? જવાબ મળ્યો મારી પાસે લેખીત ફરમાન છે.

યાત્રીઓ અને ભોળા ગ્રામજનો ભેગા થઇ ગયા હતા બાપુએ કહ્યું મહેરબાની કરી મને પ્રાર્થના માટે થોડી મીનીટો આપો બાપુની માંગણી માન્ય રહી પ્રિય ભજન વૈષ્ણવ જન ગવાયું ત્યાર પછી યાત્રીઓ ગ્રામજનોએ ભારે હૈયે બાપુને વિદાય આપી.

બહેનોએ ગીત ગાયુ ''દાતણ કર તેલો જાઓ ગાંધીજી સ્વરાજ લઇ વ્હેલા આવજો...!''

રાત્રે ૧ અનેદસ મીનીટે વાયુ વાનમાંં બેઠા અને તે થોડીવારમાં અદ્રશ્ય થઇ ગયું બાપુ વીના છાવણી સુમસામ બની ગઇ....!

બાપુનુ અધૂરૂ કાર્ય વખતે વૃદ્ધ નેતા અબ્બાસ તૈયબજીએ ઉપાડયું નકકી કરેલ સમયે કરાડીથી યાત્રીઓ સાથે કુચ ધારાસણા નીકળી પડી અબ્બાસ તૈયબાજીની ધરપકડ થઇ ત્યાર પછી સરોજીની નાયડુ યાત્રીઓને લઇને ધારાસણાના અગરો લુંટવા પહોંચી... ધારાસણાની કુચનો પણ એક ઇતિહાસ છ.ે

દાંડી કુચે દેશને ઢંઢોળીને બેઠો કર્યો. આઝાદી કાજે એક નવી ચેતના અને જાગૃતિ જગાવી બાપુ તારા આ પગલાનો પરતાપ, ચપટી મીઠુ દાંડીથી ઉપાડી બ્રીટીશ સલ્તનત તમે હફાવી કીધો વિશ્વે જય જય કાર બાપુ તારા આ પગલાનો પરતાપ..

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:02 am IST)
  • ખંભાળિયા - પોરબંદર રોડ પર રેલવે પાટા નજીક મૃતદેહ મળ્યો:પોલીસ ઘટના સ્થળે પહોંચી :મૃતદેહને પીએમ માટે લઇ જવાયો : જુના ડેડબોડી હોવાની શંકા access_time 10:37 pm IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST

  • વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST