Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મોદી સરકારનાં બજેટમાં છેલ્લા બોલે સીકસર

તમામ ક્ષેત્રમાં રાહતની લાગણી જીડીપીમાં વધારો છતાં ફીઝીકલ ડેફીસીટમાં ખાસ વધારો નહીં

બજેટથી વિરોધપક્ષમાં અચંબો-હવે કેમ વિરોધ કરવો ?

વન ડે ક્રિકેટમાં પ્રેક્ષકો જેમ ધોનીની ફોર અને સીકસર જોવા માટે 'ધોની...ધોની...'ની બુમો પાડે છે તેમ ૨૦૧૯નું બજેટ પુરૂ થયે સંસદમાં 'મોદી...મોદી...'ની બુમો પાડી બજેટને વધાવ્યુ. મોદી સરકારના આ છેલ્લા બજેટમાં તેમણે પણ ફોર તથા સીકસરો મારીને તમામ લોકોને ખુશ કરી આપ્યા છે. હવે લોકોમાં એક નક્કી થયું કે એનડીએના નેતૃત્વમાં સ્થિર સરકારનુ પુનરાવર્તન થવા માટે કોઈ જ મુશ્કેલી નહી આવે કારણ કે આ બજેટમાં તેમણે નાના ખેડૂતોના દેવા માફને બદલે ખેડૂતોને વાર્ષિક નિયમીત આવક તેમના ખાતામાં જમા થાય. બીનસંગઠીત ક્ષેત્રના શ્રમીકો જેમની આવક માસિક રૂ. ૧૫૦૦૦થી ઓછી હોય તેમને પેન્શન રૂ. ૩૦૦૦ માસિક આપવાનું એક નવુ પગલુ નક્કી કરતા તમામ શ્રમીકોને પોતાનુ આખરી જીવન સારૂ થશે તેવી આશા પ્રસરેલ છે. આ બિનસંગઠીત ક્ષેત્રમાં રેલ્વેના મજુરોથી માંડી તમામ કારીગરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈન્કમ રેસમાં કલમ ૮૭/એ માં કર રાહત રૂ. ૨૫૦૦ને બદલે રૂ. ૧૨૫૦૦ કરતા રૂ. ૫,૦૦,૦૦૦ સુધીની આવક કરમુકત કરેલ છે તે તમામ કરદાતા માટે લાભદાયક થશે.

આ બજેટ ચાર્ટડ એકાઉન્ટન્ટ નાણામંત્રી શ્રી પીયુષ ગોયલે ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમજ સમાજ તમામ ક્ષેત્રના લોકોને રાહત મળે તેવું પ્રેકટીકલ બજેટ અર્થવ્યવસ્થાને ખૂબ ઝડપથી વેગ મળે તેવુ સુંદર લોકપ્રીય બજેટ આપેલ છે. નાણામંત્રી પોતે આંકડાશાસ્ત્રી સી.એ. હોવાથી ભવિષ્યના ખર્ચ સામે આવકની પણ ગણત્રી ધ્યાનમાં રાખી ફીઝીકલ ડેફીસીટ - એટલે કે આવક સામે ખર્ચ બહુ ન વધે તે પણ ધ્યાનમાં રાખેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતને તેમની અનિશ્ચિત આવક સામે તેમના પાક ઉત્પાદન પડતરમાં ૫૦ ટકા નફો આપી સરકારે ગયા વર્ષે ખરીદી કરવાથી અનેક ખેડૂતોને સરકાર દ્વારા ખરીદીમાં લાભ થયેલ તેની સામે આ વખતથી તેમને નિયમીત વાર્ષિક આવક રૂ. ૬૦૦૦ની મળે તેવી જોગવાઈ કરેલ છે. તેમજ શ્રમીક લોકોની ઉંમર ૬૦ વર્ષની થાય ત્યાર બાદ શ્રમ કરવા માટે અશકિતમાન બને ત્યારે તેમને આજીવન માસિક રૂ. ૩૦૦૦ એટલે કે દૈનિક રૂ. ૧૦૦નું પેન્શનની જોગવાઈ કરવાથી તેમને આશિર્વાદ રૂપ બની જશે. આમ સરકારી કર્મચારીઓની જેમ શ્રમજીવી લોકોને પણ પેન્શન મળવાથી પોતાની પાછળની જીંદગી સારી બનશે તે નિશ્ચિત બનેલ છે. ભવિષ્યમાં આ પેન્શનમાં વધારો પણ થશે.

 પગારદારો તથા અન્ય કરદાતાઓને ખુશ કરવા ઇન્કમટેક્ષ કલમ ૮૦-એ માં ટેક્ષ કર મુકતી  અત્યારે ૨૫૦૦/-  હતી તે વધારી રૂા ૧૨૫૦૦/- કર રાહત કરવાથી રૂા ૫,૦૦,૦૦૦/- ટેક્ષ ફ્રીની જાહેરાતથી તમામ કરદાતાઓ ખુશ થયા. આ ઉપરાંત પગારદારો માટેે ે સ્ટાન્ડર્ડ ડીડકશન રૂા ૪૦,૦૦૦/- થી વધારી રૂા ૫૦,૦૦૦/- કરવાથી હવે નોકરીયાત વર્ગની ફરીયાદો ઓછી થશે, તેઉપરાંત કલમ ૮૦ નીચેના તમામ રોકાણો તથા હાઉસીંગ લોન વ્યાજ પણ કુલ ટોટલ આવકમાંથી બાદ કરી નેટ ટેક્ષેબલ આવક એ રૂા ૫,૦૦,૦૦૦/- થી ઓછી થાય તો કોઇપણ ટેક્ષ નહીં ચુકવવો પડે તે જોગવાઇથી તમામ સામાન્ય નોકરીયાતોમાં ખુશી થયેલ છે.

તેની સાથે ઉચ્ચી આવક ધરાવનારાઓ પાસેથી ટેક્ષ થોડો ઓછો ભરવો પડે તેવી જોગવાઇ છે. તેમાં ખાસ કોઇ ફેરફાર ન હોવાથી સરકારને ઇન્કમટેક્ષ આવકમાં બહુ મોટી ઘટ નહીં રહે.

ગ્રામીણ ક્ષેત્રે વર્ષેરૂા ૬૦૦૦/- તથા ટેક્ષની કર મુકત મર્યાદા રૂા પ૦,૦૦૦/- કરવાથી તમામ કરદાતા પાસે પૈસા બચશે, તેથી તેમની ખરીદ શકિતમાં વધારો થશે. આ ખરીદ શકિતમાં વધારો થવાથી  FMCG  ગુડઝ એટલે સામાન્ય માણસો સારૂ જીવન તથા મોજશોખના સાધનોની ડીમાન્ડ ખુબ વધશે. લોકોની લાઇફ સ્ટાઇલ બદલાશે અને સમૃધ્ધ જીવન ગાળશે.

ટુંકમાં આ બજેટ ગ્રામીણ તથા ખેડુતો માટે ધાર્યા કરતાં ગોળથી ગળ્યુ અને કરદાતાઓ માટે મધથી મીઠુ પુરવાર થશે. ભારત દેશ હવે ગરીબી રેખાથી ઉપર આવતા ૮/૧૦ વર્ષમાં બહાર નીકળી જશે. અત્યારે દુનીયામાં ૬ ઠા નંબરની અર્થવ્યવસ્થામાંથી પાંચમી અર્થતંત્ર દુનીયામાં વિકસીત દેશ તરીકે બહાર આવે તેવી ધારણા છે.

આ બજેટમાં ખેડૂતો, મધ્યમ વર્ગ તથા અર્થતંત્રને વેગ આપતું, આવનાર ચુંટણીને લક્ષ્યમાં રાખીને સરકારે રાહતો આપી છે. આમ કરીને તમામ વર્ગને રીઝવવાનો સફળ પ્રયાસ કયો ર્ છે,તે વાત સ્પષ્ટ છે, પરંતુ  અત્યારની  બજારમાં મંદી આવેલ છે તેમાં માગને મોટો સપોર્ટ મળી રહેશે અને આર્થીક વૃધ્ધિ દરમાં વેગ આવશે. આવક મુકતી મર્યાદામાં વધારો થવાથી મધ્યમ વર્ગ પાસે ફાજલ રહેલ રકમથી ખરીદ શકિતમાં વધારો થશે, બીજી મહત્વની બાબત એ કે વર્તમાન સરકારે બજેટમાં લીધેલા પગલા બાદ એન.ડી.એ. ના નેતૃત્વમાં  સ્થિર સરકારનું પુનરાવર્તન થવાની મોટી  શકયતા વધશે. આમ આ બજેટ ખેડૂતો માટે  ગોળથી ગળ્યુ અને મધ્યમ વર્ગ માટે મધથી મીઠુ છે.

મનાલી નીતિન કામદાર

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 

૯ પંચનાથ પ્લોટ રાજકોટ

 નીતીન કામદાર

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

૯ પંચનાથ પ્લોટ, રાજકોટ

મો. ૯૮૨પ૨ ૧૭૮૪૮

(11:58 am IST)
  • ખંભાળિયા - પોરબંદર રોડ પર રેલવે પાટા નજીક મૃતદેહ મળ્યો:પોલીસ ઘટના સ્થળે પહોંચી :મૃતદેહને પીએમ માટે લઇ જવાયો : જુના ડેડબોડી હોવાની શંકા access_time 10:37 pm IST

  • ''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST

  • રાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST