Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2016

સાથી હાથ બઢાના

૧૯ વર્ષના અક્ષય વડીયાને કિડનીના ઓપરેશન માટે રૂ. ૩ લાખની જરૂર

 રાજકોટ તા. ૭ : કુરીયરનું કામ કરી પરિવારનો ગુજારો કરતા રાજકોટના બ્રાહ્મણ અરૂણભાઇ વડીયાના એકના એક પુત્ર અક્ષય (ઉ.વ.૧૯) ને કિડની ફેઇલ થઇ જતા બે વર્ષથી આ ગરીબ પરીવાર સારવાર પાછળ ઘસાઇ રહ્યો છે. પ્રથમ રાજકોટમાં સવાણી હોસ્પિટલમાં અને હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી છે. માતા તરફથી કિડની ડોનેટ કરવા નિર્ણય લેવાયો છે. પરંતુ કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે રૂ. ૩ લાખનો ખર્ચ આવે તેમ હોવાનું તબીબોએ જણાવતા આ પરીવાર મુંજવણમાં મુકાય ગયો છે. અક્ષયની જીંદગી બચાવી લેવામાં મદદરૂપ થવા સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. અક્ષયના પિતાશ્રી અરૂણભાઇ જન્મશંકર પંડયાના નામથી બેંક ઓફ બરોડામાં રાજકોટ ખાતે બચત ખાતુ છે. તેમના ખાતા નં. ૦૩૫૯૦૧૦૦૦૧૧૫૧૩ છે. વધુ માહીતી માટે તેમના સરનામે 'ત્રિપુર સુંદરી કૃપા' ૧૦ કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા અરૂણભાઇ મો.૮૩૪૭૦ ૭૪૦૮૮ અથવા અક્ષયના કાકા દિલીપભાઇ (મો.૯૮૨૪૦ ૧૪૨૫૩) નો સંપર્ક કરી શકાય છે. (૧૬.૨)

 

(11:42 am IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST