Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

પુરૂષોતમ -સ્તવન

પ્રભુ આપણને સમજી વિચારીને આપે છે

પ્રભુ માટે સમય નથી આ તે કેવુ ?

સામાન્ય રીતે આપણને કંઇ ગરજ હોય અથવા આપણો સ્વાર્થ હોય, દુઃખી હોઇએ, અથવા તો કંઇ જોઇતુ હોય તો આપણે ભગવાનની પરમાત્માની ભકિત કરીએ છીએ

પરમકૃપાળુ પરમાત્મા કહે છેચાર પ્રકારના લોકો મારીભકિત કરે છે એક તો જેને ધન જોઇતુ હોય, હે ભગવાન આ વર્ષે જો મને સારોનફો મળે તો મારે બંગલો બાંધવો છે, હે ભગવાન મારેમારી પુત્રીના લગ્ન ધામ ધુમથી કરવા છે માટે મને ધ઼ધામા મોટો નફો કરાવી આપવા, વગેરે

બીજો જે દુઃખી છે, અતિ રોગી, ઘરમાં કંકાશ ઝઘડો, નોકરી, ધંધો કે કામકાજ ન હોવુ તે અતિ દુઃખી છે તેવા ભકતો પણ પ્રભુની ભકિત કરે છે, પોતાના દુઃખ દર્દ દુર કરવવા માટે...

ત્રીજા પ્રકારના ભકતો જિજ્ઞાસુ ભકતો છે જેને જાણયુ છે કે ભગવાનકયાં છે તેમનો સ્વભાવ કેવો છે ? એટલે કે પ્રભુ વિષે જાણવુ છે....

જયારે ચોથા પ્રકારના ભકતજનો છે જ્ઞાની એને કહેવાય જેઓ મનેજ (પરમાત્માને) જાણે છે અને પ્રેમ કરે છે...

આમાંથી આપણે કેવા પ્રકારના ભકત છીએ ભગવાન પાસે આપણે માંગીએ છીએ અને તેમની પાસે માગીઅ઼ જહીં તો કોની પાસે માંગીએ પરંતુ પરમકૃપાળુ પરમાત્મા તો આપણને  આપે જ છે, તે સમજી વિચારીને આપે છે. આપણે એમ સમજવાનું કે વધારે આપે તો મારૂ અભિમાન વધી જાય તેમ છે. તે સમજીને ભગવાને મને ઓછુ ધન આપ્યુ.

એક માતા પણ પોતાના બન્ને દિકરાને કેટલું આપવું તે વિચારીને આપે છે. પ્રભુનો સ્વભાવ પણ એવોજ છે મા તો પોતાના બનેં દિકરાને સરખો પ્રેમ કરે છે.

કોને કેટલું આપવું તે ઇશ્વર જાણે છે દુઃખી માણસ પોતાના દુઃખ દર્દમાં ભગવાનને યાદ કરે છે જયાં સુધી તે દુઃખી હશે ત્યાંસુધી રોજ મંદિરે જશે. પ્રભુને વિનવણી કરશે, પરંતુ જેવાતેના દુઃખ દુર થયા કે  પછી તેને ભગવાનના મંદિરે જવાનો સમય રહેતો નથી કામ ખુબ વધ્યુ છે એટલે સમય નથી. કામ પણ પ્રભુની પુજાજ છે ને તેમ કહેવા લાગશે.

પરંતુ ભાઇ તું જયારે દુઃખી હતો ત્યારે તારૂ આ જ્ઞાન કયાં ગયું હતુ ? ત્યારે તારી પાસે સમય હતો..... અને આજે લાડી વાડી અને ગાડી મળી એેટલેે તારી પાસે જેણેબધુજ આપ્યુ છે તેના માટેસમય નથી આ તે કેવુ...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:47 am IST)
  • પાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST