Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

શાસ્ત્રોએ ગુરૂને ભગવાન સમાન કહ્યા-ગુરૂબ્રહ્મા ! શા માટે આવું કહ્યું હશે ? કારણ કે શ્રદ્ધા અને ભકિત વચ્ચે માત્ર એક જ આવરણ બાકી રહે છે.ગુરૂ અને બ્રહ્મા વચ્ચે એકજ પગલાનું અંતર રહે છે. એકદમ પાતળું આવરણ છે તેથી જ તો ગુરૂમાં ભગવાનની થોડી થોડી ઝલક દેખાવા લાગે છ.ે આ આવરણ પારદર્શક છે. જાણે તદ્દન સ્વચ્છ કાચ !

પરંતુ આ સંપૂર્ણ યાત્રાની પ્રક્રિયા છે- અશેષ ભાવથી લૂંટાવી દેવું ! તેને યજ્ઞ કહો, તપ કહો, નામનો જ ભેદ છે.

સર્વસ્વ સમર્પિત કરી દેજો. આટલું સૂત્ર જો સમજાઇ જાય તો તમને કયાંય અવરોધ નહિ આવે.

જેવા તમે કૃપણ થયા કે તમે અટકયા ! અકૃપણતામાં જ પ્રવાહ છે. જે પ્રવાહ નિશ્ચિત એક દિવસ પરમાત્મા સુધી પહોંચે છે.

જે ોપતાનો સ્વામી બની શકેછે તેન જ સત્ય વરે છે.સત્ય મેળવવું એટલે પોતાને ગુમાવવું. વિચાર એટલે દરેક પ્રતિક્રિયા સચેતન હોય. અચેતન પ્રતિક્રિયા અવિચાર છે. સચેતન પ્રતિક્રિયા જ અંદર રહેલી વિચાર શકિતની સુચક છે.

જે બહાર દોષ જુએ છે, તે અટવાઇ જાય છે અને જે પોતાના દોષ શોધે છ, તે તેને દુર કરવામાં ચોકકસ સફળ થાય છે.

જે તમારી પાસે છેતે નહીં પણ તમે જે છો તે જ છેવટે નિર્ધારિત છે. જયાં વાસના છે, ત્યાં બંધન છે. જયાં અજ્ઞાન છે, ત્યાં કેદ છે. જે માગે છે તે ભિખારી છે, આપે છેતે સમ્રાટ છે.

અધર્મ તેના સાદા તથા નગ્ન સ્વરૂપમાં તો કયાંય પ્રવેશ કરી શકતો જ નથી. માત્ર વસ્ત્ર રૂપાંતરથી જ તે આદર મેળવે છે.

માણસ ખોટો હોય તો ચોકકસ માનજો કે તેને પોષનારા સંસ્કારો અથવા શિક્ષણ સમ્યક ન હતા.

અસત્ય જ માની લેવાનો આગ્રહ રાખે છે. સત્યને તો માત્ર સાંભળી લેશો તોય આપોઆપ તે પરિણામ લઇ આવશે.

સત્યને આસ્થાપૂર્વક સમ્યકરૂપે સાંભળવું એ જ એની સ્વીકૃતિ છે. સમાધાન, સમસ્યાઓમાંથી નથી જન્મ્યાં. તેને તો સમસ્યા સાથે વળગાડી દેવાયા છે.

અનંતની તરસ ધર્મની જનની છે. જેને તમે બાંધો છો તેનાથી તમે પણ બંધાઇ જાઓ છો.

જેના બંધનમાં કોઇ નથી અને જે કોઇના બંધનમાં નથી તે જ વ્યકિત સ્વતંત્ર છે.

રાગ અને વિરાગ, ભોગ અને ત્યાગ, બધું જ પરતંત્રતા છે; વીતરાગતા જ માત્ર એક સ્વતંત્રતા છે.

વાસના અજ્ઞાનનું પ્રગટરૂપ છે, કરૂણા જ્ઞાનનું જે સંતાડવામાં રચ્યોપચ્યો રહે છે. તે ખોટે માર્ગે છે આવી આત્મવંચનામાં ન પડો.

પાપ પ્રશ્ન નથી, પ્રભુ પ્રશ્ન છે. પાપ દૂર નથી કરવાનું, પ્રભુ પ્રાપ્ત કરવાનો છે.

ધર્મ પાપના ત્યાગથી નહિ, પ્રભુપ્રાપ્તિથી ફલિત થાય છે.

જે પોતાને નથી ચાહતો તે પોતાનુ સન્માન પણ નથી કરતો. તે પોતાના જીવનનો આદર નથી કરતો, તેથી જ તે જીવનને ગમે તેમ વેડફી નાખે છે.

ધર્મ નહિ ોય તો માણસાઇ પણ ગઇ સમજજો.

વિચાર જ-વિવેક જ અંતે આચાર બને છે.ે સાચો ત્યાગ હોય તો તે સહજ હોય છ, તેની પાછળ કોઇ પ્રકારની સ્મૃતિ રહેતી નથી.સ્વનું વિસ્મરણએ જ મૃત્યુ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:12 am IST)