Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પુરૂષોતમ -સ્તવન

હે! ઋષિકેશ આપજ સર્વજનોના આત્મા છો

ત્વમાહિદેવ પરમં વેદીતત્વ,

ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્

ત્વમવ્યય શાશ્વત ધર્મ ગોપ્તા

સનાતનાસ્ત્વં પુરૂષો મતો મે II

આપજ આદિદેવ પુરાણ પુરૂષ છો અને સત્ અસત્ અને તેનાથી પણ આગળ જે અક્ષર-અવિનાશી પરબ્રહ્મ છે. તે પણ આપ જ છો આપ જાણકાર છો, આપ જ્ઞાની છો, અને તમે જ પરમધામ છો, અતંતરૂપ એવા પરમકૃપાળુ પરમાત્મા આપના લીધે જ સંપૂર્ણસૃષ્ટિ છે.

હે દેવ ! આપ જ પરબ્રહ્મ, પરમધામ, અને પરમ પવિત્ર છો, અજન્મા, સર્વત્ર વ્યાપક, આદિદેવ, તેમજ દિવ્ય સનાતન પુરૂષ પણ આપજ છો.

હે ! ભગવાન આપના લીલામય અવતારના રહસ્યને ન તો દેવો જાણે છે કે, દાનવો પણ જાણતા નથી.

હે ! ઋષિકેશ, સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં રહીને આપજ એ બધાના આત્માન છે.

હે ! ભગવાન આ સૃષ્ટિમાં જે જે ઐશ્વર્ય યુકત શોભા સંપન્ન અને વિશેષ પ્રભાવ શાળી વસ્તુ છે, તે તમામ આપના અંશમાત્રથી ઉત્પન્ન થઇ છે.

આપ જ આ જગતના માતા-પિતા છો અને ભરણ પોષણ કરવામાં પણ તમે છો પિતાના પણ પિતા એવા આપ જાણવા યોગ્ય તત્વ પરમ પવિત્ર ઁકાર, તથા ઋક સામ અને યજુરૂપ વેદત્રપ્ત છો.

કરૂણામય ! જો કોઇ ભકિતભાવથી આપને પત્ર પુષ્પ, ફળ ફળાદી, જલ અર્પણ કરે છે, તેવા પવિત્ર આત્મા ભકતના પ્રેમ પૂર્વક અપાયેલા ઉપહારને આપ આનંદ પૂર્વક સ્વીકારો છો.

હે ! દેવ હું જે કાંઇ કરૂ છું જે ખાવ છું કે પીઉ છું જે પણ હવન યજ્ઞ કે દાન કરૂ છું તેમજ જે તપસ્યા કરૂ છું તે મારૂ સંપૂર્ણ કર્મ આપને અર્પણ કરૂ છું.

આપ તો આ સૃષ્ટિમાં સમસ્ત પ્રાણીઓ પ્રતિ સમાન ભાવ રાખો છો ન તો કોઇ આપના માટે દ્વેષને પાત્ર છે ન કોઇ બહુ પ્યારા છે જે આપને પ્રેમ પૂર્વક ભજે છે, તે આપનામાંં અને આપ એન. અંતઃકરણમાં છો અને આપ તેના હૃદયમાં અંતર્યામી પરમકૃપાળુ પરમાત્મા રૂપે સદાને માટે બીરાજમાન રહો છો.

હે ! પ્રભુઃ હું તમામ ધર્મો છોડીને માત્ર આપનાજ શરણમાં આવ્યો છું આથી હવે આપજ મને મારા તમામ પાપોથી છુટકારો આપો,

હે ! કેશવ હું તમામ પ્રકારથી હવે આપનું શરણ ગ્રાહણ કરૂ છું. અને આપનાજ પ્રસાદથી હું સનાતન, અવિનાશી પદ મોક્ષને પ્રાપ્ત કરૃં અને સદાય આપના ધ્યાનમાં મગ્ન રહુ એવી કૃપા કરો.

''તારી આશાની છાયે જે કોઇ બેસે તેને હરિ તુ. સંભાળશે..!!''

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:11 am IST)